મુલાયમ અને ખુબસુરત સ્કિન માટે આજથી લગાવાનું શરૂ દો આ વસ્તુ, લોકો જોતા રહી જશે તમારી સામે

મિત્રો, પહેલાના સમયમા ક્રીમ અને લોશન ના હતા ત્યારે લોકો મલાઈ અને દેસી ઘી જેવી ટીપ્સથી પોતાની ત્વચાને નરમ અને હાઇડ્રેટ રાખે છે. અમે સમજી શકીએ છીએ કે, તમારા માટે ત્વચા પર ઘી લગાવવું શક્ય નથી કારણકે, કોઈને ઘીની વાસ ગમતી નથી અને બીજુ બધી જગ્યાએ શુદ્ધ ઘી પણ નથી મળતુ.

image source

પરંતુ, મલાઈ લગાવીને તમે તમારી ત્વચાને કુદરતી રીતે નરમ રાખી શકો એ તમારા હાથમાં છે. અહીં અમે તમને ત્વચા પર મલાઈ લગાવવા માટેની યોગ્ય રીત અને બીજી પરંપરાગત રીત જણાવી રહ્યા છીએ, જે તમને કોઈ ખાસ પ્રયાસ વિના દરેક સમયે ખીલેલી ત્વચા આપે છે.

image source

તમે મલાઈને સીધી ત્વચા પર લગાવી શકો છો. જો તમને તેમની સ્મેલ સારી ના લાગે તો તમે ત્વચા પર સ્કીન વ્હાઈટનીંગનો ઉપયોગ કરી શકો છો, જો તમે ઈચ્છો તો તમે ચંદનપાવડર મિક્સ કરીને તેને ત્વચા પર લગાવી શકો છો. તે તમારી ત્વચાને ખૂબ જ નરમ બનાવશે.

image source

હકીકતમા દૂધમાંથી મલાઈ તૈયાર કરવામાં આવે છે તેથી, તેમા સારી માત્રામા પ્રોટીન અને લેક્ટિક એસિડ સમાવિષ્ટ હોય છે. આ સાથે જ તેમા દૂધ કરતા પ્રાકૃતિક નરમાઇશનો ગુણતત્વ પણ વધારે હોય છે. તેથી તે ત્વચાને નરમ રાખવાનુ કામ કરે છે. મલાઈ એ તમારી ત્વચા પર કુદરતી ઉપચારકની જેમ કામ કરે છે. તે તમારી ત્વચાના કોષોને ભેજ આપે છે અને તેમાં ભેજ પણ રાખે છે. આનાથી શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં રફનેસ નથી. તેનો અર્થ એ કે તમારી ત્વચામા મૃત કોષો અને ત્વચાની તમામ સમસ્યા દૂર થાયછે.

image source

એવું કંઈ જ નથી કે, તમે માત્ર તમારા ચહેરા અને ગરદન પર જ મલાઈનો ઉપયોગ કરી શકો છો પરંતુ, તમે લોશનની જેમ આખા શરીર પર પણ મલાઈ લગાવી શકો છો. તમે તમારી જરૂરિયાત અનુસાર લીંબુના રસના થોડા ટીપાં અથવા ગુલબપાણીના થોડા ટીપા મલાઈમા મિક્સ કરી શકો છો અને તેને તમારા શરીર પર લગાવી શકો છો.

જો તમારી ત્વચા પર વધુ પડતી રફનેસ હોય તો તમે મલાઈમા ગુલબજળના થોડા ટીપા મિક્સ કરો. જો તમને તમારી ત્વચા પર ખંજવાળની સમસ્યા હોય તો તમે ક્રીમમા લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરી શકો છો. ત્યારબાદ આ મિશ્રણને તમારી ત્વચા પર લગાવો અને અડધી કલાક પછી તેને પાણીની મદદથી સાફ કરી લો. તે તમારી ત્વચા પર ખંજવાળની સમસ્યાને તુરંત દૂર કરશે.

image source

મલાઈ ઉપરાંત ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તમે બીજી પરંપરાગત રીત પણ અપનાવી શકો છો. જો તમે તમારી ત્વચા પર સરસવના તેલની માલિશ કરો છો તો તે પણ તમારી સ્કીન માટે લાભદાયી સાબિત થઇ શકે છે. નહાવાના અડધા કલાક પહેલા તેલને શરીર પર સારી રીતે લગાવી લો અને પછી ગરમ પાણીથી સ્નાન કરી લો, જેથી તમારી ત્વચા આકર્ષક બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત