ઉનાળામાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ , જાણો ત્યાંના ફરવાલાયક સ્થળો વિશે અને કરો વિકેન્ડ એન્જોય

લગભગ કોઈ એવો વ્યક્તિ નહિ હોય જેને હરવા ફરવાનો શોખ ન હોય. લોકો ફરવા માટે યોગ્ય સમયની શોધમાં રહે છે કે જ્યારે ફરવા માટે સારી જગ્યાએ જઈ શકે અને ત્યાં વિકેન્ડ મનાવી શકે. પરંતુ જ્યારે વાત ફરવાલાયક જગ્યાની આવે તો અલગ અલગ વ્યક્તિની પસંદ અલગ અલગ હોય છે. પરંતુ જો તમે ઉનાળાની સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમારા માટે રાજસ્થાનનું ભરતપુર એક સારું સ્થાન છે. અહીં તમને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ મળી શકશે. તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે ત્યાં શું શું ફરવાલાયક છે જ્યાં મિત્રો અને પરિવાર સાથે ફરી શકાય તેના વિશે જાણીએ.

બર્ડ સેન્ચુરી

image source

અસલમાં જો તમે દિલ્હીથી ભરતપુર જતા હોય તો અહીં પહોંચવા માટેનું અંતર 220 કિલોમીટરનું છે. જે અંતર કાપતા ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. બર્ડ સેન્ચુરી પહોંચ્યા બાદ તમે અહીં થાક ઉતરી જાય તેવા દ્રશ્યો નિહાળી શકો છો. અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાનનો છે એ સમયે અહીં 400 થી 450 પ્રજાતિઓના પ્રવાસી પક્ષીઓ પણ નિહાળી શકાય છે. જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો અહીં તમને મન ભરીને તમારો શોખ પૂરો કરવાનો સમય અને મોકો મળશે.

જગ મહેલ ડિગ

image source

ભરતપુરમાં તમે જગ મહેલ ડિગ પણ ફરવા જઈ શકો છો. રાજસ્થાનથી અહીંનું અંતર લગભગ 32 કિલોમીટરનું છે. એવું કહેવાય છે કે 1772 માં તેનું નિર્માણ ભરતપૂરના શાસક સૂરજમલે કરાવ્યું હતું. એટલા માટે અહીં ઘણી ખરી પ્રાચીન ચીજવસ્તુઓ પણ જોવા મળે છે જેને નિહાળીને તમને અહીંના ઇતિહાસનો અનુભવ થાય. આ જગ્યાની બધી બાજુ ગોપાલ તળાવ છે. આ તળાવ વિશે એવું કહેવાય છે કે તેનું નિર્માણ દુશમનોથી બચવા માટે કરાયું હતું.

લોહાગઢ કિલ્લો

image source

લોહાગઢ કિલ્લો ફરવા માટેની એક સારી જગ્યા છે. આ કિલ્લો રાજસ્થાનના ભરતપુર શહેરમાં સ્થિત છે અને તે શહેરનો પ્રમુખ કિલ્લો છે. કિલ્લો ઘણો મજબૂત છે અને તેના કારણે જ તેનું નામ મજબૂત ધાતુ લોખંડ પરથી લોહ એટલે કે લોહાગઢ કિલ્લો પડ્યું છે. આ કિલ્લા વિશે એવું કહેવાય છે કે મુગલ અને અંગ્રેજોએ આ કિલ્લો તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા. કિલ્લાના પરિસરમાં અનેક સંરચનાઓ છે જે જીતના પ્રતીક રૂપે બનાવવામાં આવી હતી. દર વર્ષે આ કિલ્લાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

સરકારી સંગ્રહાલય

image source

ભરતપુરમાં સ્થિત સરકારી સંગ્રહાલય અહીં આવનારા પ્રવાસીઓ માટે એક પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર છે. 1944 માં આ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં એક આર્ટ ગેલેરી પણ છે. અહીં શિલાલેખ, ધાતુની ચીજવસ્તુઓ, સિક્કા, લઘુ ચિત્રો, સ્થાનીય કળા, હથિયાર વગેરે વસ્તુઓ રાખવામાં આવી છે. આ બધી ચીજવસ્તુઓ અહીંના ઇતિહાસ અને શિલ્પકળાનું પ્રતીક છે. આ જગ્યા પર્યટકોમાં લોકપ્રિય જગ્યાઓ પૈકી એક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!