કોઈ કહે ગાયનું દૂધ સારું કોઈ કહે ભેંસનું સારું, તમે કન્ફયુઝ છો તો આ માહિતી તમારા માટે જ છે..

દૂધ એ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. પછી તે ગાયનું હોય કે ભેંસનું. પણ, જો તમારી પાસે બંને દૂધ અવેલેબલ હોય તો, કયુ દૂધ પીશો. જો આ સવાલ વિશે કન્ફ્યુઝ્ડ હોવ તો આજે અમે તમને જણાવી દઈએ.


દૂધ તો દૂધ હોય તેવુ સમજવાની ભૂલ ન કરતા. બંને દૂધમાં સામ્યતા છે, તો અંતર પણ ઘણુ છે. ગાયનુ દૂધ પચવામાં હલકુ અને ફાસ્ટ હોય છે. જ્યારે ભેંસનુ દૂધ જલ્દી પચતુ નથી. પણ, આ પાછળનું લોજિક શું. શા માટે નાના બાળકોને ભેંસનુ દૂધ નહિ, પણ ગાયનુ દૂધ જ આપવામાં આવે છે. ચાલો જોઈએ…


બંને દૂધમાં તફાવત બંનેમાં સૌથી મોટો તફાવત ફેટ કન્ટેન્ટનો છે. ગાયના દૂધમાં ફેટ ઓછું હોય છે. તેમજ તે પીવામાં માફક પણ આવે છે. જ્યારે ભેંસના દૂધમાં ફેટનુ પ્રમાણ વધુ હોય છે. તેથી તે હેવી લાગે છે. હેવી દૂધ પચવામાં લાંબો સમય લે છે.


ભેંસનુ દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે. પ્રોટીન મામલે તફાવત 10–11% છે. પ્રોટીનનું પ્રમાણ હોવાને કારણે આ દૂધ બાળકો તથા વૃદ્ધોને પચવામાં તકલીફ કરે છે. જેથી લોકો ગાયનુ દૂધ પીવાનુ પસંદ કરે છે.


ગાયના દૂધ કરતા ભેંસના દૂધમાં ઓછુ કોલેસ્ટેરોલ હોય છે. તેથી જે લોકો PCOD, હાઈપરટેન્શન, કિડની ડિસીઝ અને ઓબેસિટીથી પીડાતા હોય તેઓ માટે ભેંસનુ દૂધ સારુ કહેવાય. ગાયનુ દૂધ પાણીયુ દૂધ કહેવાય છે. કારણ કે, તેમાં મિલ્ક સોલિડ્સનુ પ્રમાણ ભેંસના દૂધ કરતા ઓછું હોય છે. 90 ટકા ગાયનુ દૂધ પાણી હોય છે. તેથી તે શરીરને હાઈડ્રેટીંગ કરવામાં મદદ કરે છે.


ગાયના દૂધ કરતા ભેંસનુ દૂધ પીવાથી ઊંઘ ઝડપથી આવી જાય છે. જો તમે શાંતિથી ઊંઘવા ઈચ્છો છો તો એક કલાક પહેલા એક ગ્લાસ ભરીને ભેંસનુ દૂધ પી લો. ઊંઘ સારી આવશે.

ગાયના દૂધમાંથી બનાવેલુ ઘી પિત્ત ઓછુ કરે છે અને ડાયજેશન પાવર વધારે છે. જ્યારે કે ભેંસના દૂધમાંથી બનાવેલુ ઘી કફનું પ્રમાણ વધારે છે.

કેલ્શિયમનુ પ્રમાણ ભેંસના દૂધ કરતા ગાયના દૂધમાં વધારે હોય છે. પણ, ગાયના દૂધમાં પોટેશિયમ અને સોડિયમનુ પ્રમાણ ઓછું હોય છે. તેથી તે બાળકો માટે નેચરલ સપ્લીમેન્ટ્સ કહેવાય છે.

બંને દૂધમાં સામ્યતા…

બંને દૂધનો ટેસ્ટ સ્વીટ હોય છે, તેમજ શરીર માટે ઠંડા હોય છે.

બંને નેચરલ એફ્રોડિસીએક્સ તરીકે કામ કરે છે, જે માણસોમાં સેક્સ્યુઅલ ઈચ્છા સ્ટીમ્યુલેટ કરે છે. આયુરવેદ મુજબ, રોજ દૂધ પીવાથી સેક્સ્યુઅલ લાઈફ એક્ટીવ રહે છે.


બંને દૂધ ન્યૂટ્રીશનથી ભરપૂર છે. જેથી તે શરીરમાં ઊર્જા આપે છે.


બંને દૂધ શરીરમાંથી પિત્ત દૂર કરે છે. પેટની બળતરા પણ દૂર કરે છે.હવે તો તમે બંને દૂધના ફાયદા જાણી ચૂક્યા છો, તો તમે જ નક્કી કરી લો કે તમારે કયુ દૂધ પીવું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ