આ ટાઇપના અનારકલી ડ્રેસ તમને આપે છે મસ્ત લુક, જાણો એક્સપર્ટની આ ખાસ ટિપ્સ

જો તમે અનારકલી ડ્રેસ ખરીદવાનું વિચારતા હોય તો શોપિંગ કરતા પહેલા એક્સપર્ટ્સની આ 10 ટિપ્સ જરૂરી સમજી લો. અનારકલી ડ્રેસ આજકાલ પાર્ટી ફંક્શનમાં પહેરવા માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અનારકલી ડ્રેસની ખાસિયત છે કે એ ઇન્ડો વેસ્ટર્ન લુક આપે છે, જેનાથી તમે બધા કરતા અલગ અને સ્પેશિયલ દેખાઈ શકો છે. ખાસ વાત એ છે કે હવે વેસ્ટર્ન ગાઉનને બદલે મહિલાઓ અનારકલી ડ્રેસ પહેરવું પસંદ કરે છે કારણ કે એ ટ્રેડિશનલ પણ લાગે છે અને વેસ્ટર્ન પણ તમે પણ જો કોઈ ફંક્શન માટે અનારકલી ડ્રેસ ખરીદી રહ્યા છો તો એક્સપર્ટની આ 10 ટિપ્સ શોપિંગમાં તમારી મદદ કરશે

image socure

1) ખાસ પાર્ટી કે ફંક્શન માટે ફ્લોર લેંથ વાળો અનારકલી ડ્રેસ ખરીદો. એ તમને ઇન્ડો વેસ્ટર્ન લુક આપશે અને તમે ટિપિકલ લુકથી બચી જશો.

image socure

2) ઝાડી સ્ત્રીઓને એવો અનારકલી ડ્રેસ ખરીદવો જોઈએ જેનો ઘેર એમ્પાયર લાઈનથી શરૂ થતો હોય. આવો અનારકલી ડ્રેસ ખરીદીને તમે તમારા હેવી હિપ્સને સરળતાથી છુપાવી શકો છો..

3) જાડી સ્ત્રીઓને અનારકલી ડ્રેસ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એમનો ડ્રેસ કમરમાંથી બહુ લુઝ ન હોય.

image socure

4) જાડી સ્ત્રીઓએ હળવી એમ્બ્રોઇડરીવાળો અનારકલી ડ્રેસ પહેરવો જોઈએ. હેવી એમ્બ્રોઇડરી કે મોટી પ્રિન્ટસમાં તમે વધુ જાડા લાગશો.

5) અનારકલી ડ્રેસ ખરીદતી વખતે શિફોન, જ્યોર્જટ જેવા સોફ્ટ તેમજ ફ્રી ફ્લોઇંગ ફેબ્રિક પસંદ કરો. એ સુંદર લાગે છે અને સ્લિમ લુક પણ આપે છે.

image socure

6) જો તમે પાતળા છો તો એવો અનારકલી ડ્રેસ ખરીદો જેનો ઘેર કમરથી શરૂ થતો હોય. એવા અનારકલી ડ્રેસમાં તમે પાતળા નહિ લાગો. તમારે અનારકલી ડ્રેસ ખરીદતી વખતે ફેબ્રિકની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે કોઈપણ ફેબ્રિકનો ડ્રેસ ખરીદી શકો છો.

7) સૌથી અલગ અને ફેશનેબલ દેખાવા માટે અનારકલી ડ્રેસની સાથે લોન્ગ જેકેટ પહેરો. એ સ્ટાઇલ આજકાલ ખૂબ ક પોપ્યુલર છે.

image socure

8) અનારકલી ડ્રેસ ખરીદતી વખતે પેસ્ટલ કલર્સ પસંદ કરો, પેસ્ટલ કલર આજકાલ ફેશનમાં છે.

9) અનારકલી ડ્રેસની સાથે ખૂબ જ હેવી જવેલરી ન પહેરો નહિ તો તમારો આખો લુક બગડી જશે. અનારકલી ડ્રેસની સાથે વેસ્ટર્ન લુકવાળી જવેલરી પહેરો જેથી તમને ફ્યુઝન લુક મળે.

image socure

10) અનારકલી ડ્રેસની ખાસિયત એ છે કે એને દરેક ઉંમર અને દરેક સાઈઝની સ્ત્રીઓ પહેરી શકે છે એટલે જો તમારી ઉંમર વધારે પણ હોય તો તમે અનારકલી ડ્રેસ ખરીદતી વખતે ખચકસો નહિ. ભારતીય સ્ત્રીઓ વેસ્ટર્ન ગાઉનને બદલે ટ્રેડિશનલ અનારકલી ડ્રેસ એટલે પહેરવું પસંદ કરે છે કારણ કે અનારકલી ડ્રેસ પહેરીને એ ટ્રેડિશનલ અંદાજમાં સજી શકે છે અને મોર્ડન પણ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!