કાળમુખો કોરોના હજુ કેવા કેવા પરિવારનો ભોગ લેશે

કોરોનાની આ બીજી લહેરે હાલ વિશ્વભરમાં ફરી એકવાર હાહાકાર મચાવી મૂક્યો છે. મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યાં છે. કોરોનાથી થયેલાં મૃત્યુનાં આંકડામાં ઘણાં એવા લોકોનો સમાવેશ છે જેમનાં પરિવારના મોટા ભાગનાં લોકોનો જીવ ગયો છે. કોરોનાએ કેટલાય પરિવારને તબાહ કરી નાખ્યાં છે. આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કોરોનાએ એકબીજાનો સહારો બનીને જીવી રહેલા એક દંપત્તિને ખંડિત કર્યું છે. ગાંધીનગરનાં સિનિયર સિટીઝનની બંને કિડની ફેલ થઈ જતા પત્નીએ પોતાની એક કીડની આપીને પતિને નવજીવન આપ્યું હતું. પરંતુ કોરોનાએ ન જીવવા દીધા.

image source

મળતી માહિતી મુજબ તેઓ પેત્નીની કિડનીથી છેલ્લા 18 વર્ષથી જીવન જીવી રહ્યાં હતા. પરંતુ કોરોનાએ પતિને ઝપેટમાં લઇ અને માત્ર એક જ દિવસમાં જીવ જતાં બેસહારા બનાવી દીધાં હતાં. આ દંપત્તિ વિશે વાત કરીએ તો વર્ષ 2003માં અરવિંદભાઈ તપોધનની તબિયત નાદુરસ્ત રહેવા લાગી હતી. તેઓ ગાંધીનગરના સેક્ટર 2 ખાતે રહેતા હતાં તેવું જાણવા મળ્યું છે. આ દંપત્તિનાં નામ અરવિંદભાઈ અને શારદાબેન છે. અરવિંદ ભાઈની ઉંમર 69 વર્ષ છે અને તેમનાં પરિવારમાં પત્ની શારદાબેન તેમજ ત્રણ પુત્ર દિશાન્ત, સત્યમ અને ભાવિન છે.

image socure

તેઓ હાલમાં સરકારી કર્મચારી તરીકે નિવૃત્ત થયાં હતાં. અરવિંદભાઈનો પરિવાર ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યો હતો. તેવામાં વર્ષ 2003માં અરવિંદભાઈ તપોધનની તબિયત નાદુરસ્ત રહેવા લાગી હતી અને તબીબો પાસે નિદાન કરાવ્યા છતાં તેમની બીમારીનું ચોક્કસ કારણ જાણવા મળતું ન હતું. જાણવા મળ્યું હતું કે તેઓ 18 વર્ષથી પત્નીની કિડનીથી જીવન પસાર કરી રહ્યાં હતાં પરંતુ હવે કોરોનાથી આ દંપત્તિનો સાથ છૂટી ગયો છે.

image soucre

તેમનાં નજીકનાં લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે લાખો રૂપિયા ખર્ચીને કિડની ખરીદવા પરિવાર સક્ષમ ન હતો. આ વચ્ચે એક નિષ્ણાત તબીબ પાસે નિદાન કરાવતા તેમની બંને કિડની ફેલ થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું. અચાનક ઘરના મોભી પર આવી પડેલી આફતથી સમગ્ર પરિવાર ચિંતાતુર થઇ ગયો હતો. લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવારના મોભી માટે કિડની ખરીદી શકે તેવી સ્થિતિમાં પરિવાર ન હતો. આ સમયે પરિવારના સભ્યો એકબીજાનો સહારો બન્યાં હતા. તેમના પુત્રોએ કિડની આપવાની તૈયારી દર્શાવી હતી જેથી ઈલાજ થઈ શકે અને આર્થિક સંકડામણ પણ ન રહે. જો કે તેમનો આ ઉપાય પણ કારગર નીવડ્યો ન હતો.

image soucre

આ પછી તબીબી પરિક્ષણ દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓની કિડની મેચ થતી ન હતી. ત્યારે ધીમે ધીમે અરવિંદભાઈની શારીરિક સ્થિતિ વિકટ બનતી જતી જોવા મળી રહી હતી. આ પછી અરવિંદભાઈના પત્ની શારદાબેનએ પણ પતિને કિડની આપવાની તૈયારીઓ દર્શાવી હતી. પરંતુ તેમની ઉંમરને ધ્યાને રાખી પરિવારજનોએ તેમને સમજાવ્યા હતા કે તેમનાં માટે આ ઉંમરે કિડનીનું દાન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી પરંતુ જીવનભર સાથ નિભાવનાર અરવિંદભાઈ કિડની વિના ફાની દુનિયાને અલવિદા કરી દે તે શારદાબેનને મંજૂર ન હતું.

આખરે તેમની પણ કિડની સંદર્ભે કેટલાય તબીબી રિપોર્ટ કરાવ્યા બાદ તેમની કિડની મેચ થતી હોવાનું સામે આવ્યું હતું. જેના ફળ સ્તુતિ વર્ષ 2003માં શારદાબેન ની એક કિડની અરવિંદભાઈના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ માં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હાલમાં કોરોનાની નવી લહેરમાં અરવિંદભાઈ પણ ઝપેટમાં આવી ગયા છે. એક તરફ માંડ પત્નીની કિડની મળ્યા બાદ છેલ્લા 18 વર્ષથી પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન વિતાવી રહ્યા હતા. તો બીજી તરફ તેમની વધતી જતી ઉમરના કારણે નાની મોટી સારી તકલીફો તેઓને રહેતી હતી.

એવામાં ગાંધીનગરમાં અરવિંદભાઈ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જાણવા મળી રહ્યું હતું કે છેલ્લા પાંચેક દિવસથી તેઓને પેટમાં ગેસની તકલીફ થતી હતી. જેની સારવાર કર્યા પછી પણ કોઇ ખાસ ફરક દેખાતો ન હતો. આથી ગઈકાલે શનિવારે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા ફરી પાછા પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા.

image source

પરિવારે તેઓને આજે કોરોનાની સારવાર અર્થે દવાખાને લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાએ આજે વહેલી સવારના જ અરવિંદભાઈનો જીવ લઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પોતાની એક કીડની આપીને છેલ્લા 18 વર્ષથી જીવન જીવતા પતિનું કોરોનાએ એક જ દિવસમાં જીવન ખેંચી લેતા તેમના પત્ની શારદાબેનની હાલત ખુબ જ ખરાબ બની ગઈ હતી. આ વાતની જાણ થતાં જ વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. તો બીજી તરફ કોરોના તેમના પુત્ર તેમજ પુત્રવધૂને પણ શિકાર બનાવી દીધા છે. જેમની હાલમાં સારવાર ચાલી રહી છે. આ કોરોના કાળમાં આવા તો ઘણાં લોકો છે જે માત્ર એકબીજાનો સહારો હોવાનાં લીધે જ જીવન પસાર કરી રહ્યાં હતાં પરંતુ આ સમયમાં તેઓ વાયરસનાં કારણે સાથ ગુમાવી બેઠા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!