આ શહેરમાં ઉનાળામાં 82 દિવસ સુધી રહે છે અજવાળુ, બે મહિના સુધી નથી આથમતો સુરજ

આપણે સવારે ઉઠીને રોજ સુરજના દર્શન કરીએ છીએ, પરંતુ જો તમને કોઈ કહે કે હવે ત્રણ મહિના બાદ સુરજ જોવા મળશે તો! તમને થોડી નવાઈ લાગે કારણે એવું થોડુ બને થે ત્રણ મહિના પછી સુરજ ઉગે. પરંતુ આજે અમે તમને જે શહેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યાં હવે જાન્યુઆરી મહિનામાં સુરજ જોવા મળશે. અમેરિકાનું અલાસ્કા પ્રાંત, ઘણું જ સુંદર છે અને ઠંડો પ્રદેશ પણ. અહીંનું એક શહેર છે ઉતકિયાગવિક. 2016 સુધી આ શહેરને બૈરો નામથી ઓળખવામાં આવતું હતું. અહીં 18 નવેમ્બરે છેલ્લી વખત સુરજ દેખાયો હતો. હવે અહીં 23 જાન્યુઆરીએ જ સુરજ જોવા મળશે. એટલે કે 65 દિવસ સુધી અહીંના લોકો અંધારા જ રહેશે. અહીંના લોકો તેને ’65 ડેઝ ઓફ ડાર્કનેસ’ કહે છે.

ગરમીની ઋતુમાં 2 મહિના સુધી સુરજ આથમતો નથી

image source

આ શહેરની એવી પણ ખાસિયત છે કે અહીં ગરમીની ઋતુમાં 2 મહિના સુધી સુરજ આથમતો નથી. આપણે નાનપણથી ભણતા આવીએ છીએ કે પૃથ્વી પોતાની ધરા પર ફરે છે. પૃથ્વીનું એક ચક્કર 24 કલાકનું હોય છે. કેમકે, પૃથ્વી ગોળ છે અને સુરજની આસપાસ પ્રદક્ષિણા કરે છે, તેથી પૃથ્વીનો એક બાજુના ભાગ 12 કલાક સુધી સુરજની સામે રહે છે. તેથી, જે ભાગ પર સુરજનો પ્રકાશ પડે છે ત્યાં દિવસ હોય છે અને જ્યાં પ્રકાશ નથી પડતો ત્યાં રાત હોય છે. પૃથ્વીને સુરજની પ્રદક્ષિણ પૂર્ણ કરવામાં 365 દિવસ, 6 કલાક અને 48 મિનિટ લાગે છે. તેથી 365 દિવસમાં આપણું વર્ષ બદલાય જાય છે.

કેટલાંક ભાગમાં દિવસ અને રાત લાંબા હોય છે

image source

આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ભૂગોળમાં આપણે વાંચ્યુ છે કે પૃથ્વી પોતાના અક્ષ(એક્સિસ) પર 23.5 ડિગ્રી નમેલી છે. એટલે કે પૃથ્વી ગોળ તો છે, પરંતુ તે સીધી નથી, થોડી આડી છે. તેના બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ. પૃથ્વી એક બાજુ નમેલી છે તેથી જ્યારે સુર્યની પ્રદક્ષિણ કરે છે, તો એક જ ધ્રુવમાં તેનો પ્રકાશ પડે છે. જ્યારે 6 મહિના પછી બીજા ધ્રુવમાં સુર્યપ્રકાશ પડે છે. આ કારણથી જ ધ્રુવો પર 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે. આ વાતને આ રીતે સમજીએ કે, જો પૃથ્વી સીધી હોત અને પ્રદક્ષિણા લગાવતા સમયે તેના દરેક ભાગમાં 12 કલાક સુધી દિવસ અને 12 કલાક સુધી રાત હોત. પરંતુ, પૃથ્વી થોડી નમેલી છે, તેથી પ્રદક્ષિણા કરતી સમયે કેટલાંક ભાગમાં દિવસ અને રાત લાંબા હોય છે.

સુર્ય અહીં ક્ષિતિજથી ઉપર નથી આવી શકતો

image source

તો બીજી તરફ પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી હોવાને કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર સુર્ય એક વર્ષમાં એક જ વખત ઉગે છે અને એક જ વખત આથમે છે. આ માટે ઉતકિયાગવિક શહેરના ભૂગોળને સમજવું જરૂરી છે. આ શહેર ઉત્તર ધ્રુવથી 2 હજાર 92 કિલોમીટર દૂર છે. એટલે કે દિલ્હી અને ગોવા વચ્ચેનું અંતર. ઉત્તર ધ્રુવ પર આર્કટિક સર્કલ થાય છે અને દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિકા સર્કલ. ઉતકિયાગવિક શહેર આર્કટિક સર્કલની ઉંચાઈ પર સ્થિત છે. કેમકે આર્ટિક સર્કલની ઉંચાઈ પર હોવાને કારણે સુર્ય અહીં ક્ષિતિજથી ઉપર નથી આવી શકતો. જેને ‘પોલર નાઈટ્સ’ કહેવામાં આવે છે.

નવેમ્બરથી જાન્યુઆરી સુધી અહીં જોરદાર ઠંડી પડે છે.

image source

એટલે કે જે શહેર કે દેશ ઉત્તર ધ્રુવની જેટલું નજીક હશે, ત્યાં તેટલા જ લાંબા દિવસ અને રાત હશે. ના, એવું નથી. નવેમ્બરથી જાન્યુઆરી સુધી અહીં જોરદાર ઠંડી પડે છે. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 65 દિવસ સુધી સુર્ય નહીં નીકળે એટલે કે તેનો અર્થ એવો નથી કે અહીં અંધારું જ રહેશે. જો કે અહીં સુર્ય તો નીકળશે, પરંતુ તેનો પ્રકાશ અહીં સુધી યોગ્ય રીતે નહીં પહોંચે. આ વાતને એવી રીતે પણ સમજીએ કે, જેમ આપણાં ઘરના એક રૂમમાં લાઈટ ચાલુ થાય છે, તો તેનો થોડો પ્રકાશ બીજા રૂમમાં પણ આવે છે. અંગ્રેજીમાં તેને ‘Civic Twilight’ કહેવાય છે. જેમ જેમ પોલર નાઈટ્સ શરૂ થાય છે, તેમ તેમ અહીં દિવસમાં 6 કલાક સુધી વિઝિબિલિટી રહે છે, પરંતુ જેમે જેમ આ સમય પસાર થયા છે, તેમ તેમ વિઝિબિલિટી ઘટીને 3 કલાક સુધી જ થઈ જાય છે.

અહીં પણ ‘Civic Twilight’ લાગુ પડે છે

image source

આ ઘટનાને એવી રીતે જ છે કે, જેમ આપણાં દેશમાં શિયાળાની રૂતુમાં જ્યારે ધુમ્મસ છવાય જાય છે, તો વિઝિબિલિટી ઘટી જાય છે. ના, પરંતુ અહીં દિવસ તો વધુ લાંબા સમય સુધી રહે છે. આ શહેરમાં ઉનાળામાં 82 દિવસ સુધી અજવાળુ રહે છે. જેને ‘મિડનાઈટ સન’ કહેવામાં આવે છે. અહીં 12 મેથી લઈને 2 ઓગસ્ટ સુધી અજવાળું રહે છે. અહીં પણ ‘Civic Twilight’ લાગુ પડે છે. એટલે કે, સુર્ય આથમી તો જાય છે છતાં પણ તેનો પ્રકાશ અહીં આવતો જ રહે છે. આ જ કારણ છે કે ઉનાળાના દિવસોમાં અહીં 24 કલાક સુધી અહીં પ્રકાશ પથરાયેલો રહે છે. અહિં લોકો આ વાતાવરણમાં રહેવા માટે ટેવાઈ ગયા છે જ્યારે બહારથી આવતા લોકો માટે અહિં સેટ થવું થોડુ અજગતું છે. અહિં તમને એવુ લાગશે કે જાણે તમે કોઈ અલગ ગ્રહ પર આવી ગયા હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ