ભારતમાં બેટિંગ લીગલ કરવા પર સરકારની વિચારણા, જાણો આ વિશે શું કહ્યું કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે…

ક્રિકેટ મેચ શરૂ થવાની સાથે જ ભારતમાં સટ્ટાબાજી શરુ થઈ જાય છે. આઈપીએલથી લઈ વન ડેમાં પણ મોટા પ્રમાણમાં સટ્ટો ભારતમાં રમાય છે.

image soucre

તાજેતરમાં જ પૂર્ણ થયેલી આઈપીએલમાં પણ મોટા પ્રમાણમાં સટ્ટો રમતા લોકો ઝડપાડા હતા. ભારતમાં સટ્ટો રમવો ગેરકાયદે હોવાથી સટ્ટો રમનારને સજા થાય છે. પરંતુ આ તમામ વાત વચ્ચે રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે ભારતમાં સટ્ટાબાજીની છૂટ આપવાની વાત કરી છે.

image socure

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર ગુરુવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યાં વક્તવ્ય આપતાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય સરકાર ક્રિકેટ પર સટ્ટાબાજીને લીગલ કરવા પર વિચાર કરી રહી છે. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા અનુરાગે કહ્યું હતું કે, ક્રિકેટ પર બેટિંગ લીગલ થશે તો સરકારને હજારો કરોડ રૂપિયાની રેવન્યૂ પણ મળશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોંકાવનારું નિવેદન અનુરાગ ઠાકુરે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીની ફાઇનાન્શિયલ કોન્ફરન્સમાં આપ્યું હતું. સટ્ટા અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે બેટિંગને લીગલ કરવાનો પ્રસ્તાવ લોકોના માધ્યમથી સરકાર સામે આવ્યો છે.

image soucre

સટ્ટો દુનિયાભરમાં લીગલ છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે અન્ય કેટલાક દેશમાં સટ્ટો લીગલ છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો સટ્ટો ભારતમાં લીગલ કરવામાં આવે તો તેનાથી દેશને પણ હજારો કરોડ રૂપિયાની રેવન્યૂ મળી શકે છે. આ નાણાનો ઉપયોગ રમતગમત અને બાકીના ક્ષેત્રના વિકાસ માટે કરી શકાય છે.

image source

તેમણે વધુમાં કહ્યું હતુ કે, ક્રિકેટમાં મેચ ફિક્સિંગની જે સમસ્યા છે તેનો કાયમી નિકાલ પણ આ નિર્ણયથી થઈ શકે છે. બેટિંગ જો લીગલ થઈ જાય તો ફિક્સિંગ થતા રોકવા માટે આ નિર્ણય અસરકારક સાબિત થઈ શકે છે. સરકારે આ સંભાવનાઓ વિશે વિચારવું જોઈએ.

image soucre

ક્રિકેટ રમતા દુનિયાના 5 મોટા દેશોમાં પણ બેટિંગ લીગલ છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ