કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજનની અછત વચ્ચે ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા આવ્યા મદદે, જાણો લોકોની મદદ માટે શું કરી મોટી જાહેરાત

કોરોના વધી રહ્યો છે તો સામે મેડીકલ ઓક્સિજનની માંગ પણ વધી રહી છે. રાજ્યમાં કોરોના સંકટે ચિંતા વધારી છે અને ઓક્સિજન અને કોવિડ બેડની અછત સર્જાય છે. ત્યારે જાણીતા ભાગવત કથાકારે મદદની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંકટ સમયે પોરબંદરમાં કથાકાર રમેશભાઈ ઓઝા આગળ આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ફીટ કરવાની જાહેરાત કરી છે.

20 હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક તૈયાર કરાશે

image source

20 હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવશે અને પાઈપલાઈનથી 200 બેડ સુધી પાઈપલાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવશે. આ દરમિયાન રમેશભાઈ ઓઝાએ દેશમાં ફેલાયેલા કોરોનાના સેકન્ડ વેવ મુદ્દે પણ દેશની જનતાને હિંમત આપી.

શાહી સ્નાનને લઈને આપ્યું મહત્વનું નિવેદન

image source

રમેશભાઈ ઓઝાએ કહ્યું કે શાહી સ્નાનની કોઈ જરૂર ન હતી કે ન તો રાજકીય રેલીઓની કોઈ જરૂર હતી. રાજકીય પાર્ટીઓએ આ સમયે એક બીજાની મદદ લઈને સહયોગ કરીને લોકોને જાગૃત કરવા જોઈએ. સાથે જ લોકોને હિંમત આપી કે કોરોના સંકટ સમયે હિંમત રાખો, ડર્યા વિના સામનો કરો.

image source

મોરારિબાપુએ 23 એપ્રિલ રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી હતી. કોરોનાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ(તલગાજરડા) દ્વારા થઇ રહી છે. આ સિવાય કોરોનાની વિકટ સ્થિતિમાં ઑક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદીરૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવા કર્મીઓ તરફથી 5 લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.

કઇ રીતે રૂપિયા વાપરવામાં આવશે?

image source

1 કરોડમાંથી જરૂરિયાત હશે એ પ્રમાણે વાપરવામાં આવશે. 25-25 લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા આ ચાર તાલુકામાં કોરોના સંદર્ભે જે પ્રમાણે જરૂરિયાત હશે તે મુજબ વાપરવામાં આવશે. મોરારિબાપુની આ જાહેરાતને લોકોએ આવકારી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image soyurcee

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે શનિવારે 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં કેસ ઘટ્યા

image sourcee

અમદાવાદમાં 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.

રાજ્યમાં પહેલી વાર 18+ 55,235 લોકોનું રસીકરણ

image source

મહત્વનું છે કે આજથી 18+ લોકોનું પ્રથમ વાર રસીકરણ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 55,235 લોકો જે 18 થી 44 ની વયના છે ને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય કુલ 2,17,093 લોકોને રસી અપાઈ છે, અને રાજ્યમાં કુલ 4,29,130 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયા છે, રિકવરી રેટ હાલમાં 73.78 ટકા છે, સાથે જ 1,42,139 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 637 લોકો વેન્ટિલેટર પર છે, અને 1,44,502 દર્દીઓની હાલત સ્થિર છે. કુલ મોતનો આંકડો 7355 થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!