કાળઝાળ ગરમીમાં આ ખેડૂતે અજમાવ્યો ખાસ ઉપાય, કર્યું એવું કે હવે મળી રહી છે એસી જેવી ઠંડી હવા

દેશભરમાં ક્યાંક ક્યાંક વરસાદની સીઝન ચાલુ થઈ છે તો ક્યાંક ગરમી તેનું રૌદ્ર રૂપ વરસાવી રહી છે. આ સમયે અનેક લોકો હવે તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે રણ વિસ્તારોમાં ગરમીના કારણે પારો 45 ડિગ્રીથી પણ ઉપર જાય છે ત્યારે લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. આ સમયે લોકો અનેક જુગાડ કરતા જોવા મળે છે.સોશ્યલ મીડિયા પર તમે અનેક નુસખાના વીડિયો જોતા જ હશો પરંતુ આ સિવાય એક ખેડૂતે એક ખઆસ ઉપાય અજમાવ્યો છે જે જાણીને તમને ખરેખર નવાઈ લાગશે.

ગરમીથી રાહત મેળવવા માટે રતનસિંહ રાજપુરોહિતે કર્યું આ કામ

એક જુગાડના ભાગ રૂપે મહાબારના રતનસિંહ રાજપુરોહિતે ખાસ કામ કર્યું છે. રતનસિંહે પોતાના ખેતરમાં એક ઝાડ પર પોતાના માટે ઝૂંપડી બનાવી લીધી છે. બાડમેરના જેસલમેરમાં સામાન્ય રીતે વધારે ગરમી પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે ત્યારે રતનસિંહની આ ઝૂંપડી તેને એસી જેવી ઠંડી હવાનો અહેસાસ કરાવે ચે.

ગરમીથી રાહત મેળવવા રતનસિંહ કરે છે આવું

અનેક વાર તેઓ ગરમીથી રાહત મેળવવા માટે તેમણે બનાવેલી આ ઝૂંપડીમાં જ રોકાઈ જાય છે. તેઓએ યૂટ્યૂબની મદદથી માહિતી લીધી અને જાતે જ 2 મહિના પહેલા આ ગરમીથી બચાવતી ઝૂંપડી પોતાના માટે તૈયાર કરી હતી. ખાસ કરીને બાડમેર જિલ્લામાં ગરમીની સીઝનમાં 48 ડિગ્રી સુધી તાપમાન જાય છે ત્યારે તેની સાથે રહેવાનું મુશ્કેલ બને છે.

આ સમયે ગરમીમાં આઝાડ પર બનેલી ઝૂંપડીમાં બેસી જાો છો તો તમારે પંખાની જરૂર પણ રહેતી નથી અને સાથે જ તમે એસી જેવી હવા અનુભવો છો. આ ઝૂંપડીની ખાસિયતની વાત કરીએ તો તેમાં 3 લોકો આરામથી સૂઈ શકે છે અને એકસાથે 6 લોકો તેમાં બેસી પણ શકે છે. ઝૂંપડી ઝાડ પર બનાવાઈ છે અને તેના સુધી પહોંચવા માટે લાકડાની સીડીનો ઉપયોગ કરાય છે.

રતન સિંહ કહે છે કે એકવાર હું ગરમીથી બચવાના ઉપાયો ગૂગલ પર શોધી રહ્યો હતો ત્યારે મને આવી ઝાડ પર બનેલી ઝૂંપડી જોવા મળી. બસ પછી શું. મે નક્કી કર્યું કે આવી ઝૂંપડી તો આપણે પણ બનાવી શકીએ અને મેં 2 મહિના પહેલા જ તેને તૈયાર કરી છે.

તેઓ વધુમાં કહે છે કે તેમને આ ઝૂંપડી બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો છે અને સાથે લગભગ ચીજવસ્તુઓ માટે 30 હજાર રૂપિયાનો ખર્ચ પણ થયો છે. જ્યારે વધારે ગરમી લાગે ત્યારે હું અને પરિવાર આ ઝૂંપડીનો ઉપયોગ કરીએ છીએ અને પંખા કે એસી વિના ઠંડી હવાનો આનંદ માણીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong