જો આ આયુર્વેદિક ઉપચાર ચહેરા માટે અપનાવશો તો મોંઘીદાટ ક્રિમોને પણ ભૂલી જશો

મિત્રો, આપણામાના મોટાભાગના લોકોને ક્રીમ અને લોશન લગાવવુ એ એક કંટાળાજનક કાર્ય જેવું લાગે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમા તો ત્વચાને વારંવાર મોઇશ્ચરાઇઝ કરવાની આવશ્યકતા રહે છે પરંતુ, આ વારંવાર લોશન લગાવવુ એ આપણને આફત જેવુ લાગે છે.

image source

ત્યારે આજે આ લેખમા અમે તમને એક એવા સરળ ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અપનાવ્યા પછી તમે તમારી ત્વચા પર ક્રીમ અને લોશન લગાવવાનુ જ ભૂલી જશો એટલે કે તમારી ત્વચા પર ક્રીમ કે લોશન લગાવવાની આવશ્યકતા જ નહિ પડે કારણકે, સૂકી હવાની અસર તમારી ત્વચા પર નહી હોય. તમારી ત્વચા હાઇડ્રેટ અને નરમ પણ રહેશે.

image soucre

આ વારંવાર ક્રીમ અને લોશન લગાવવાની સમસ્યાથી બચવા માટે તમારે તમારા ઘરના રસોઈઘરમા બે વસ્તુઓની આવશ્યકતા પડશે. પહેલુ છે કેસર અને બીજુ છે મધ. આ બંનેને તમારે એકસાથે ભેળવવા પડશે, જેથી કેસર તેના ગુણધર્મોને મધમા છોડી દે. સૌથી પહેલા તો એક ચમચી મધ લો અને તેમા ચાર દાણા કેસર ઉમેરો. ત્યારબાદ એક નાના બાઉલમાં મધ ઉમેરો અને તેમાં કેસરના દાણા ઉમેરો અને આ બંનેને આંગળીની મદદથી મધમા મિક્સ કરો.

image source

ત્યારબાદ ફક્ત ૫-૭ મિનિટમા કેસરને મધમા યોગ્ય રીતે મિક્સ કરવામા આવશે તો તમે આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી શકો છો. તેને કમ સે કમ ૨૦ મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવેલુ રહેવા દો. આ દરમિયાન તમે તમારા અન્ય કામનો નિકાલ કરી શકો છો કારણકે, મધ તમારા કપડા પર કોઈપણ પ્રકારના ઝીદી દાગ લગાવતો નથી.

image source

૨૦ મિનિટ પછી તમારા ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. તમારો ચહેરો સાફ કર્યા પછી ફેસવોશનો ઉપયોગ ના કરો પરંતુ, નરમ સુતરાઉ ટુવાલથી ચહેરો લૂછી લો. ત્યારબાદ જો તમારા ચહેરા પર રોઝવોટર લગાવો તો તે ખુબ જ સારું રહેશે કારણકે, તે તમારી ત્વચાનુ ટોનીંગ સુધારશે અને તે તમારી ત્વચા સુંદર અને આકર્ષક બનાવશે.

image source

કેસરમા પુષ્કળ માત્રામા વિટામીન-એ જોવા મળે છે અને ત્વચાને તણાવમુક્ત રાખવા માટે આ વિટામિનની જરૂર પડે છે. કેસરના ઝીણા દાણા ખૂબ જ ઊંચા ગુણધર્મોથી સમૃદ્ધ છે. તે વિટોમિન-એ ઉપરાંત વિટોમિન-સી, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ગુણધર્મો ધરાવે છે. તેથી જ ત્વચા પર કેસર લગાવવુ જેથી, ચહેરા પર ઝીણી રેખાઓ અથવા વધતી ઉંમરનાં અન્ય ચિહ્નો પર દેખાતું નથી. મધ ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. તે કુદરતી મોઇશચરરાઇઝર છે. તે તમને ક્રીમ અને લોશનથી રાહત આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત