મોદી સરકારના 7 વર્ષ પૂરા થવા પર વાંચો તેમના એવા 7 નિર્ણયો કે જેની અસરમાંથી કોઈ ભારતીય બચી ન શક્યું

આજનો દિવસ ભાજપ માટે અને પીએમ નરેન્દ્ર મોદી માટે ખાસ છે. કારણ કે વડાપ્રધાન તરીકેના એમના 7 વર્ષ આજે પૂર્ણ થયા છે. અનેક પડકારો અને વિવાદો સાથે નાતો રાખનારા પીએમ મોદીએ સાત વર્ષમાં કંઈ કેટલા એવા નિર્ણય લીધા કે જેમની અસર આ દેશમાં બધા જ નાગરિકોને થઈ. એમાંથી કોઈ જ બાકી રહી શક્યું નહી. ત્યારે મોદી સરકારને આજે સાત વર્ષ પૂરા થઈ ગયા છે. સાત વર્ષમાં પ્રથમવાર છે કે જ્યારે જ્યારે સરકાર તરફથી આ પ્રસંગે કોઈ વિશેષ આયોજનનું એલાન કરાયું નથી. પરંતુ વાત કરીએ છે ગત સાત વર્ષની કે જેમાં મોદી સરકારે અનેક એવા નિર્ણયો લીધા છે જે ચર્ચામાં રહ્યા.

સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક

આ વાતમાં સૌથી પહેલા વાત કરીએ એ નિર્ણયની કે જ્યારે પીએમ મોદી લોકો માટે ભગવાન સાબિત થઈ ગયા હતા. આ નિર્ણય એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક. સર્જિકલ સ્ટ્રાઈક તારીખ 28 સપ્ટેમ્બર 2016માં કરી હતી અને એર સ્ટ્રાઈક 26 ફેબ્રુઆરી 2019ના દિવસે કરી હતીય ત્યારે કરોડો દેશવાસીઓમાં માત્ર મોદી મોદી મોદીના જ નારા લાગતા હતા. જો આ નિર્ણયથી શું બદલાયું એની વાત કરીએ તો આઝાદી પછી પ્રથમવાર ભારતે દુશ્મનની સરહદમાં ઘૂસીને તેને બોધપાઠ આપ્યો. ભારતનો આતંકવાદનો સામનો કરવાનો દૃષ્ટિકોણ બદલાયો.

આ વાત શા માટે આટલી ચર્ચામાં આવી હતી એવું પણ એક ખાસ કારણ હતું. જો એ કારણ તરફ આપણે વાત કરીએ તો 1971ના યુદ્ધ પછી પ્રથમવાર ભારતે આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી હતી. આઝાદી પછી ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી હતી. પ્રથમ સર્જિકલ સ્ટ્રાઈક અને પછી એર સ્ટ્રાઈકના સમયે પ્રથમવાર એવું થયું જ્યારે યુદ્ધની સ્થિતિ ન હોવા છતાં પણ આતંકી ઘટનાઓનો જવાબ આપ્યો અને બધાનો ધમાકો કરી નાંખ્યો હતો. તે સમયે ભારતની આતંકવાદ વિરુદ્ધ લડવા અંગેની છબિ મજબૂત થઈ ગઈ હતી. સમગ્ર દેશમાં અનુભવાયું કે ભારત પોતાના દુશ્મનોની ક્યાંય પણ જઈને ખતમ કરી શકે છે.

નિર્ણય નોટબંધી

જ્યારે જ્યારે આ નિર્ણય વિશે વાત કરવામાં આવે તો લોકોને તરત જ યાદ આવે છે 8 નવેમ્બર 2016. આ જ દિવસે સાંજે 8 વાગ્યે વડાપ્રધાન આવ્યા અને જાહેરાત કરી કે આજે રાતથી 500 અને 1000 રૂપિયાની નોટ નકામી થઈ જશે. તેને બેંકોમાં જમા કરવાની છૂટ મળી હતી. સરકારનું સંપૂર્ણ જોર ડિજિટલ કરન્સી વધારવા અને ડિજિટલ ઈકોનોમી બનાવવા પર શિફ્ટ થઈ ગયું હતું. વડાપ્રધાનના નિર્ણયથી એક જ ઝાટકે 85% કરન્સી કાગળમાં બદલાઈ ગઈ. બેંકોમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટ જમા થઈ શકતી હતી. સરકારે 500 અને 2000ની નવી નોટ પણ જારી કરી. જે મેળવવા માટે આખો દેશ જ એટીએમની કતારમાં લાગી ગયો.

જો કે વાત એવી છે કે નોટબંધીના 21 મહિના પછી રિઝર્વ બેંકનો રિપોર્ટ આવ્યો કે નોટબંધી દરમિયાન રિઝર્વ બેંકમાં 500 અને 1000ની જે નોટ જમા થઈ, તેની કુલ કિંમત 15.30 લાખ કરોડ રૂપિયા હતી. નોટબંધીના સમયે દેશમાં કુલ 15.41 લાખ કરોડની કિંમતની 500 અને 1000ની નોટ ચલણમાં હતી. એટલે કે રિઝર્વ બેંક પાસે 99.3% પૈસા પરત આવી ગયા. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો. 2016-17માં 1013 કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું હતું. 2017-18માં આ વધીને 2070.39 કરોડ અને 2018-19માં 3133.58 કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું. વડાપ્રધાને કાળા નાણાં, આતંકવાદ, નકલી નોટો વિરુદ્ધ તેને મોટું હથિયાર ગણાવ્યું. પરંતુ કાળા નાણાં પણ સફેદ થઈ ગયા. સ્વિસ બેંકોમાં નોટબંધી પછી ભારતીયોનાં પૈસા 50% સુધી વધી ગયા. આતંકવાદ, નક્સલવાદ અને જાલી નોટોની વિરુદ્ધ કોઈ મોટી સફળતા ન મળી. માટે આ નિર્ણયમાં મોદી સરકારનો ક્યાંક ને ક્યાંક ખોટ ગઈ એવું પણ કહી શકાય છે.

બેંકોનો વિલય

આ સાથે જ એક બેંકોને લઈ જે નિર્ણય કરવામાં આવ્યો હતો એના વિશે જો વાત કરવામાં આવે તો 1 એપ્રિલ 2020ના રોજ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમના કારણે બેંકોના વધતા NPAમાંથી રાહત મળવાની અને ગ્રાહકોને ઉત્તમ બેંન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ થવાની વાત કરવામાં આવી.10 સરકારી બેંકોનો વિલય કરીને ચાર મોટી બેંક બનાવવાનું એલાન કરવામાં આવ્યું. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંકને પંજાબ નેશનલ બેંકમાં વિલિન કરવામાં આવી. સિન્ડિકેટ બેંકને કેનેરા બેંક અને અલ્હાબાદ બેંકને ઈન્ડિયન બેંકમાં સામેલ કરાઈ. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે જોડવાનું એલાન કરવામાં આવ્યું. તેની સાથે IDBI બેંકના ખાનગીકરણને પણ સરકારે મંજૂરી આપી.

આ નિર્ણયના કારણે શું સારૂ થયું એના વિશે વાત કરીએ તો ગ્રાહકોને ઉત્તમ સુવિધા મળી રહી છે. બેંકોનો ખર્ચ ઓછો થયો. બેંકોની પ્રોડક્ટિવિટી વધી બેંકની આવક વધવામાં મદદ મળી. ટેકનોલોજીમાં વધુ રોકાણ કરવાનો મોકો મળ્યો. તો વળી ખોટું થયું એના વિશે વાત કરીએ તો નિયમ પછી ખર્ચ ઓછો કરવા માટે લોઅર લેવલના અનેક કર્મચારીઓને VRS આપવામાં આવ્યું.

એક દેશ, એક ટેક્સ

1 જુલાઈ 2017માં એક નવો ટેક્સ આવ્યો અને એનું નામ એટલે જીએસટી. દરેક રાજ્ય પોતાનો અલગ અલગ ટેક્સ વસૂલ કરતું હતું. હવે માત્ર જીએસટી વસૂલ થાય છે. અડધા ટેક્સ કેન્દ્ર સરકારને જાય છે અને અડધો રાજ્યોને. અટલ બિહારી વાજપેયીની સરકારે 2000માં સૌપ્રથમ સમગ્ર દેશમાં એક ટેક્સ લાગુ કરવાનો નિર્ણય કર્યો. બિલ બનાવવા માટે કમિટી પણ બનાવી. પરંતુ રાજ્યોને ડર હતો કે તેમને જેટલી રેવન્યુ મળી રહી છે, એટલી નહીં મળે. આ કારણથી મામલો અટકી રહ્યો. જો કે મોદી સરકાર આવતા જ 1 જુલાઈ 2017ની મધરાતથી નવી વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ અને હાલમાં આ જ ટેક્સ હેઠળ સરકાર આપણી પાસે ટેક્સ વસુલી રહી છે.

આ નિયમ પછી ટેક્સની વિસંગતતા દૂર થઈ. હવે સમગ્ર દેશમાં દરેક ચીજ પર એક જેવો ટેક્સ લાગે છે. પરંતુ રાજ્યોનાં વિરોધના કારણથી પેટ્રોલિયમ પદાર્થો અને આબકારીને જીએસટીમાંથી બહાર રખાયા. આના પર સહમતિ સાધવા સરકાર નિષ્ફળ રહી છે. રાજ્ય હજુ પણ પેટ્રોલ-ડિઝલ પર અલગ અલગ ટેક્સ વસૂલે છે. એમાં પણ હાલમાં તો ટેક્સ ખુબ જ વધી રહ્યો છે અને ઈંધણના ભાવ લોકોને રાતે પાણીએ રોવડાવી રહ્યાં છે.

ટ્રિપલ તલાક

ક્યારે લાગુ થયો 19 સપ્ટેમ્બર 2018

ટ્રિપલ તલાકની જો વાત કરવામાં આવે તો આ નિયમ 19 સપ્ટેમ્બર 2018ના રોજ લાગુ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓ સાથે ત્રણ વખત તલાક કહીને સંબંધ પૂરો કરવાની પ્રથાને ગેરકાયદે બનાવી દીધી. એવું કરનારાઓ માટે ત્રણ વર્ષની સજા પણ નક્કી કરવામાં આવી છે. સાયરા બાનો સાથે રિજવાને અહમદે લગ્નના 15 વર્ષ પછી 2016માં ત્રણ વાર તલાક કહીને સંબંધ તોડી નાખ્યો. સાયરાએ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેના પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે 22 ઓગસ્ટ 2017ના રોજ ત્રણ તલાક વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો. સરકારને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવા પણ કહ્યું. મોદી સરકારે ફેબ્રુઆરી 2018માં વટહુકમ જારી કર્યો અને 19 સપ્ટેમ્બર 2018થી અમલી માનવામાં આવ્યો અને હાલમાં આ નિયમ લાગુ પડી ગયો.

આ નિયમના કારણે કોઈ મુસ્લિમ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વખત તલાક કહીને સંબંધ પૂરો કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીની સજા ભોગવવી પડી શકે છે. ટ્રિપલ તલાકના કેસ ઘટીને 5%-10% રહી ગયા છે. જો કે કાયદામાં જોગવાઈ છે કે પરિણીત મહિલાએ ખુદ ફરિયાદ કરવી પડશે. અનેક કેસ સામે આવ્યા છે જ્યાં અભણ મહિલાઓ પતિ કે સાસરીના દબાણથી ફરિયાદ કરી શકતી નથી. તેથી આ એક લોસ પણ જઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે

કલમ-370 હટી

5 ઓગસ્ટ 2019ના રોજ આખા વિશ્વમાં કદાચ કશ્મીરી લોકોમાં ભારે ખુશીનો માહોલ હશે. કારણ કે. કેન્દ્ર સરકારે વહીવટી સંકલ્પ સાથે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ-370 હટાવી દીધી. રાજ્યને મળેલા વિશેષાધિકારને ખતમ કરી દેવાયો. જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચાયું- જમ્મુ-કાશ્મીર અને લદાખ. 1948માં જમ્મુ-કાશ્મીરના રાજા હરિ સિંહે ભારતમાં વિલય અગાઉ વિશેષાધિકારની શરત રાખી હતી. જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો હોવા છતાં પણ અલગ જ રહ્યું. રાજ્યનું પોતાનું અલગ બંધારણ બન્યું. ત્યાં ભારતમાં લાગુ અમુક જ કાયદા લાગુ થતા હતા. ભાજપા પણ લાંબા સમયથી કલમ-370 ખતમ કરવાની માગ કરી રહી હતી. અનેકવાર આ મુદ્દો અદાલતોમાં પણ ગયો, પરંતુ અવરોધ આવતા રહ્યા. મોદી સરકારના નિર્ણય પછી મોટો ફેરફાર એ થયો કે હવે ત્યાં કેન્દ્રના તમામ કાયદા લાગુ થાય છે.

આ નિયમ લાગુ કર્યા પછી જમ્મુ-કાશ્મીર ઔપચારિક રીતે ભારતનો હિસ્સો બન્યું. ભારતના તમામ કાયદા જમ્મુ-કાશ્મીર અને લદાખમાં લાગુ થયા. મનરેગા, શિક્ષણનો અધિકાર પણ લાગુ કરાયો. જો કે રાજ્યમાં રાજકીય પાર્ટીઓએ આ નિર્ણયનો સ્વીકાર ન કર્યો. નેતાઓને નજરકેદ રખાયા. ઈન્ટરનેટ સહિત સંચાર સુવિધાઓને સસ્પેન્ડ કરવી પડી. પ્રવાસન પર પણ અસર પડી. આ રીતે ઘણી મુશ્કેલી પણ વેઠવી પડી હતી.

CAA લાગુ

એ જ રીતે મોદી સરકારે 10 જાન્યુઆરી 2020ના રોજ CAA લાગુ કર્યો અને દેશમાં રહેતા મુસ્લિમો ચોંકી ગયા હતા. કારણ કે નારિકતા સંશોધન કાયદો (CAA) બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા બીનમુસ્લિમ (હિન્દુ, બૌદ્ધ, જૈન, શિખ, પારસી અને ઈસાઈ) પ્રવાસીઓને નાગરિકતા આપે છે. અગાઉ આ લોકોએ ભારતની નાગરિકતા મેળવવા માટે ભારતમાં 11 વર્ષ રહેવું પડતું હતું. નાગરિકતા સંશોધન બિલ પછી આ અવધિ 11 વર્ષથી ઘટીને 6 વર્ષ થઈ ગઈ. આ બિલ જાન્યુઆરી 2019માં લોકસભામાંથી પસાર કરી દેવાયું. રાજ્યસભામાં પાસ થતા પહેલા જ 16મી લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. લોકસભા ભંગ થવાની સાથે જ આ બિલ પણ રદ થઈ ગયું. 17મી લોકસભાની રચના પછી મોદી સરકારે નવેસરથી આ બિલ રજૂ કર્યુ. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી 10 જાન્યુઆરી, 2020ના રોજ તેને લાગુ કરી દેવાયું અને હાલમાં આ નિયમ લાગુ છે

આ નિયમને કારણે સારું શું થયું એના વિશે જો વાત કરીએ તો અનેક વર્ષોથી ગેરકાયદે ભારતમાં રહેતા લોકોને ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ આસાન થયો. જો કે સરકાર નિયમ બનાવવામાં નિષ્ફળ રહી છે. અને ખોટું થયું એના વિશે વાત કરવામાં આવે તો આ બિલનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે તેમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવાયો છે.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!