કોરોના થાય તો તરત જ રેમડેસિવિર ઈન્જેક્શન આપતાં પહેલાં સાત વખત વિચારજો, આવી ગંભીર આડઅસરનો ભોગ બનશો

જો કોરોનાની વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં 5000 કરતાં પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે અને લોકોના મોત પણ ટપોટપ થઈ રહ્યા છે. એ બધાની વચ્ચે એક ઈન્જેક્શન લોકો માટે નવી આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે. પરંતુ તેની પાછળની પણ કંઈક હકીકત છે કે જે જાણવી દરેકે જરૂરી છે. હાલમાં માહોલ એવો છે કે ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન કોરોનાની સારવારમાં અકસીર ગણાતા રેમડેસિવિર ઈંજેક્શનની માગ એટલી વધી ગઈ છે કે લોકો અંધારી રાત્રે અને કાળા બપોરે પણ લાઈનમાં ઉભા રહીને લેવા માટે તૈયાર છે.

image socure

ત્યારે આ બધાની વચ્ચે એક વાત સામે આવી છે કે જરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી.

image source

રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. બાકી તેના ગેરલાભ અને આડ અસરો પણ છે જે તમારે જાણવી જોઈએ. જે લોકો રેમડેસિવિરના આડેધડ વપરાશ કરવામાં લાગેલા છે એ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે.

image source

ડોક્ટરે સલાહ આપી કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી. કારણ કે ભારતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન 3થી 4 લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છે અને ન મળતા લોકોના મોત પણ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતને માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા હોવાની વાત સામે આવી છે.

image source

ગુજરાતમાં ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે એવું સરકાર કરે છે. પરંતુ રિયલમાં આવું કંઈ જ જોવા મળતું નથી અને પરિસ્થિતિ બદથી બદતર થતી જોવા મળે છે. માર્કેટમાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર રોકવા સરકારે ચાર દિવસ પહેલા અમદાવાદની ત્રણ મોટી હોસ્પિટલોમાં ઈન્જેક્શનનો જથ્થો પહોંચાડવાનો દાવો કર્યો હતો. જોકે અસારવા સિવિલ અને સોલા સિવિલમાં હજુ જથ્થો આવ્યો નથી. જેથી દર્દીના સગાએ ઊંચી કિંમતે બજારમાંથી ખરીદવા પડે છે. હવે એ પણ ચિંતાનો વિષય છે કે લોકો શા માટે ખોટો ઉપયોગ કરતા હશે અને સરકાર પણ આવા લોકો સામે કાર્યવાહી કરે એવી માંગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!