પતિ મજૂર, ખાતામાં 6 હજાર રૂપિયા, ઝૂંપડીમાં રહેનાર આ મહિલા ચૂંટણી જીતી ગઈ, પથ્થરમાંથી પાણી કાઢે એવી કહાની

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ ચૂક્યા છે. આ દરમિયાન એક વાત ખુબ વાયરલ થઇ રહી છે જેના વિશે અહીં વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભાજપની ટિકિટ પર સલાટોરા બેઠક પરથી ચંદના બૌરી ચૂંટણી લડી હતી. રાજ્યમાં ટીએમસી સામે ભાજપની હાર થઈ હોય પરંતુ ચંદના બૌરીએ ઉમેદવાર સંતો મંડળને હરાવીને સલાટોરા બેઠક જીતી લીધી હતી.

image source

આ પછી ભાજપના નેતા સુનિલ દેવધરે ટ્વીટ કર્યું હતું કે ચંદના બૌરીની આજીવન બચત કર્યાં બાદ ભેગી કરેલી મૂડી ફક્ત 31985 જ રૂપિયા છે. તે ઝૂંપડીમાં રહે છે. તે ગરીબ મજૂરની પત્ની છે. ચંદના અનુસૂચિત જાતિમાંથી આવે છે અને તેમાં ફક્ત 3 બકરી અને 3 ગાય છે. ચંદના બૌરીને હાર્દિક અભિનંદન. ચંદના બૌરીની આ જીત ગરીબ પરિવારોની મહિલાઓને પ્રેરણા આપનારી છે. તેમણે આ બેઠક જીતીને સાબિત કર્યું કે પાર્ટી માટે કુટુંબ, સમૃદ્ધ અને જીતવા માટેનો દરજ્જો મેળવવો પૂરતો નથી.

image source

તેની આ ઔતિહાસિક જીત ઘણી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. જાણવા મળ્યું છે કે ચંદના બૌરીએ માર્ચમાં એએનઆઈને કહ્યું હતું કે ટિકિટની જાહેરાત પહેલાં મને ખબર નહોતી કે હું વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટાઈશ. ઘણાં લોકોએ મને ઓનલાઇન નોંધણી માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી પરંતુ મેં વિચાર્યું ન હતું કે હું આ સિદ્ધિ હાંસલ કરીશ. એક તરફ ચૂંટણી દરમિયાન ઘણાં લોકો જીતવા માટે અને પબ્લિકને રીઝવવા માટે અનેક અવનવાં વાયદાઓ કરતાં હોય છે, પૈસા ઓ ખર્ચતા હોય છે આવા સમયે આ મહિલાની જીત એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થશે.

પોતાની સાદગી અને મહેનતથી પણ રાજનીતિમાં લોકોનાં દિલ જીતનાર લોકો પણ હજી છે તે આ મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. મળતી માહિતી મુજબ ચંદના બૌરીએ ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી પંચને સોગંદનામું આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે તેમનું બેંક ખાતું માત્ર 6,335 રૂપિયા છે. આટલું જ નહીં તેના પતિના ખાતામાં પણ માત્ર 1,561 રૂપિયા છે. સોગંદનામા મુજબ તેની કુલ સંપત્તિ માત્ર 31,985 રૂપિયા જ છે. ચંદનાનો પતિ મજૂર છે અને તેમાંથી તે તેના પરિવારને ખવડાવે છે. તેમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીની જમીન પણ નથી.

image source

પરિવાર અને ગામજનો આ મહિલાની જીતને ખુબ વધાવી રહ્યાં છે. ચંદના વિશે જાણવા મળ્યું છે કે તેણે 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેના પતિ માત્ર આઠમા પાસ છે. ઘણા લોકોને ચંદનાની જીતને તેજસ્વી અને પ્રેરણાદાયક કહી રહ્યાં છે. હાલ ટ્વિટર પર ભાજપના અનેક નેતાઓ તેની આ જીતને વધાવી રહ્યાં છે. આ સાથે ઘણાં લોકો દ્વારા તેની ટીકા પણ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!