શું હોય છે CT Scan અને શા માટે કરાવવો જરૂરી છે, જાણો ફાયદાની સાથે નુકસાન પણ

કોરોનાની બીજી લહેર લાખો લોકોને ઝપેટમાં લઈ રહી છે. દેશમાં કોરોનાના વધતા કેસના કારણે અનેક જગ્યાઓએ લોકડાઉન લગાવાયું છે. લોકોને અનિવાર્ય રીતે માસ્ક પહેરવા, સાબુથી હાથ ધોવા અને હેન્ડવોશથી તેને સાફ રાખવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે શરીરની ઇમ્યુનિટીને વધારવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ સમયે હેલ્થનું ધ્યાન રાખવાનું જરૂરી છે. આ લહેરનો શિકાર લોકોની સંખ્યા એટલી વધારે છે કે સારવારમાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે કોરોનાની તપાસમાં સીટી સ્કેન પણ જોર શોરથી ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

image source

હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે વારે ઘડી સીટી સ્કેન કરાવવું એ મોટો ખતરો નોંતરી શકે છે. તેઓએ કહ્યું કે સીટી સ્કેનથી કોરોના દર્દીને કેન્સરનો ખતરો રહે છે. ડો. ગુલેરિયાનું કહેવું છે કે રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે લોકો 3 દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે જે તેમની હેલ્થ માટે સારું નથી. તો તમે પણ જાણો કે શું છે CT Scan અને સાથે જ શું છે તેના ફાયદા અને ગેરફાયદા.

શું હોય છે CT Scan

image source

CT Scan કમ્પ્યુરાઈઝ્ડ ટોમોગ્રાફી સ્કેન છે, આ એક પ્રકારનું થ્રી ડાયમેન્શનલ એક્સ રે છે. ટોમોગ્રાફીનો અર્થ છે કે કોઈ પણ ચીજને નાના સેક્શનમાં અલગ કરીને તેનો સ્ટડી કરવો. કોરોના કેસમાં ડોક્ટર સીટી સ્કેન કરાવે છે તે છે એચઆરસીટી ચેસ્ટ એટલે કે છાતીના હાઈ રિઝોલ્યુશન કમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી સ્કેન. તેની મદદથી ફેફસાની થ્રીડી ઈમેજમાં જોઈ શકાય છે. ફેફસાના ઈન્ફેક્શનનો જલ્દી ખ્યાલ આવે છે. ડોક્ટરનું કહેવું છે કે તેમની સલાહ વિના સીટી સ્કેન કરાવવા ન જવું અને લક્ષણો વિના તો તેને ન જ કરાવવો. એટલું નહીં કોરોના સંક્રમણના બીજા કે ત્રીજા દિવસે તેને ન કરાવવો. જ્યાં સુધી ડોક્ટર ન કહે ત્યાં સુધી તેનાથી દૂર રહો. આ શરીરને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડો. ગુલેરિયાએ પહેલા પણ કહ્યું હતું કે કોરોનાના માઈલ્ડ સિમ્પ્ટમના દર્દીને હોમ આઈસોલેશનની સલાહ આપવામાં આવી છે. તેઓએ જાતે સીટી સ્કેન કરાવવું નહીં. 1 CT Scan 300 ચેસ્ટ એક્સ રે બરાબર રેડિએશન શરીરમાં પહોંચાડે છે જેનાથી શરીરને વધારે નુકસાન થાય છે.

જાણો CT સ્કોર અને CT વેલ્યૂ

image source

સીટી વેલ્યૂ સામાન્યથી ઓછી હોય છે તેટલું સંક્રમણ વધારે હોય છે અને તે જેટલી વધારે હોય છે તેટલું સંક્રમણ ઓછું હોય છે. આઈસીએમઆરએ કોરોનાની તપાસ માટે સીટી વેલ્યૂ 35 નક્કી કરી છે. તેનો અર્થ એ છે કે 35 અને તેનાથી ઓછી સીટી વેલ્યૂ વાળા દર્દીને કોરોના પોઝિટિવ માનવામાં આવે છે. તેનાથી વધુ સીટી વેલ્યૂ હોય તો પેશન્ટને કોરોના નેગેટિવ માનવામાં આવે છે. તો સીટી સ્કોરથી એ ખ્યાલ આવે છે કે ઇન્ફેક્શને ફેફસાને કેટલું નુકસાન કર્યું છે. આ નંબરને CO-RADS કહેવાય છે. જો તેનો આંત 1 છે તો બધુ નોર્મલ છે અને તે 2-4 છે તો સામાન્ય ઈન્ફેક્શન છે અને 5-6 છે તો પેશન્ટને કોરોના પોઝિટિવ માનવામાં આવે છે.

જાણો શું છે સીટી સ્કેનના ફાયદા અને નુકસાન

image source

સીટી સ્કેન કરતી સમયે લેબમાં તમામ તપાસ કરાય છે તેનાથી રેડિએશન નીકળે છે, જે દર્દીના શરીરને માટે ખતરનાક સાબિત થાય છે. આ રેડિએશનથી હેલ્થ પર વિપરિત પ્રભાવ પડે છે. ક્યારેક આ રેડિએશન અન્ય અંગોને પણ પ્રભાવિત કરે છે.

ડોક્ટરનું માનો તો બાળકોનું સીટી સ્કેન કરાવતી સમયે ખ્યાલ રાખવો જરૂરી છે. બાળકો અજાણતા શરીરને હલાવે છે અને બીમારીને શોધવા માટે વારેઘડી તપાસ કરવી પડે છે. વારેઘડી સીટી સ્કેન કરવાથી શારીરિક વિકાસ પ્રભાવિત થાય છે.

કેટલાક લોકોને સીટી સ્કેન કરાવ્યા બાદ એલર્જી થાય છે. ખાસ કરીને આ પ્રતિક્રિયા સામાન્ય હોય છે. તેનાથી શરીરમાં ખંજવાળ આવવી અને દાણા જોવા મળી શકે છે. આ અનેકવાર ખતરનાક પણ હોઈ શકે છે.

image source

જો તમે ડાયાબિટિસના દર્દી છો તો તમે આ માટે દવા લઈ રહ્યા છો તો તમારે સીટી સ્કેન પહેલા અને પછી દવા લેવાનું બંધ કરવું જરૂરી છે.
સીટી સ્કેન કરાવવાથી કિડનીમાં સમસ્યા થઈ શકે છે. જો સીટી સ્કેન કરાવતા પહેલા કિડનીની કોઈ તકલીફ છે તો ડોક્ટરને કહો તે જરૂરી છે.
સીટી સ્કેન નક્કી કરે છે કે તમારી સર્જરી ક્યારે કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!