હાઇકોર્ટની ટકોર બાદ AMCએ લીધો આ મોટો નિર્ણય, અમદાવાદીઓ ખાસ જાણજો નહિંતર….

રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદમાં કોરોના વાયરસની ભયંકર પરિસ્થિતિ વચ્ચે હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ કૉર્પોરેશન દ્વારા કડક નિયમ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ગુજરાત હાઇકોર્ટ એક્શનમાં આવી છે. છેલ્લા ઘણા દિવસ ચાલી રહેલા સુઓ મોટો કેસમાં ગઇકાલે સુનાવણીમાં હાઇકોર્ટે અમદાવાદ કૉર્પોરેશનની પણ ઝાટકણી કાઢી હતી. સરકાર અને કૉર્પોરેશનના અલગ અલગ નિયમથી હાઇકોર્ટ નારાજ થઈ હતી જે બાદ હવે કૉર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના રહેવાસીઓ માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત

image source

ગઇકાલે અમદાવાદ માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ આવતા દરેક લોકો પાસે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવશે. અમદાવાદમાં પ્રવેશ માટે 72 કલાકની અંદરનો આ રિપોર્ટ આપવાનો રહેશે. અત્યારે સુધી અમદાવાદના જે નાગરિકો હતા તે બધાને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી હતી અને અમદાવાદના નાગરિકો કોઈ પણ ટેસ્ટ વગર શહેરથી બહાર જઈને પરત ફરી શકતા હતા. જોકે ગઇકાલે હાઇકોર્ટની કડક સૂચના બાદ કૉર્પોરેશન દ્વારા નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બહારથી પ્રવેશ કરવા માટે કોઈ પણ નાગરિકે કોરોના ટેસ્ટ કરાવેલ હોવો ફરજિયાત છે.

સમગ્ર રાજ્ય માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

image source

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સ્થિતિએ ચિંતા વધારી છે તો ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજેલી એક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જે સમગ્ર રાજ્યમાં માટે છે

12 મે સુધી લંબાવાયા કડક નિયમો

image source

તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે
જાણો શું રહેશે ચાલુ ?

image source

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે
ઓફિસમાં માત્ર 50 ટકા સ્ટાફની જ હાજરી

ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.

નિયમ ભંગ કરનારી ઓફિસો સામે કડકની કાર્યવાહી થશે: CM

image source

આ સાથે જ 36 શહેરમાં ઔદ્યોગિક એકમો, કારખાના તથા બાંધકામ પ્રવૃત્તિ પણ ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી ફરજિયાત રહેશે તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે. મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે, નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સાથે જ ગુજરાતમાં બહારથી આવી રહેલા દરેક નાગરિકે છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલો હોય અને નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 27 માર્ચના પરિપત્રનો અમલ યથાવત રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવો, ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા હતા.

સ્ટોરન્ટની ટેક અવે ફેસિલિટી આપતી સેવાઓ ચાલુ રહેશે

આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની ટેક અવે ફેસિલિટી આપતી સેવાઓ ચાલુ રહેશે.

ફાયનાન્સિયલ સેવાઓ પણ યથાવત રહેશે

image source

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લિયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.મુખ્યમંત્રીએ ખાનગી ઓફિસોમાં 50 ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ આવી ઓફિસોમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થાય તે જોવા માટે રાજ્યના જી.એસ.ટી. વિભાગને આવી ખાનગી ઓફિસોનું ચેકીંગ કરવાની સૂચના આપી છે.

ન્યૂઝ પેપર અને પેટ્રોલ પંપો ચાલુ રહેશે

image source

આ નિયમોના ભંગ કે પાલન ન કરનારા ખાનગી એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રીએ આપી છે. આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!