વધારાનું બુસ્ટર લગાવ્યા વગર જ વધારી શકાય છે તમારી WiFiની સ્પીડ, જાણો આ 5 સિમ્પલ ટિપ્સ

દેશભરમાં કોવિડ 19 ની બીજી લહેર સાથે જ દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઘાતક કોરોના વાયરસ સામે લડવા માટે અસ્થાયી લોકડાઉન જાહેર કર્યું છે. આ દરમિયાન અનેક રાજ્ય સરકારોએ કંપનીઓને આગ્રહ કર્યો છે કે તેઓ જેટલું શક્ય હોય તેટલું કર્મચારીઓની સુરક્ષા પર પર ધ્યાન આપે અને તેઓને ઘરે રહીએ જ કામ કરવાની સલાહ આપે.

image source

ઘરેથી કામ કરવું એક સહજ કામ કરવા માટેની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓ પૈકી છે અને તેમાં પણ મહત્વની બાબત છે એક સારું ઇન્ટરનેટ કનેક્શન. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે એવી ઉપયોગી ટિપ્સ લઈને આવ્યા છીએ જેના લીધે વાઇફાઇની સ્પીડમાં વધારો થઇ શકે છે. અને તેનાથી તમારા ડાઉનલોડ અને અપલોડ સ્પીડમાં પણ વધારો થશે. ખાસ વાત તો એ કે આ માટે તમારે કોઈ બુસ્ટર કે ડિવાઇસ લગાવવાની જરૂર નથી પડતી.

અહીં અમે તમને આવી 5 ટિપ્સ વિષે જણાવી રહ્યા છીએ જે ધીમી સ્પીડના વાઇફાઇથી છુટકારો અપાવશે અને તેની સ્પીડ વધારવામાં મદદરૂપ થશે.

રાઉટર ઓફ કરીને બીજી વખત ઓન કરો

આ ઉપાય ઘરે ધીમી વાઇફાઇ સ્પીડને વધારવા માટે એક સરળ રીત છે. તમે બસ રાઉટરની સાથે જ મોડમ પણ બંધ કરી કરી દો. મોડમ હોમ નેટવર્ક અને આઇએસપી વચ્ચે ઇન્ટરનેટ સિગ્નલને ટ્રાન્સફર કરે છે. એટલા માટે જો સ્પીડ ધીમી હોય તો મોડમને રીસેટ કરવું સારો વિકલ્પ છે. ઘરેલુ અનુભવ દ્વારા સારું કાર્ય કરવા માટે ડિવાઇસને સમયાન્તરે રિબુટ કરવો એક સારો આઈડિયા છે.

રાઉટરને ટ્રાન્સફર કરો

image source

આ ઉપય વાઈફાઈની સ્પીડને તરત સ્પીડ વધારવામાં સહાયક છે. અજાણ્યા લોકો માટે ક્યારેક ક્યારે વાઇફાઇ સિગ્નલ ઘરમાં દીવાલો, છત, ફર્નિચર અને અન્ય મોટી ચીજવસ્તુઓ દ્વારા ઢંકાઈ જાય છે. એટલા માટે રાઉટર કોઈ મોટી ચીજવસ્તુઓની પાછળ કે તેની નીચે ન રાખવું જોઈએ પરંતુ રાઉટર જ્યાં તમે બેસતા હોય તેવી જગ્યાએ અથવા ઘરના વચ્ચે સેન્ટરમાં રાખવું જોઈએ.

રાઉટર ફર્મવેયરને રાખો અપડેટ

image source

જો તમારા વાઇફાઇની સ્પીડ ધીમી થઇ રહી હોય તો તમારે તપાસ કરવી જોઈએ કે શું કોઈ ફર્મવેયર ઉપલબ્ધ નથી ને ? જો હા, તો તમારા રાઉટરને અપડેટ કરવું. આમ ન કરવાથી માત્ર ડિવાઇસ જ સુરક્ષિત નથી રહેતા પણ ઇન્ટરનેટની સ્પીડ અને તે સંબંધી અનેક સમસ્યાઓ ઠીક થઇ જાય છે. સારા અનુભવ માટે ફર્મવેયર અપડેટને સમયાંતરે તપાસ કરવું એક સારી આદત છે.

ડિવાઇસ ચેન્જ કરો

image source

તમને એ ખબર હોવી જોઈએ કે તમારા રાઉટર અને મોડમ ડિવાઇસ જુના હોવાથી તેની ઇન્ટરનેટ સ્પીડ પણ ઓછી થઇ શકે છે. એટલા માટે બન્ને પૈકી કોઈપણ ડિવાઇસને કામ કરવામાં મુશ્કેલી થઇ રહી હોય તો પરિણામે ઇન્ટરનેટ સ્પીડ ઓછી થઇ જાય છે. આ મામલે તમારે તરત તમારી જરૂરિયાત મુજબ એક સારું મોડમ અને રાઉટર ખરીદી લેવું જોઈએ.

રાઉટરનું એન્ટેના એડજસ્ટ કરો

image source

જો તમારા રાઉટરમાં એડજેસ્ટેબલ એન્ટેના છે તો તેને વાઇફાઇ સ્પીડ વધારવા માટે એડજસ્ટ કરી શકાય છે. જો તમારા વાઇફાઇ સિગ્નલને ઘણા દૂર સુધી એક્સેસ કરવાનું હોય તો એન્ટેનાને ખાસ એડજેસ્ટ કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!