કોરોનાએ એક જ મહિનામાં પકડી રોકેટગતિ, અમારી ખાસ અપીલ છે માસ્ક પહેરો અને વારંવાર હાથ ધોવો, વાંચો એક્ટિવ કેસથી લઇને કેટલા થયા મોત

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર વધારે ખતરનાક બનતી જી રહી છે. ગઈકાલના દીવે એક લાખ કરતા વધારે કોરોના વાયરસથી સંક્રમિત નવા કેસમાં નોંધાયા પછી દેશમાં સક્રિય કેસ એટલે કે, સારવાર લઈ રહેલ દર્દીઓની સંખ્યાનો આંકડો ૭ લાખને પાર કરી ગયો છે.

image socure

છેલ્લા ૨૪ કલાકમાં જ સક્રિય કેસમાં નોંધાયેલ ૫૦,૪૩૮ કેસનો વધારો થઈ ગયો છે. હાલમાં દેશમાં ૭, ૩૭, ૮૭૦ દર્દીઓ હાલમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર લઈ રહ્યા છે. કોરોના વાયરસ સંક્રમણનો આ આંકડો એક મહિના પહેલા એટલે કે, તા. ૪ માર્ચ, ૨૦૨૧ના રોજ સક્રિય કેસ ચાર ગણા વધ્ય છે. તા. ૪ માર્ચ, ૨૦૨૧ના રોજ દેશમાં ૧, ૭૩, ૩૭૪ સક્રિય કેસ હતા. ત્યારે છેલ્લા એક મહિનામાં જ દેશમાં ૭૫૪૮ દર્દીઓના મૃત્યુ પણ કોરોના વાયરસથી સંક્રમિત થવાના લીધે થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં જ ૧ લાખ કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા.

image socure

દેશમાં ગઈકાલ રવિવારના દિવસે ૧, ૦૩, ૭૯૪ કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આની પહેલા તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ૯૭, ૮૬૦ નવા દર્દીઓ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાક,અ જ ૫૨, ૮૪૦ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે જયારે ૪૭૭ દર્દીઓનું મૃત્યુ કોરોના વાયરસના લીધે થયું હતું. સક્રિય કેસની સંખ્યા એટલે કે, હાલમાં સારવાર લઈ રહેલ દર્દીઓના આંકડામાં પણ નોંધપાત્ર ૫૦, ૪૩૮ જેટલો વધારો થઈ ગયો છે. ભારત દેશ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૧ લાખ કરતા વધારે નવા કેસ નોંધવામાં આવ્યા છે.

image socure

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કોરોના વાયરસની વેક્સિન મુકાવી. દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસની વચ્ચે પણ કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાનની પણ ઝડપ વધારવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સોમવારે એટલે કે, આજ રોજ કોરોના વાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હતો.

image soucre

લખનઉની સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભારતની બાયોટેક કંપનીની કોવેક્સિનનો પહેલો ડોઝ લોધો હતો આ સમય દરમિયાન યોગી આદિત્યનાથે લાયક નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન લગાવી દેવા માટે અપીલ પણ કરી હતી. કોરોના વાયરસની વેક્સિન લગાવી લીધા પછી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ‘દેશના નાગરિકોને નિઃશુલ્ક કોરોના વાયરસની વેક્સિન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.

image soucre

વધુ જણાવતા યોગી આદિત્યનાથે કહ્યું છે કે, હું બધા જ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છે. જેમણે સમયસર ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિન લોન્ચ કરી દીધી છે. આ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને આપણે બધાએ આ વેક્સિન લગાવવી લેવી જોઈએ.

હાલમાં આખા દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી વધારે ભયંક બનતી જી રહી છે, પણ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધી ગયું છે જેના લીધે પરિસ્થિતિ નિયત્રણની બહાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત નવા કેસોની સંખ્યા રોજબરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રવિવારના રોજ રાજ્યમાં ૫૭.૦૭૪ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. જેની તુલનાએ ભારત દેશ સિવાય અન્ય દેશોમાં રવિવારના રોજ નોંધવામાં આવેલ કેસોની સાથે માત્ર ફ્રાંસ દેશમાં ૬૦, ૦૨૨ કેસની સાથે આગળ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!