આપણે ઘણીવાર એવી વસ્તુઓ ફેંકી દેતા હોઈએ છીએ જે આપણને ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. તે વસ્તુ આપના રસોડા માથી જ મળી જશે. તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે. આપણે બધા આપના ઘરમાં રોજે ભાત બનાવીએ જ છીએ ત્યારે તેને બનાવતી વખતે જે પાણી વધે છે તેને આપણે ફેંકી દઈએ છીએ.

પરંતુ, આપણને ખબર નથી કે આનાથી આપણને કેટલા ફાયદા મળી શકે છે તેનાથી આપના વાળને અને આપની ત્વચાને ઘણા લાભ થઈ શકે છે. આની સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તેથી તેને ફેંકવાને બદલે તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આપની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનાથી વાળ અને ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થાય છે. આજે આપણે તેનાથી થતાં ફાયદા વિષે જાણીએ.
ઓસામણથી થાય છે આટલા લાભ :

વાતાવરણના ઇન્ફેક્સન અને વાયરલ તાવના સમયે તમારે આને પીવું જોઈએ આનાથી શરીરમાં રહેલી પાણીની કમી થતી નથી અને આનાથી તાવમાં પણ રાહત મળે છે. અને ગરમીના પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી. આનુ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે. તેનાથી પાચન સારું રહે છે. અને તેનાથી મેટાબોલીઝમ રેટમાં પણ વધારો કરે છે.

આ પાણીમાં વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. તેનાથી શરીરમાં તરત જ ઉર્જા આવે છે. તેનાથી આપણને કોઈ પણ સંક્રમણથી બચાવે છે. આ પાણી એક કંડિશનર તરીકે અન કામ કરે છે. શેમ્પૂ કરીને તેને વાળમાં કંડિશનર તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળમાં ચમક અને જથ્થામાં પણ વધારો કરે છે.

વાળનો વિકાસ ન થતો હોય અથવા તે ખરતા હોય તો આનું પાણી વાપરી શકો છો. તેમાં ઇએમઆઇનો એસિડ રહેલો હોય છે. તેનાથે વાળ ખરતા નથી. તેમાં વિટામિન, બી, સી અને ઇ રહેલું હોય છે. તેનાથી વાળના જથ્થાને વધારે છે. આને તમારે અઠવાડિયામાં બે વાર આ પાણીથી વાળ ધોવા જોઈએ આનાથી તમને અસર દેખાવા લાગશે.

આ ત્વચા માટે એક સારું ક્લીંઝર અને ટોનર છે. આનાથી ત્વચાની કરચલી દૂર થાય છે. તેને રૂની મદદથી લઈને ચહેરા પર હળવા હાથે ઘસવાથી તમને લાભ થાય છે. તે સુકાય જાય તે પછી તેને ધોઈ લેવું. તમારે ખીલની સમસ્યા થયા છે અને તે જગ્યા ઓર લાલાશ, સોજો આવી જાય તો તેને દૂર કરવા માટે રોજ રાતે આને લગાવીને સવારે આને સારી રીતે ધોવું જોઈએ.
આ રીતે બનાવવું આ પાણી :

આ પાણી બનાવવા માટે તમારે એક વાસણમાં ચોખા હોય તેનાથી બે ગણું પાણી લેવું અને તેમાં ચોખા સારી રીતે ધોઈને નાખવા, તે પછી તેને તમારે ઉકાળવા જોઈએ. તેમાં ઊભરો આવે એટ્લે ગેસ કરીને તેને ઢાંકીને તે પછી ચોખાને ચડવા દેવા.

તે પછી ચોખાનો દાણો બહાર કાઢીને તેને ચેક કરો કે તે ચડી ગયો છે કે નહીં તે ચડી જાય તે પછી તેને ગાળીને પાણી અલગ કાઢી લેવું. તેને તમારે વાળ અને ત્વચા પર લગાવી શકાય છે અને આને સ્વાસ્થ્ય માટે આને પી પણ શકાય છે. આમાં ઘી અને મીઠું ભેળવીને પણ તમે પી શકો છો. તેનાથી પણ ઘણા ફાયદા થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત