કપલ્સ વચ્ચે ખૂબ જ પ્રેમ હોવા છતાં આ 6 કારણોને લીધે થાય છે બ્રેકઅપ, જાણીને તમે પણ રહો એલર્ટ

ક્યારેક ક્યારેક એવું બને છે કે કપલ્સમાં ખૂબ જ પ્રેમ હોય છે અને છતાં તેમના ઘર તૂટે છે. અનેક વાર બ્રેકઅપમાં ખાસ કરીને 6 કારણો જવાબદાર રહે છે. અથાગ પ્રેમ હોવા છતાં નાની વાતોથી દિલમાં ભંગાણ થાય છે અને સાથે સંબંધો તૂટવાની નવી વાતો અને નવા કારણો મળી જાય છે. પરંતુ કેટલાક કારણો એવા છે જેણે અનેક સંબંધોને પૂર્ણવિરામ આપ્યું છે.

ભરોસાની ખામી કે વારેઘડી દગાખોરી કરવી

image source

સંબંધોમાં વિશ્વાસ હોય તો તે ક્યારેય તૂટતા નથી. સંબંધમાં ભરોસો ન હોવાના કારણે સંબંધ ખાસ કરીને અવિશ્વાસના કારણે તૂટે છે. અનેક વાર એવું બને છે કે એક પાર્ટનર આંખ બંધ કરીને પાર્ટનર પર વિશ્વાસ કરે છે અને બીજું પાર્ટનર વારે ઘડી તેનો વિશ્વાસ તોડે છે. પ્રેમમાં બંધાયેલા 2 લોકો એક મેકની વાતને છૂપાવવા લાગે છે. પ્રેમમાં લોકો નાની વાત છૂપાવીને મોટી ભૂલ કરી બેસે છે. તે પાર્ટનરને માટે વિશ્વાસને ઘટાડે છે જે સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ હોય છે.

પાર્ટનરના ફેમિલિનું ધ્યાન ન રાખવું

image siurce

દરેકને માટે પોતાની ફેમિલિ ખાસ હોય છે. જો તમે રિલેશનશીપમાં છો તો પાર્ટનરની ફેમિલી તમારા માટે ખાસ રહે છે. જ્યારે તમે પાર્ટનરના પરિવારને જીતવામાં સફળ રહો છો તો તમારા સંબંધોને સફળ થવામાં કોઈ રોકી શકતું નથી. અહીં તમારા માટે જરૂરી છે કે પાર્ટનર તમારા પરિવારને કેટલી ઈજ્જત આપે છે. એક તરફના પ્રેમથી જીવનની ગાડી ચાલી શકતી નથી.

કમ્યુનિકેશન ગેપ

image source

આજકાલ લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત બને છે કે તેઓ પોતાના પાર્ટનરને માટે પણ સમય કાઢી શકતા નથી. તેનાથી સંબંધોમાં કમ્યુનિકેશન ગેપ આવે છે. ધીરે ધીરે તે એટલો વધી જાય છે કે સંબંધમાં દિવાલ આવી જાય છે. તેનાથી પ્રેમ હોવા છતાં સંબંધો જલ્દી તૂટી જાય છે.

ફિઝિકલ ડિફરન્સ

image source

આ સિવાય તમે કે તમારા પાર્ટનરની વચ્ચે ફિઝિકલ રિલેશન સારા નથી કે પછી તમે બંને એક મેકને સમય આપતા નથી તો સંબંધોને તૂટવામાં સમય લાગતો નથી. એક પ્રેમને વધારે મજબૂત બનાવવામાં ફિઝિકલ રીલેશન પણ મહત્વનું રહે છે.

નાની નાની ભૂલો કાઢવી

image source

સમય સમયે પોતાના પાર્ટનરના વખાણ કરવાથી પણ સંબંધો મજબૂત બને છે. કેટલાક લોકો પાર્ટનરના વખાણ કરતા નથી. આ તો ઠીક પણ સાથે જ તેની નાની ભૂલોને લઈને તેને સતત ટોકતા રહે છે. તેના કારણે એક સમય બાદ તમારા સાથી તમારા સંબંધમાં એક અકળામણ અનુભવે છે. આ કારણે પણ તમારો સંબંધ તૂટે છે.

ઓવર રિએક્શન

image source

તમારા પાર્ટનરની નાની વાતો પર અકળાઈ જવું, રૂઠી જવું વગેરે પણ સંબંધ તૂટવાનું કારણ બને છે. અનેક વાર કપલ્સ એકમેકની નાની વાતોથી અકળાઈને બ્રેકઅપ કરી બેસે છે. આ માટે સંબંધોને બનાવી રાખવા માટે એક મેકથી રૂઠવું એ યોગ્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!