શું તમે વર્ક કરો ત્યારે લેપટોપ થઇ જાય છે ગરમ? તો આ રીતે ચપટીમાં દૂર કરી દો ઓવરહીટની સમસ્યાને

આજકાલ આપણે ઓફિસ અને અન્ય મહત્વપૂર્ણ કામ લેપટોપ પર કરીએ છીએ. કોરોનાને કારણે ઘણા લોકો ઘરેથી કામ રહી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ લેપટોપ સંપૂર્ણ સમય ચાલુ રાખે છે. તેના કારણે લેપટોપ વધારે ગરમ થાય છે. આવા સમય લેપટોપનો લાંબા સમય સુધી લેપટોપનો ઉપયોગ કરવાથી લેપટોપ ઘણી વાર ગરમ થઇ જાય છે. જ્યારે આપણે કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે થોડું ગરમ થાય છે, જો તે ખૂબ ગરમ થાય છે તો તે જોખમી પણ થઇ શકે છે. તેથી લેપટોપ પર કામ કરતી વખતે કાળજી લો કે તે વધારે ગરમ ના થાય અને જો આ થઈ રહ્યું છે તો તેને સરખું કરીને કામ કરો.આજે અમે તમને લેપટોપ ઓવરહીટ થવાનું કારણ અને કેવી રીતે ઠીક કરવું તે વિશે જણાવીશું.

૧. લેપટોપને સાફ રાખવું

image soucre

લેપટોપની સફાઈ બંને રીતે જરૂરી છે. લાંબા સમય સુધી કામ કરતી વખતે લેપટોપ ગરમ ના થાય તે માટે લેપટોપને દર ૨-૩ દિવસે સ્વચ્છ કપડાથી સાફ કરો અથવા લેપટોપ ક્લીનર બ્રશથી તેની ગંદકીને સાફ કરો. આ સિવાય સરળ કામગીરી માટે તેમાંથી અતિરિક્ત એપ્લિકેશન ને દૂર કરો. લેપટોપની મેમરી ફૂલ થવાના કારણે તે સ્લો થઇ જાય છે અને પ્રોસેસર પર જોર પડે છે જેનાથી તે ગરમ થવા લાગે છે.

૨. લેપટોપની બેટરી

image soucre

ઘણી વખત લેપટોપ ગરમ થવાનું કારણ લેપટોપની બેટરી છે. જો લેપટોપની બેટરી કામ કરતી નથી તો ઘણી વખત લોકો લેપટોપને લાંબા સમય સુધી ચાર્જ કરે છે અથવા તે બધા સમયમાં ચારજીંગ કરીને લેપટોપ ચલાવે છે. લાંબા સમય સુધી ચાર્જ કરવાથી બેટરી ગરમ થાય છે અને આ કારણોસર લેપટોપ પણ ગરમ થાય છે આવી સ્થિતિમાં બેટરી ખરાબ હોય તો તેને બદલો.

૩.લેપટોપને સરખી જગ્યાએ રાખો.

image soucre

ઓફિસમાં લેપટોપ હંમેશા ડેસ્ક અથવા કોમ્પ્યુટર ટેબલ પર હોય છે, પરંતુ આજકાલ જ્યારે લોકો ઘરેથી કામ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં આપણે તેને ખોળામાં, પલંગ અથવા ઓશિકા પર મૂકીને કામ કરવાનું ચાલુ કરીએ છીએ, જે ખોટું છે. મોટાભાગના લેપટોપ કુલિંગ માટે નીચેથી હવા લે છે આવી સ્થિતિમાં લેપટોપની લાંબા સમય સુધી કામ કરવા માટે યોગ્ય જગ્યાએ રાખવું જોઈએ જેથી વેન્ટીલેશન તેમાં બરાબર હોય અને સીપીયુ પંખાને પૂર્ણ હવા મળી રહે.

૪. કુલિંગ ફેનને સાફ રાખો

image soucre

લેપટોપમાં એક કુલિંગફેન હોય છે અને ગરમીથી બચવા માટે તેને સમયસર સાફ કરવું જરૂરી હોય છે. કોઈક વાર લેપટોપ ફેનમાં ધૂળ-મિટ્ટી અથવા નાના રજકણો જતા રહે છે જેનાથી તેની કુલિંગ ઓછી થઇ જાય છે. તે પછી પણ લેપટોપ કુલિંગ ફેન કામ ન કરે તો તેને સરખું કરાવો જેથી લેપટોપ વધારે ગરમ ન થાય.

૫. લેપટોપને બંધ રાખો

image soucre

દિવસ-રાત લેપટોપને ચાલુ રાખશો તો તે વધારે ગરમ થશે. દિવસે કામ કાર્ય પછી લેપટોપને થોડો સમય આરામ આપો અને થોડો વિરામ લો ચો તો તેને સ્લીપ મોડ માં રાખો. કોઈકવાર પૂરો સમય તેને ચાલુ રાખો છો તો તે વધારે ગરમ થાય છે. તેથી સુઈ જતી વખતે લેપટોપને બંધ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ