ફેફસાંમાં 90% ઇન્ફેક્શન, 7 દિવસ વેન્ટિલેટર અને પેટમાં 7 મહિનાનો ગર્ભ, છતાં 15 દિવસમાં મહિલાએ કોરોનાને હરાવ્યો

હાલમાં કોરોના ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે. એમાં પણ ગુજરાતમાં જો વાત કરીએ તો સુરત અને અમદાવાદના કેસોમાં ભારે ઉછાળો આવી રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે જે લોકોમાં નવી ઉર્જા ભરી રહ્યો છે. દૃષ્ટિ ચૌહાણ નામની એક મહિલાએ એવું કરી બતાવ્યું છે કે જે આપણે વિચારીને જ પરસેવો છુટી જાય. તો આવો વાત કરીએ આ કેસ વિશે. તેણે પોતાના વિશે વાત કરી હતી કે તમે સમજી શકો કે, કોઈ મહિલાને સાત વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હોય અને કોરોના જેવી બીમારી થાય તો તેની હાલત શું થાય ? પરંતુ આ ગંભીર સ્થિતિમાંથી હું માંડ બહાર આવી છું.

image source

પોતાની આપવીતીની વાત કરતાં દૃષ્ટિએ વાત કરી હતી કે કોરોના થતાં હું કિરણ હોસ્પિટલમાં દાખલ થઈ હતી, દાખલ થયા બાદ મારી તબિયત વધારે ખરાબ થઈ હતી. ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. મને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી. ઉપરથી હું પ્રેગ્નેન્ટ હતી. આ રીતે ઘણી ઘટનાઓ એક સાથે મારી સામે બની રહી હતી અને જેમાંથી મારે બહાર આવવાનું હતું. હિંમતથી, મર્દાનીની જેમ. ડોક્ટરનું સાહસ અને મારી જીવવાની આશાએ મને અને મારા બાળકને કોરોનામાંથી ઉગાર્યા એવી વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દૃષ્ટિ એક કમ્પ્યુટર એન્જિનિયર છે. ઉંમર 37 વર્ષની છે. એની ફેમિલીને પણ કોરોના થયો હતો. મારો 7 મહિનો ચાલતો હતો.

image source

દૃષ્ટિએ વાત કરી હતી કે મને ડર હતો કે મને કોરોના ન થાય, કારણ કે મને 7 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હતી. જેથી કોરોનાનો ડર મને વધારે સતાવી રહ્યો હતો. પહેલા તાવથી શરૂઆત થઈ હતી એટલે ત્રણ દિવસ સુધી હું ક્વોરન્ટાઇન પણ રહી હતી, તેમ છતાં મારી તબિયત વધારે ખરાબ થતાં હું એમ્બ્યુલન્સથી કિરણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ઓક્સિજન લેવલ એકદમ ઓછું થઈ ગયું હતું અને મારા ફેફસાં 90 ટકા સુધી ડેમેજ થઈ ગયા હતાં. 7 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આટલી વાત સાંભળીને કોઈને પણ દુખ થાય એવી પરિસ્થિતિ હોય. વેન્ટિલેટર પર હતી ત્યારે મારી આસપાસ શું થઈ રહ્યું હતું તે મને કંઈ જ ખબર ન હતીં. બાદ ખબર પડી કે, મારી આસપાસ શું થઈ રહ્યું છે.

image source

દૃષ્ટિએ વાત કરી કે, મને મારા કરતાં પણ મારા ગર્ભમાં રહેલા બાળકની વધારે ચિંતા થતી હતી. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાની અસર પણ બાળક પર ન થાય તેની મારે કાળજી રાખવાની હતી. ડોક્ટરો પણ એ જ રીતે મારી ટ્રીટમેન્ટ કરી રહ્યા હતાં કે જેથી મારા બાળકને કઈ ન થાય. ત્યારે થતું હતું કે મારું શું થશે કારણ કે મારા ગર્ભમાં એક બાળક પણ હતું. જો મને કંઈ થાય તો મારા બાળકને પણ અસર થાય એમ હતી. તેમજ આગળ દૃષ્ટિ વાત કરે કે મારા મગજમાં સતત મારા ગર્ભમાં રહેલા બાળક વિશે જ આવી રહ્યા હતાં. પરંતુ ભગવાન અને ડોક્ટરનો આભાર કે, મને આ ગંભીર પ્રકારની બિમારીમાંથી બહાર કાઢી. ત્યારે હવે દૃષ્ટિની વાતો ચારેકોર થઈ રહી છે અને લોકોને હિંમત્ત પુરી પાડી રહી છે

image source

આ સિવાય વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના ભારે ગતિથી વધી રહ્યો છે અને એવામાં કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના આરે ઊભું છે. એટલું જ નહીં, આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને આજે સવારે 11 વાગ્યે એની સુનાવણી મુકરર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!