2021માં કોરોનાની ત્રીજી લહેરની આશંકા, જલદી જાણી લો આ વિશે શું કરી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

નાગરિકોને રસી લગાવીને સતત ત્રીજી લહેરના પ્રભાવને ઓછો કરવાની શક્યતાઓ પર ચર્ચા શરુ થઈ ગઈ છે.

  • -ત્રીજી લહેર કરતા બીજી લહેર વધારે ઘાતક તો નથી ને?
  • -વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને ચિંતિત છે કેમ કે,
  • -૧૫-૨૦% નાગરિકોને જ બંને ડોઝ લાગી ગયા પછી ઝડપમાં ઘટાડો આવી શકે છે.

ત્રીજી લહેર બીજી કરતા વધારે ઘાતક તો નથી ને?

image source

મહત્વનો પ્રશ્ન એ છે કે, ક્યાંક ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે ઘાતક તો નથી ને? તેમજ ત્રીજી લહેરનો સામનો કરવા માટે દેશ કેટલી હદ સુધી તૈયાર થઈ શકે તેમ છે. આટલી મોટી જનસંખ્યાને રસી લગાવીન સતત ત્રીજી લહેરના પ્રભાવમાં ઘટાડો કરવાની શક્યતાઓ પર ચર્ચા થવાની શરુઆત થઈ ગઈ છે.

વિશ્વના વૈજ્ઞાનિકો આ બાબતે ચિંતિત છે.

image source

સીએસઆઈઆરના મહાનિર્દેશક ડૉ. શેખર માંડેએ કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર વિશેની આશંકાને યોગ્ય જણાવતા કહ્યું છે કે, વિશ્વના વૈજ્ઞાનિકો આ બાબતને લઈને ચિંતિત છે. ડૉ. શેખર માંડેનું કહેવું છે કે, ત્રીજી લહેરને સ્પેનીશ ફ્લુ જેટલું ઘાતક થતા અટકાવી શકાય તેમ છે. કોરોના વાયરસની રસી કોરોના વાયરસની વિરુદ્ધ અસરદાર હથિયાર સાબિત થઈ શકે છે.

image source

કોરોના વાયરસની રસીના ઉત્પાદનની મર્યાદા અને ભારત સહિત વિશ્વના તમામ વ્યક્તિઓને જલ્દીથી જલ્દી રસી ઉપલબ્ધ કરાવવાને લઈને ડૉ. આશ્વસ્ત છે. ડૉ. શેખર માંડેના જણાવ્યા મુજબ તમામ રસી મળીને આખી દુનિયાને રસીના ડોઝ પૂરી પાડી શકે તે માટે સક્ષમ છે.

૧૫-૨૦% જનસંખ્યાને કોરોના વાયરસ રસીના બંને ડોઝ લગાવી દીધા બાદ ઝડપમાં સ્થિતતા આવી શકે છે.

image source

એસબીઆઈના હાલના ઇકોરેપ રીપોર્ટમાં ડૉ. શેખરના આ દાવાને સમર્થન કરવામાં આવ્યું છે. આ રીપોર્ટમાં વિશ્વના અલગ અલગ દેશોમાં રસીકરણના અનુભવોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વના કોઈપણ દેશમાં ૧૫-૨૦% નાગરિકોને કોરોના વાયરસ રસીના બંને ડોઝ લગાવી દીધા પછી જ કોરોના વાયરસના સંક્રમણમાં સ્થિતતા આવી શકે છે. ભારત દેશની અત્યારની પરિસ્થિતિ અને ભવિષ્યની તૈયારીઓને ધ્યાનમાં રાખતા એસબીઆઈએ ઓક્ટોબર મહિના સુધીમાં દેશમાં અંદાજીત ૧૦૫ ડોઝ કોરોના વાયરસની રસીના ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલા ડોઝના જથ્થાથી ભારત દેશમાં ૧૫% નાગરિકોને બંને ડોઝ, જયારે ૬૩% નાગરિકોને રસીનો પહેલો ડોઝ લગાવી દેવામાં આવ્યો હશે. એટલે કે, ૭૦% નાગરિકો સુરક્ષિત થઈ ગયા હશે.

કોરોના વાયરસની રસી ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

image source

ઘણા બધા એક્સપર્ટની એવું માનવું છે કે, ૩ મહિનાના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૩૦% વસ્તીને કોરોના વાયરસની રસીના બંને ડોઝ લગાવી દેવામાં આવ્યા હોય તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે. નેશનલ એક્સપર્ટ ગ્રુપનું આ વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફાર કોવિડ-19 (નેગવૈક)ના સભ્ય ડૉ. એન કે અરોડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણની પહેલી લહેરનો પીક મહિનો સપ્ટેમ્બરમાં આવ્યો હતી ત્યાર બાદ ૪ મહિના પછી કેસમાં ઘટાડો જોવા મળ્યો અને બીજી લહેરની શરુઆત ફેબ્રુઆરી મહિનાથી શરુ થઈ છે એટલા માટે મે મહિનામાં કોરોના વાયરસ પીક સુધી પહોચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યાર બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવશે અને ફરીથી ત્રીજી લહેરની શરુઆત થઈ જશે. કોરોના વાયરસની ત્રીજી લહેરને પીક પર આવતા ૨ થી ૩ મહિના લાગશે. આમ આવી રીતે ઓક્ટોબર મહિનામાં કે પછી નવેમ્બર મહિનામાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરુઆત થઈ શકે છે. જો કે, કોરોના વાયરસની રસી ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!