નહી પડે મોંઘી દવાઓની જરૂર, નિયમિત પીવો એક કપ દાડમની છાલથી બનેલી આ ચા, બનાવો આ રીતે ઘરે

મિત્રો, દાડમની ગણતરી તેમના ગુણોને કારણે સુપરફૂડમાં થાય છે. તે ઘણા રોગોને દૂર કરવા માટેનો રામબાણ ઇલાજ છે અને તેના વિશે બધા જાણે છે. તે એનિમિયાથી લઈને ત્વચા સુધીની સમસ્યાઓમા રાહત આપે છે કારણકે, તેમા પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, ઝિંક, પોટેશિયમ, આયર્ન અને ઓમેગા-૬ સમાવિષ્ટ હોય છે. તે તમને ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભો આપે છે.

image source

અત્યાર સુધી તમે ફક્ત દાડમના દાણા, દાડમનો રસ ખાધો હશે, પરંતુ શું તમે ક્યારેય દાડમની છાલની ચા વિશે સાંભળ્યું છે? દાડમના દાણાની જેમ તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે. તેની છાલમાંથી બનેલી ચા ત્વચા સાથે સંકળાયેલ ઘણી સમસ્યાઓને દૂર કરવામા મદદ કરે છે ફક્ત એટલુ જ નહી પરંતુ, તમારા હૃદયની સંપૂર્ણ સંભાળ પણ લે છે.

image source

આ ઉપરાંત આ ચા તમને કેન્સર જેવી સમસ્યાથી બચાવવામા પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ ફળની છાલમા પુષ્કળ માત્રામા એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ખનિજો હોય છે, જે તમને અનેક પ્રકારના ગંભીર રોગોથી દૂર રાખે છે. જો તમે દાડમની છાલથી બનેલી ચા બનાવવાની પદ્ધતિ અને તેના ફાયદા વિશે જાણતા નથી, તો આજે આ લેખમા અમે તમને જણાવીશુ.

image source

દાડમની છાલની ચા બનાવવાની ખૂબ જ સરળ રેસીપી છે. આ માટે સૌપ્રથમ દાડમની છાલને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેમને સૂકવી લો. તે સારી રીતે સુકાઈ જાય એટલે તેને મિક્સરની મદદથી બ્લેન્ડ કરી પાવડર તૈયાર કરી લો. આ પાવડરને એક સારા એરટાઇટ પાત્રમાં એકત્રિત કરો. પછી જ્યારે પણ તમારે દાડમની છાલની ચા બનાવવાની હોય ત્યારે સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો અને તમારા ટેસ્ટ પ્રમાણે પાવડર ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમા લીંબુનો રસ અને મધનો ઉપયોગ કરીને તેનો સ્વાદ વધારી શકો.

image source

દાડમના ફાયદાથી દરેક વ્યક્તિ વાકેફ હોય છે, પરંતુ ઓછામાં ઓછા લોકો તેના છાલના ફાયદા વિશે જાણે છે. દાડમની છાલમાંથી બનેલી ચા ઈમ્યુનીટી બુસ્ટ કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. તેમા પુષ્કળ માત્રામા પોલિફિનોલ સમાવિષ્ટ હોય છે, જે શરીરને અનેક પ્રકારના રોગોથી બચાવે છે.

image source

આ ફળની છાલમાંથી બનેલી ચામા એન્ટી-ન્યૂરોડીજનરેટિવ ગુણ સમાવિષ્ટ હોય છે. આ ચામા હાજર પેનીગ્લિન અને યુરોલિથીન અલ્ઝાઇમર જેવી ગંભીર સમસ્યાની સારવારમા અસરકારક સાબિત થાય છે. હકીકતમા, તે અલ્ઝાઇમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગની પ્રગતિને અટકાવે છે.

image source

આ ફળની ચા વજન ઘટાડવામા પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે એટલે કે જો તમે વધતા વજનથી પરેશાન છો તો તમે દરરોજ દાડમની છાલમાંથી બનેલી ચાનો ઉપયોગ કરી શકો છો. તે કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરે છે અને તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત