મહિલાઓ માટે આ કંપનીએ લોન્ચ કર્યો સ્માર્ટફોન, કિંમત અને ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

દેશી હેન્ડસેટ નિર્માતા કંપની લાવાએ મહિલાઓ માટે એક ખાસ સ્માર્ટફોન લાવા બીયુ લોન્ચ કર્યો છે. આ Budget સ્માર્ટફોન વિશેષ રૂપે મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ લાવા સ્માર્ટફોનમાં સેફટી એપ પ્રી લોડેડ છે. આ સ્માર્ટફોનની અન્ય ખાસિયતો અને વિશેષતાઓ શું છે એ પણ જાણીએ. અને સાથે એ પણ જોઈએ કે આ સ્માર્ટફોનની કિંમત કેટલી છે અને તેના સ્પેસીફિકેશન શું શું છે.

image source

Lava BeU Specifications : સોફ્ટવેર અને ડિસ્પ્લેની વાત કરીએ તો ડ્યુઅલ સિમ (નેનો) ધરાવતો આ લાવા સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ગો એડિશન પર કામ કરે છે અને સ્ટોક એક્સપિરિયન્સ આપે છે. ફોનમાં 6.08 ઇંચની એચડી + (730×1560) પિકસલ ડિસ્પ્લે છે અને તેનો આસ્પેકટ રેશિયો 19.5:9 છે. પ્રોટેક્શન માટે તેમાં 2.5 ડી કવર્ડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

પ્રોસેસર, રેમ અંશ સ્ટોરેજ : સ્પીડ અને મલ્ટીટાસ્કિનગ માટે 1.6 ગીગાહર્ટઝ ઓકટા કોર પ્રોસેસર સાથે 2 જીબી ડિડીઆર 4 રેમ, અને 32 જીબી સ્ટોરેજ છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજ ક્ષમતા 256 જીબી સુધી વધારી શકાય છે.

image source

કેમેરો : લાવાના આ સ્માર્ટફોનમાં પાછળના ભાગે બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. 13 મેગાપિક્સેલ પ્રાઇમરી કેમેરા સેન્સર, અપર્ચર એફ / 1.85 છે. સાથે 2 મેગાપિક્સેલનું સેકન્ડરી કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો સેન્સર સાથે આપવામાં આવ્યો છે જે અપર્ચર એફ / 2.2 છે.

કનેક્ટિવિટી : ફોનમાં 4G એલટીઇ, બ્લુટુથ વર્ઝન 4.2, વાઇફાઇ 802, 11 B/G/N, GPS/ A-GPS, 3.5 મિલીમીટર હેડફોન જેક, માઈક્રો યુએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. સિક્યુરિટી માટે ફોનમાં બેક પેનલ પર ફિંગર પ્રિંન્ટ સેન્સરને પણ જગ્યા આપવામાં આવી છે.

image source

બેટરી : લાવાના આ સ્માર્ટફોનમાં 4060 mAh ની બેટરી આપવામાં આવી છે. દાવો કરાયો છે કે આ બેટરી સિંગલ ચાર્જ પર 16 કલાક સુધીનો ટોકટાઇમ આપે છે.

ડાયમેંશન : લાવા BeU ની લંબાઈ અને પહોળાઈ 155.5×73.3×9.82 મિલીમીટર અને વજન 175.8 ગ્રામ છે.

Lava BeU ની ભારતમાં કિંમત

image source

આ લાવા BeU સ્માર્ટફોનને સિંગલ વેરીએન્ટમાં માર્કેટમાં મુકવામાં આવ્યો છે. 2 GB રેમ, 32 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 6888 રૂપિયા છે. લાવા ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર આ ફોન રોઝ પિંક કલર વેરીએન્ટમાં ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ