રાજકોટના આ પરિવારમાં 1થી 68 વર્ષના 15 સભ્ય એકસાથે કોરોના સંક્રમિત, પરસ્પરની હૂંફ અને મજબૂત મનોબળથી બધાએ સાથે મળીને કોરોનાને હરાવ્યો

રાજકોટ શહેરમાં ૨૨ સભ્યોના એક પરિવારમાં ૧ વર્ષની ઉમરથી લઈને ૬૮ વર્ષની ઉમર ધરાવતા ૧૫ સભ્યો એકસાથે થયા કોરોના વાયરસથી સંક્રમિત, પરસ્પર પ્રેમ અને સકારાત્મકતાથી એકસાથે મળીને કોરોના વાયરસને હરાવ્યો.

-૪ દર્દીઓ તો ડાયાબીટીસ, અસ્થમા અને કેન્સરથી પણ પીડાઈ રહ્યા હતા.

-એક સમયે તો ૩ BHKનું કોરોના સેન્ટર પણ ભાડે રાખવું પડ્યું હતું.

રાજકોટ શહેરના પ્રવીણ વૈધના પરિવારના ૧૫ સભ્યો એકસાથે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. વૈધ પરિવારમાં દર બીજા- ત્રીજા દિવસે એક બાદ એક એમ ૧૫ સભ્યોનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. આ ૨૨ સભ્યોના પરિવારમાં એક સાથે ૧૫ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થઈ જતા ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

વૈધ પરિવારના ૧ વર્ષના બાળકથી લઈને ૬૮ વર્ષના વડીલ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ ૧૫ સભ્યો માંથી ૪ સભ્યોને ડાયાબીટીસ, અસ્થમા અને કેન્સરથી પીડાઈ રહ્યા છે. એક સમય એવો આવ્યો જયારે 3BHKનું કોરોના સેન્ટરને ભાડે રાખવાનો સમય આવી ગયો હતો. તેમ છતાં પરસ્પરનો પ્રેમ અને સકારાત્મક અભિગમથી ઘરના તમામ સભ્યો સ્વસ્થ થઈ ગયા છે.

સકારાત્મક વિચારોની સાથે ઘરે જ સારવાર લેવાનું શરુ કરી દીધું.

રાજકોટ શહેરમાં જેમ્સ એન્ડ જ્વેલરીમાં મોટું નામ ધરાવતા પ્રવીણભાઈ વૈધને ૨૨ સભ્યોના પરિવારની સાથે રહે છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણણી બીજી લ્હેર દરમિયાન વૈધ પરિવારના ૧૫ સભ્યો શિકાર બની ગયા હતા. તેમ છતાં પરિવારના સભ્યોએ હિંમત નહી હારતા અને સકારાત્મક વિચારોની સાથે ઘરે જ સારવાર લેવાનું શરુ કરી દીધું હતું. વૈધ પરિવારના સભ્યોએ એકબીજાને સાથે અને સહકાર આપીને પરિવારના તમામ સભ્યોએ કોરોના વાયરસને હરાવી દીધો અને વૈધ પરિવારમાં ફરીથી ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વૈધ પરિવારનું મનોબળ ભાંગ્યું નહી અને કોરોના વાયરસ સામે જીત પ્રાપ્ત કરી.

અમે પહેલા તો ઘણા ગભરાઈ ગયા: ઘરની મહિલા.

image source

વૈધ પરિવારના સભ્ય અમૃતાબેન વૈધ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ એવી મહામારી છે જે આપને શારીરિક, માનસિક અને આર્થિક રીતે નબળા કરી નાખે છે. તેમ છતાં આ પરિસ્થિતિમાં આપે ભયભીત થવી જરૂરિયાત નથી. અમે પણ પહેલા તો ઘણા ભયભીત થઈ ગયા હતા. પરંતુ પછીથી સકારાત્મક રહેવાનું શરુ કર્યું, કોરોના વાયરસની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા લાગ્યા, ડોક્ટરની સલાહ મુજબ ચાલશો તો આપને કઈ જ થશે નહી. આપે માનસિક રીતે મજબુત રહેશો તો આપને કશું જ થશે નહી.

પ્રોટીનયુક્ત અને ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવું: અમૃતા.

image source

અમૃતા વૈધ વધુ જણાવતા કહ્યું હતું કે, કોરોના વાયરસણી બીમારીમાં ભોજન ખુબ જ મહત્વ ધરાવે છે. ભોજનમાં આપે પ્રોટીનયુક્ત અને ફાયબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ. કેમ કે, પ્રોટીન અને ફાયબર આપના શરીરમાં ઇન્ટરનલ સેલ વધારે છે અને કોરોના વાયરસને હરાવવામાં સરળતા રહે છે. એટલા માટે હું લોકોને અપીલ કરું છું કે, આપે ભયભીત થવાની જરૂરિયાત નથી. આપની ચિંતા કરવાથી જ આ બીમારીને વધારે ગંભીર બનાવે છે. હું આ બીમારી માંથી બહાર નીકળી છું. મારા અનુભવ મુજબ, જો આપ કોરોના વાયરસ સંક્રમણમાં છો તો આપે પ્રોપર ડાયટની સાથે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દવા લેવી જોઈએ.

શરુઆતના તબક્કેથી કોરોના વાયરસની ગંભીરતાની નોંધ લેવામાં આવી હતી: પ્રવીણભાઈ.

પ્રવીણભાઈ વૈધ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા પરિવારમાં ૨૨ સભ્યો છે. અમે કોરોના વાયરસને શરુઆતના તબક્કેથી જ એની ગંભીરતાની નોધ લઈ લીધી હતી. એટલું જ નહી, કોઈપણ બાબતની રાહ જોયા વિના કોરોના વાયરસની ગાઈડલાઈનના નિયમોનું પાલન કરતા હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. અમારા પરિવારમાં ૧ વર્ષનું નાનું બાળક પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયું હતું એટલા માટે તેની માતા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. એટલા માટે બાળકની સાથે રહેવાનું હોવાથી તેઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!