કોરોના અને વેક્સિનને લઈ ગામડાંમાં જોવા મળતી અંધશ્રદ્ધા, અમારા દેવના કહ્યા પ્રમાણે રાય વેરીને રોગને અટકાવી દઈએ છીએ

કોરોના અને કોરોના વેક્સિનને લઈ લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે અને લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યા છે. કોઈને તાવની બીક છે તો કોઈને મોતની બીક છે. જો કે ગામડામાં આ વાત વધારે અસર કરી રહી છે અને લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યા છે. ત્યારે હાલમાં અમુક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે જાણીને ખરેખર તમને નવાઈ લાગશે કે લોકો શું શું કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વેક્સિન અંગે ગેરમાન્યતા પ્રવર્તી રહી છે.

image source

હાલની તારીખમાં પણ ગામડાંઓના લોકોમાં વેક્સિન અંગે હજુ પણ અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે ત્યારે ગ્રામ્ય લોકોનું કાઉન્સેલિંગ કરવા અને ત્યાંના લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને ખાસ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રએ સોંપી છે અને હાલમાં એના પર કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં માહિતી મળી રહી છે કે સાઇકોલોજીના નિષ્ણાત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ગામેગામ રૂબરૂ જઈને લોકોને મળીને તેમનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે અને વેક્સિન લેવા લોકોને સમજાવી રહ્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાના 27 ગામડાંઓમાં 1800 લોકોને મળ્યા બાદ મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધાના અનેક અનુભવ થયા એ ખરેખર જાણવા જેવા છે. એક એક ગામડામાંથી આવેલા વિશેષ કિસ્સા કંઈક નીચે પ્રમાણે છે.

image source

પ્રોફેસરો વાત કરતાં કહે છે કે ગામડાંના લોકોની એવી પણ માન્યતા છે કે તમાકુ, ગુટકા કે અન્ય નશાની આદત વાળાને ક્યારેય કોરોના થતો નથી. છાપામાં પણ આવી ગયું છે એવું પણ લોકો કહેતા ફરે છે. અમે લીમડાના દાતણ કરીએ છીએ એટલે અમને કોઈ બીમારી આવે નહીં એવું પણ લોકો કહી રહ્યા છે તો વળી અમુક માને છે કે મેથીનું શાક અને ભાજી ગામડાંના લોકો ખાતા હોય, વૈશાખમાં લીમડાના કોલ ખાધા હોય તેણે કોઈએ રસી લેવાની ન હોય.

image source

એ જ રીતે લોકો કહે છે કે દર અમાસે અમે અમારા દેવના કહ્યા પ્રમાણે રાય વેરીને રોગને અટકાવી દઈએ છીએ. રાય આંગણમાં અને શેરીમાં વેરી દઈએ એટલે કોઈ બીમારી આવતી નથી. તો વળી એક વાત એ પણ નોંધાઈ છે કે 18% લોકો એવું કહે છે કે વિદેશની રસી આવશે તે લઇશું. ભલે રૂપિયા થાય પણ અહીંની રસી અમારે નથી લેવી. અહીંની મફતની રસી પર અમને ભરોસો નથી. તો વળી વિશેષ વાત એવી પણ જાણવા મળી કે અમુક ગામડાંમાં ડેલીએ ડુંગળી રાખેલી જોઈ હતી પૂછતાં ખ્યાલ આવ્યો કે તેઓ વાઇરસ ન પ્રવેશે તે માટે ડેલી પાસે ડુંગળી રાખે છે. ઘણા ગામડાંમાં આવી વસ્તુ પણ જોવા મળી છે.

image source

ગામડાંના લોકોની અન્ય માન્યતા એ જોવા મળી કે ડાયાબિટીસ, બીપી, શરદીનો કોઠો કે અન્ય નાની બીમારીઓ હોય તેણે ક્યારેય રસી લેવાય નહીં. એક પરિવારે જણાવ્યું કે, અમે અમારા ઘર ફરતે દૂધની ધાર કરીને રક્ષણ કુદરતનું મેળવી લીધું છે અમારે રસી લેવાની જરૂર જ ઊભી નહીં થાય. તો વળી અમુક ગામડાંના લોકો એવું પણ કહે છે કે અમે મીઠું શેકીને શરીરે ઘસી લઈએ એટલે અમને કોઈ શરદી, કફ, ઉદરસ ન થાય મા વહાણવટી અમારી રક્ષા કરશે.

image source

અમારે રસી મુકાવી શરીર બગાડવું નથી. અમને ડોક્ટર કે નર્સ પર સહેજ પણ ભરોસો નથી અમે ઈંડાં ઉતારી ચાર રસ્તે ફોડી આવીએ એટલે અમારી દરેક સમસ્યા દૂર થઇ જશે. અલ્લાહ અમારી રક્ષા કરશે, ખુદા ખોટું નહીં કરે અમારી સાથે. ત્યારે આવા અનેક કિસ્સાઓ ગામડામાંથી સામે આવી રહ્યાં છે અને લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong