રિસર્ચ: ‘O’ બ્લડ ગ્રુપના લોકોમાં સંક્રમણનું જોખમ ઓછું, જ્યારે આ બ્લડ સમૂહવાળા લોકોમાં વધારે, જાણો અને ખાસ રાખો ધ્યાન

બીજી તરફ, ભારતમાં સીએસઆઇઆર દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આ માત્ર અવલોકન જ છે અને હજુ તેમાં વધુ સંશોધનની જરૂર છે. જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટેડ બાયોલોજીના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના નિયામક અને સર્વેક્ષણના લેખક અનુરાગ અગ્રવાલે કહ્યું કે, ‘ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શાકાહારી, ધૂમ્રપાન અને ઓછી કોવિડ-19 સેરો-પોઝિટિવિટી વચ્ચેના સંબંધની માત્ર રજૂઆત જ કરવામાં આવે છે.’

દેશમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને યુપી સહિત દરેક રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના ઇન્ફેક્શન (કોવિડ 19) ના કેસો નોંધાયા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો મરી પણ રહ્યાં છે. દરમિયાન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) એ તાજેતરમાં જ એક અભ્યાસ અહેવાલ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારાઓ, શાકાહારીઓ અને બ્લડ ગ્રુપ ‘ઓ’ ધરાવતા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની સંભાવના ઓછી છે. સર્વોચ્ચ સંશોધન સંસ્થાના એક સર્વે અનુસાર ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓમાં ઓછી સેરો-પોઝિટિવિટી જોવા મળી હતી, જ્યારે બ્લડ ગ્રુપ ‘O’થી કોરોના વાયરસ થવાની સંભાવના ઓછી છે.

‘O’ બ્લડ ગ્રુપવાળા લોકો સંક્રમણ પ્રત્યે ઓછા સંવેદનશીલ

સીરો સરવેના રિપોર્ટમાં જણાયું હતું કે 10,427 લોકોમાંથી 1058 (10.14%)માં એન્ટિબોડી હતા. આઈજીઆઈબીમાં વરિષ્ઠ વિજ્ઞાની તથા રિસર્ચના સહ-લેખક શાંતનુ સેનગુપ્તાએ કહ્યું હતું કે નમૂનામાંથી 346 સીરો પોઝિટિવ લોકોની 3 મહિના પછી કરેલી તપાસમાં જાણ થઈ કે તેમનામાં કોરોના સામે લડનારા એન્ટિબોડીનો સ્તર સ્થિરથી લઈને વધારે હતો, પણ વાયરસને નિષ્ક્રિય કરનારા પ્લાઝ્માની પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો. તેમણે કહ્યું હતું કે 35 વ્યક્તિના છ મહિનામાં ફરીવાર નમૂના લેવા પર એન્ટિબોડીનો સ્તર ત્રણ મહિનાની તુલનાએ ઘટ્યો, જોકે નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીનો સ્તર સ્થિર દેખાયો હતો. જોકે સામાન્ય એન્ટિબોડીની સાથે નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીનો સ્તર જરૂર કરતાં વધારે હતો. ‘ઓ’ બ્લડ ગ્રુપવાળા લોકો સંક્રમણ પ્રત્યે ઓછા સંવેદનશીલ હોઈ શકે છે. જોકે ‘બી’ અને ‘એબી’ બ્લડ સમૂહવાળા લોકો વધારે જોખમમાં હોઈ શકે છે.

કોરોના સામે લડવામાં મહિલાઓ મજબૂત

મહારાષ્ટ્રમાં બૃહદ મુંબઈ નગર નિગમ(બીએમસી)એ મુંબઈમાં ત્રીજી વખત સીરો સરવે કરાવ્યો છે. એમાં જાણ થઈ કે પુરુષોની તુલનાએ મહિલાઓમાં કોરોના સામે લડવા માટે વધારે એન્ટિબોડી છે. સરવેમાં કુલ 10,197 લોકોની તપાસ કરાઇ. પુરુષોમાં 35.02% અને મહિલાઓમાં 37.12% એન્ટિબોડી મળી આવ્યા હતા. બીએમસીએ જુલાઇ 2020માં પહેલો અને ઓગસ્ટ 2020માં બીજો સરવે કરાવ્યો હતો.

‘બી’ અને ‘એબી’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે જોખમ

સીએસઆઈઆર દ્વારા તેની લગભગ 40 સંસ્થાઓમાં કરાયેલા સીએસઓ સર્વે અનુસાર ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓની સેરો પોઝિટિવિટી ઓછી હોવાનું જાણવા મળ્યું છે, જે દર્શાવે છે કે તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું હોઈ શકે છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ ‘ઓ’ ધરાવતા લોકોને ચેપ લાગવાની સંભાવના ઓછી હોય છે, જ્યારે ‘બી’ અને ‘એબી’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે જોખમ હોઈ શકે છે. તમને જણાવી દઇએ કે, રક્ત પરીક્ષણમાં પ્રતિરક્ષા માટેના સેરો-પોઝિટિવિટિનો અર્થ સકારાત્મક પરિણામો છે. CSIR એ કોરોના વાયરસ પ્રત્યે એન્ટિબોડિની હાજરીનું વૈશ્વિક મૂલ્યાંકન કરવા માટે પોતાની પ્રયોગશાળાઓ અથવા તો સંસ્થાઓમાં કામ કરવા માટે 10,427 યુવાનો અને તેના પરિવારના સભ્યોના સ્વૈચ્છિક આધાર પર નમૂના લીધાં. સીએસઆઈઆર-ઇન્સ્ટિટ્યુટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇંટીગ્રેટિવ બાયોલોજી (IGIB) દ્વારા સંચાલિત અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, 10,427 વ્યક્તિઓમાંથી 1,058 (10.14 ટકા) માં એસએઆરએસ-સીઓવી -2 વાયરસ પ્રતિ એન્ટિબોડી હતી. આઇજીઆઈબીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અધ્યયનના સહ-લેખક શાંતનુ સેનગુપ્તાએ કહ્યું કે નમૂનાઓમાંથી 346 સીરો પોઝિટિવ વ્યક્તિઓની ત્રણ મહીના બાદ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે, તેમાં એસએઆરએસ-સીઓવી -2 પ્રત્યે એન્ટિબોડી સ્તર સ્થિરતાથી લઇને વધારે હતું પરંતુ વાયરસને બેઅસર કરવા માટે પ્લાઝમા ગતિવિધામાં ઘટાડો જોવા મળ્યો.

કોવિડ 19ની શ્વસન સંબંઘી બીમારી હોવા છતાં ધૂમ્રપાન બચાવકારક હોઇ શકે છે

તેઓએ જણાવ્યું કે, ’35 વ્યક્તિઓનું છ મહીનામાં બીજી વાર નમૂના લેવા પર એન્ટિબોડીના સ્તરમાં ત્રણ મહીનાની તુલનામાં ઘટાડો આવ્યો જ્યારે બેઅસર કરનાર એન્ટિબોડીનું સ્તર સ્થિર જોવા મળ્યું. જો કે, સામાન્ય એન્ટિબોડીની સાથે જ બેઅસર કરનાર એન્ટિબોડીનું સ્તર જરૂરિયાતથી વધારે હતું. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, અમારું નિષ્કર્ષ છે કે, ધૂમ્રપાન કરનારાઓ સીરો પોઝિટિવ થવાની સંભાવના ઓછી છે, સામાન્ય વસ્તીનો આ પ્રથમ રિપોર્ટ છે અને તેનો પુરાવો છે કે, કોવિડ 19ની શ્વસન સંબંઘી બીમારી હોવા છતાં ધૂમ્રપાન બચાવકારક હોઇ શકે છે.

અમેરિકામાં 7000થી વધુ કોરોના પોઝિટિવમાંથી ફક્ત 1.3 ટકા લોકો જ સિગારેટ પીનારા

image source

આ અભ્યાસમાં ફ્રાંસના બે અભ્યાસો અને ઇટાલી, ન્યૂયોર્ક અને ચીનનાં આ જ પ્રકારના રિપોર્ટોના અહેવાલ આપવામાં આવ્યાં છે કે જેમાં ધૂમ્રપાન કરનારાઓમાં સંક્રમણનો દર ઓછો હોવાના અહેવાલ છે. તમને જણાવી દઇએ કે, અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ પણ તાજેતરના સંશોધનમાં એવો દાવો કર્યો હતો કે, તેણે અમેરિકામાં 7000 થી વધુ કોરોના પોઝિટિવ લોકોનો અભ્યાસ કર્યો છે. જેમાંથી, ફક્ત 1.3 ટકા લોકો જ સિગારેટ પીતા હોવાનું બહાર આવ્યું છે. તે જ સમયે, યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનકારોએ બ્રિટન, ચીન, ફ્રાન્સ અને અમેરિકાના લગભગ 28 સંશોધન પત્રોનો પણ અભ્યાસ કર્યો છે. એમાં પણ તેઓએ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિતોમાંથી સિગારેટ પીનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!