જગતનો નાથ આ વખતે કંઈક અલગ એન્ટ્રીમાં આવશે ભક્તો સામે, આ રીતે થઈ રહી છે 144મી રથયાત્રાની તૈયારી

જો 2020ની વાત કરવામાં આવે તો કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. આ સાથે જ હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. પરંતુ બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો અને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરીને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યારે આ વખતે 2021માં શું થશે એને લઈને સૌ કોઈને ઉત્સાહ હતો અને જાણવાની તાલાવેલી હતી.

image source

ત્યારે હાલમાં મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે કોરોનાની મહામારીને લઈ નીકળશે કે કેમ એ અંગે હજી સુધી નિર્ણય લેવાયો નથી, પરંતુ ભગવાનના મોસાળ સરસપુર રણછોડરાય મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 144મી રથયાત્રા પહેલાં જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

image source

ઉલ્લેખનીય છે કે ભગવાન નગરચર્યાએ નીકળી મોસાળમાં આવે છે ત્યારે મામા તરફથી ભાણિયાઓને મોસાળું કરવામાં આવે છે. આ મોસાળું વિશે વાત કરીએ તો એમાં ભગવાનને કપડાં, અલંકાર સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉંમગ પટેલે આ વખતની તૈયારી વિશે વાત કરી હતી કે આ વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને મહારાષ્ટ્રિયન રજવાડીસ્ટાઇલના વાઘા પહેરાવવામાં આવશે. મહારાષ્ટ્ર લીલી પાઘડી, જેમાં સ્ટોનવર્ક જરદોશીવર્ક મોતીવર્ક અને મિરરવર્ક કરવામાં આવ્યું છે અને ભગવાનને અલંકાર પણ રજવાડીસ્ટાઇલના અર્પણ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે. ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે.

image source

આ સાથે જ જો વાત કરીએ તો ભગવાનના કલાત્મક વાઘા માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે સરસપુરવાસીઓ ભગવાનનું ધામધૂમપૂર્વક મામેરું કરતા હોય છે અને આ વર્ષે પણ 144મી રથયાત્રા માટે મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવા માટે ઉત્સુક બન્યા છે. તો હાલમાં એટલું કહી શકાય કે રથયાત્રા નીકળશે કે કેમ એની હજી કોઈ ચર્ચા નથી થઈ અને કોઈ પાક્કી જાણકારી બહાર નથી આવી પરંતુ એટલું નક્કી કહી શકાય કે ભગવાનનું મામેરું ધામધૂમથી ઉજવવામાં આવશે. દર વર્ષે જ્યારે ભાણેજ મોસાળમાં પધારે છે ત્યારે તેઓ ખાલી હાથ પાછા ન જાય એની ખાસ તકેદારી મોસાળ પક્ષના લોકો રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!