આ છે ગુજરાતનો અસલી ડોક્ટર, પિતાનું કોરોનાથી મોત થયાં બાદ સુરતના ધર્મેશે રડતાં-રડતાં ચાર દર્દીનો જીવ બચાવ્યો

હાલમાં કોરોનાને લઈ ગુજરાતમાં એવા એવા કરુણ કિસ્સાઓ સામે આવે છે કે સાંભળીને રડવું આવી જાય છે. આ પહેલાં પણ આપણે અનેક કિસ્સાઓ સાંભળ્યા છે. ત્યારે હવે જે કિસ્સો સામે આવ્યો છે એ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. કારણ કે સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગના ડો.ધર્મેશ ચૌહાણને ફરજ દરમિયાન પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હોવા છતાં 10 કલાક સુધી ચાર ક્રિટિકલ દર્દીની સારવાર કરી હતી અને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

બન્યું એવું કે જ્યારે આઇસીયુ વોર્ડમાં દાખલ પિતાની સારવાર પણ ડો.ધર્મેશ જ કરી રહ્યા હતા. ફરજ પૂરી કર્યા બાદ તેમણે પિતાની અંતિમ વિધિ કરી હતી અને હવે ધર્મેશના આ કામની વાતો ચારેકોર થવા લાગી છે. જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો ડૉ. ધર્મેશ ચૌહાણે જણાવ્યું હતું કે સુરત જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં છેલ્લાં ત્રણ વર્ષથી સેવા આપી રહ્યો છું. મારા પિતાજી છગનભાઈ ચૌહાણ 58 વર્ષના હતા, તેમને કોરોના થતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતાં. મારા ઘરે મારા ભાઈ, તેમનાં પત્ની અને તેમનો દીકરો પણ કોરોનાગ્રસ્ત થયાં હતાં. તમામ દર્દીઓની સાથે સાથે પિતાજીની સારવાર કરી રહ્યો હતો.

ધર્મેશ પોતાની વાત આગળ વધારતા કહે છે કે મારા જે સંબંધીઓ બીમાર થતા હતા તેમના પણ મારી પર ફોન આવતા હતા. 21મી એપ્રિલના રોજ રાત્રે 10:30 વાગ્યે પિતાજીનું અવસાન થયુ. એ સમયે મેં વિચાર્યું હતું કે હું પિતાજીનો જીવ ન બચાવી શક્યો, પરંતુ અન્ય દર્દીઓની તો મારે સારવાર કરવી જ જોઈએ, જેથી મેં કંઈપણ વિચાર કર્યા વગર દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યુ. આ વાતને જો સરદાર પટેલ સાથે સીધી સરખાવવી હોય તો પણ આપણે સરખાવી શકીએ. કારણ કે તેઓ પણ જ્યારે કોર્ટમાં કેસ લડવા જતાં હતા ત્યારે જ તેમની પત્નીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા, તેમ છતાં તેઓએ પોતાની ફરજ પુરી કરી હતી.

image source

ધર્મેશ આગળ વાત કરતાં જણાવે છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ચાર દર્દીની તબિયત એકદમ ખરાબ હતી. રડતાં રડતાં જ મેં દર્દીઓની સારવાર શરૂ કરી હતી. સવાર આઠ વાગ્યા સુધી સારવાર કર્યા બાદ પિતાજીની અંતિમવિધિ કરી હતી. આજે એ ચારેય દર્દીની હાલત સ્ટેબલ છે અને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ધર્મેશની આ વાતો અને આ કામના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે. લોકો ઉદારતાને વખાણી રહ્યા છે અને ગર્વ લઈ રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર દિવસે ને દિવસે ખતરનાક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3 લાખ 54 હજાર 533 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી. વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસનો આ આંક સૌથી વધુ છે. આ દરમિયાન 2,806 લોકોનાં મોત થયાં. રાહતની વાત છે કે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 2 લાખ 18 હજાર 561 લોકો સાજા થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!