18+ વયના લોકો માટે વેક્સિનેશનની પ્રોસેસ: આ રીતે રજિસ્ટ્રેશન કરાવીને તમે ગમતા સેન્ટર પર તમારા સમયે લઇ શકશો રસી

રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, સાથે સરકારી સેન્ટરોમાં વિનામૂલ્યે આ રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશીલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એવામાં ટેસ્ટની લાઈનમાં ના ઉભા રહેવું પડે એટલા માટે 1લી મેથી વેક્સિન લેવાની લાઈનમાં ખાસ ઉભા રહેજો.

image source

18 વર્ષથી વધુ વયનાં તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે. વેક્સિનના રજિસ્ટ્રેશન માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો.

  • 1) https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
  • 2) તમારો મોબાઈલ નંબર આપીને ‘ગેટ OTP’ પર ક્લિક કરો.
  • 3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
  • 4) OTP સબમિટ કરતાં જ નવું પેજ ખૂલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

    image source
  • 5) ફોટો આઇડી માટે આધાર કાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
  • 6) એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
  • 7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
  • 8) ત્યાર બાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  • 9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ વેક્સિન લેવા માટે અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.

વાંચો કેટલાક એવા પ્રશ્નોના જવાબ જે જાણવા જરૂરી છે

Q. રસી કોણ અને કેવી રીતે લઈ શકશે? શું અપોઇન્ટમેન્ટ લેવી પડશે?

image source

– 1લી મેથી 18થી 44 વર્ષની કોઈપણ વ્યક્તિ રસી લઈ શકશે. આ માટે કોવિન વેબ પોર્ટલ કે આરોગ્ય સેતુ એપ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વેક્સિન માટે અપોઇન્ટમેન્ટ લેવી પડશે, જે વેબસાઇટ પરથી જ મળશે.

Q. રસી માટેનું રજિસ્ટ્રેશન ક્યારથી કરી શકાશે?

– રજિસ્ટ્રેશનનો 28 એપ્રિલથી પ્રારંભ થશે.

Q. શું વેક્સિનેશન કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરી શકાશે?

– ના, કેન્દ્ર પર રજિસ્ટ્રેશન નહીં થાય. ઑનલાઇન જ કરાવવાનું રહેશે.

Q. ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું રહેશે?

– કોવિન વેબ પોર્ટલ કે આરોગ્ય સેતુ એપ પર ઓટીપી જનરેટ કરીને સરળ સ્ટેપમાં રજિસ્ટ્રેશન કરી શકાશે.

Q. વેક્સિન માટે કયા દસ્તાવેજી પુરાવા જોઈશે?

image source

– વેક્સિન મેળવવા માટે આધાર, પાનકાર્ડ જેવા દસ્તાવેજ માન્ય ગણાય છે. એ સાથે રાખી શકાશે.

Q. શું ખાનગી હોસ્પિટલમાંથી રસી લેવા માટે પણ રજિસ્ટ્રેશન રહેશે?

– હા, ખાનગી હોસ્પિટલ દ્વારા રસી લેવા માટે પણ રજિસ્ટ્રેશન જરૂરી છે.

Q. રસીકરણ કેન્દ્રો દ્વારા કઈ બાબતોની કાળજી રખાશે?

– કેન્દ્રોને વેક્સિનેશનનો રેકોર્ડ રાખવો પડશે. ડિજિટલ વેક્સિનેશન સર્ટિફિકેટ આપવું પડશે. કોવિડ કેર સેન્ટર પર પર્યાપ્ત કોલ્ડ ચેન ઉપકરણ અને ક્ષમતા હોવી જોઇએ. પર્યાપ્ત જગ્યા, વેઈટિંગ એરિયા હોવો જોઈએ.

Q. શું વેક્સિનના સ્ટોક, ડોઝની સંખ્યા વિશે જાણકારી અપાશે?

– કોવિડ વેક્સિન સેન્ટરે કોવિન પર વેક્સિનના પ્રકાર, સ્ટૉક અને કિંમતની માહિતી આપવી પડશે.

image source

વેક્સિનેશન કેન્દ્રો માટે આ વ્યવસ્થા જરૂરી રહેશે

  • તમામ સરકારી-ખાનગી વેક્સિનેશન કેન્દ્રોનું કોવિન એપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
  • કેન્દ્રોને વેક્સિનેશનનો રેકોર્ડ રાખવો પડશે. ડિજિટલ વેક્સિનેશન સર્ટિફિકેટ આપવું પડશે.
  • સેન્ટર પર કોલ્ડ ચેન ઉપકરણ હોવું જોઇએ.
  • પર્યાપ્ત જગ્યા, વેઈટિંગ એરિયા હોવો જોઈએ.
  • વેક્સિન આપનારા પ્રશિક્ષિત લોકોની પર્યાપ્ત સંખ્યા હોવી જોઈએ.
  • કોવિડ વેક્સિન સેન્ટરે કોવિન પર વેક્સિનનાં પ્રકાર, સ્ટૉક અને કિંમતની માહિતી આપવી પડશે.
  • રૂપાણી સરકારે રસીકરણ માટે 1.50 લાખ ડોઝની વ્યવસ્થા કરી
image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટ પણે જણાવ્યુ કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!