શું તમે કોરોના પોઝિટિવ છો? હવે કૂતરો વ્યક્તિને સૂંઘીને કહેશે કે તમે કોરોના પોઝીટીવ છો કે નહી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. દેશના તમામ રાજ્યોમાં કોરોનાનો કેર વર્તાય રહ્યો છે. રોજ દરેક રાજ્યોમાંથી હજારની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં એવા અનેક લોકો છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે. લંડન સ્કૂલ ઓફ હાઇજીન કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે બ્રિટનની એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે હવે શ્વાન સૂંઘીને જણાવશે કે તમને કોરોના છે કે નહી. એન્ડ ટ્રાપિકલ મેડિસીન અને અન્ય એક યુનિવર્સિટીએ સાથે મળીને એક રિસર્ચ કર્યુ છે જેમાં બહાર આવ્યું છે કે કોરોનાને શ્વાન સુંઘીને શોધી લેશે.

image source

આ સ્ટડીમાં દરેક પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યુ છે અને શ્વાનઓને માર્ગદર્શન, ગંધ વિશ્લેષણ અને મોડલિંગનો સમાવેશ થાય છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્વાન આ બિમારીને 94.3 ટકા સુધી શોધી લેશે. ગયા અઠવાડીયે પ્રકાશિત રિપોર્ટ અનુસાર શ્વાન લક્ષણ વગરના વ્યક્તિઓમાં સંક્રમણ શોધવાની સાથે સાથે કોરોના વાયરસના સ્ટ્રેનમાં અંતર કરવામાં પણ સક્ષમ છે. આ સાથે કેટલુ ગંભીર સંક્રમણ છે તે વિશેની જાણકારી પણ આપશે.

image source

સ્ટડી કરનાર પ્રોફેસરે જણાવ્યું કે, નવા પ્રકારના વાયરસે દેશમાં પ્રવેશના ખતરાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યુ છે. આ પરિસ્થિતિમાં શ્વાન અગત્યની ભૂમિકા ભજવી શકે છે. તેમણે આગળ કહ્યું કે, આ અધ્યયન કરવાની જરૂર છે કે શ્વાન આ પ્રકારના રિઝલ્ટમાં ફરીથી તે જ વાતને રિપીટ કરી શકે છે કે નહી. શ્વાનની મેડિકલ ડિટેક્શન ડોગ્સની ટીમે કોવિડ 19ની ઓળખાણ કરવા માટે તેને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ દરમિયાન શરીરની ગંધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને રાષ્ટ્રીય સેવાએ માસ્ક, મોજા અને ટીશર્ટના રૂપમાં મોકલવામાં આવ્યુ હતુ.

તેમણે જણાવ્યું કે ટીમે આ પ્રક્રિયામાં 3758 નમૂનાને એકત્ર કર્યા અને તપાસ માટે 325 સંક્રમિત અને 675 મુક્ત નમુનાને મોકલ્યા હતા. તેમાંથી શ્વાન સંક્રમિત લોકોને શોધવામાં સફળ રહ્યાં હતા. દેશમાં કોવિડ-19ની મહામારીથી સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં 2969 છે અને તે પછી 1219 મરણાંક સાથે ગુજરાત બીજા નંબરે છે. તો ગુજરાત હજી પણ કોરોના વાઇરસને કારણે દેશનાં સૌથી વધુ પ્રભાવિત ચાર રાજ્યોમાં છે.

image source

કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત છે. ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના સંક્રમણ અને એનાથી થયેલાં મૃત્યુની સંખ્યામાં વિક્રમી વધારો થયો હતો. આ આંકડા સાથે ભારત કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ઇટાલીને પાછળ મૂકીને છઠ્ઠા ક્રમે આવી ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!