આખું શરીર પશુ-પક્ષીઓના ટેટૂથી છે ભરચક, 67 વર્ષની દાદીનો શોખ જોઈને ભલભલા યુવાનો પણ શરમાઈ જશે

માનવીય ખલેલને કારણે આજે ઘણાં પશુ-પક્ષીઓ લુપ્ત થઈ રહ્યાં છે. આમ તો સરકારો દ્વારા તેમને બચાવવા માટે અનેક યોજનાઓ ખુલી મૂકવામાં આવતી હોય છે પણ છતાં તેમાં ધારી સફળતા મળી શકતી નથી. હાલમાં આ અંગે એક મહિલાએ અનોખી પહેલ કરી છે જેના વિશે અહી વાત થઈ રહી છે. મળતી માહિતી મુજબ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા 67 વર્ષીય દાદી એ લુપ્ત થતાં પશુ-પક્ષીઓને બચાવવા માટે કઈક અલગ કર્યું છે. જ્યારે પણ તેઓ ઘરની બહાર જાય ત્યારે બધા તેમને જોતા રહી જાય છે આ પાછળનું કારણ છે કે આ દાદીનું આખું શરીર કલરફુલ ટેટૂઓથી ભરચક છે.

image source

અહી નવાઈની વાત એ છે કે ટેટૂ કોઈ ડિઝાઈનનાં નહીં પણ જંગલી અને લુપ્ત થવાને આરે પહોંચેલા પ્રાણીઓનાં બનાવેલા છે. જાણવા મળ્યું છે કે ડેબી મેકગ્રેગરને પહેલેથી જ પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ હતો. ડેબીએ વેટ ટેક્નીશિયન તરીકે 28 વર્ષ સુધી કામ પણ કર્યું છે. તેમણે કૂતરાઓ અને બિલાડીની હોસ્પિટલમાં પણ અનેક વર્ષો સુધી સેવા આપી છે આ તેઓ સતત પ્રાણીઓ સાથે જોડાયેલાં રહ્યાં છે. ડેબીએ પોતાના પશુ પ્રેમને લઈને જ આ ટેટૂ બનાવ્યાં છે અને તેને વર્ણવા માટે એક બુક પણ આ સિવાય લખી હોવાનું જાણવા મળ્યું છે.

image source

આ અંગે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મારા જમણા હાથ પર પોલાર બિયર, હાથી, ગોરિલા, પાન્ડા, ઝેબ્રા અને વ્હાઈટ ટાઈગરનું ટેટૂ છે. ડાબા હાથ પર જિરાફનું ટેટૂ છે. તેમને જોઇને મને રોજ આનંદ થાય છે. અનેક પશુઓને લુપ્ત થતા બચાવવા અને તેમને સપોર્ટ કરવા માટે હું તેમના ટેટૂ બનાવડાવું છું. મેં છેલ્લે એપ્રિલ મહિનામાં એશિયાટિક બિયરનું કલરફુલ ટેટૂ કરાવ્યું હતું.

image source

મળતી માહિતી ડેબીએ પ્રથમ ટેટૂ તેના પતિ સાથે છૂટાછેડા પછી કરાવ્યું હતું. તેણે જ્યારે પતંગિયાનું ટેટૂ કરાવ્યું ત્યારે તેમની ઉંમર 30 વર્ષ હતી. ડેબીએ આ અંગે આગળ કહ્યું હતું કે મારો જન્મ થયો ત્યારથી મને પ્રાણીઓની આજુબાજુ રહેવું ગમતું છે. હવે લોકડાઉન અને કોરોના મહામારીમાં અનેક પ્રાણીઓના જીવ જોખમમાં મૂકાયા છે. આપણે બધાએ સાથે મળીને તેમનું રક્ષણ કરવાનું છે નહી તો અનેક પ્રાણીઓ જે રીતે લુપ્ત થયાં તે રીતે હજુ પણ ઘણાં પોતાનું અસ્તિત્વ ખોઈ બેસસે. જો કે ડેબીનો પશુપ્રેમ જોઇને ઘણા લોકો તેની મજાક પણ ઉડાવે છે પણ તેમને કોઈ ફરક પડતો નથી.

image source

તેમણે વધારે વાત કરતાં કહ્યું હતું કે હું આ પૃથ્વી પશુ-પક્ષીઓ વગર ઈમેજીન ના કરી શકું. હું નથી ઇચ્છતી કે મારા પૌત્રો એનિમલ્સને માત્ર બુકમાં જ જુએ જેથી મે આ પહેલ કરી છે. જાણવા મળ્યું છે કે ડેબી દર વર્ષે વર્લ્ડ વાઈલ્ડલાઈફ માટે ફંડ ડોનેટ કરે છે. છેલ્લા બે દશકાથી તેઓ પોતે પણ ડોનેશન કરે છે અને બીજાને કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. બિયરને બચાવવા માટે હાલમાં જ તેમણે એનિમલ્સ એશિયા NGO જોઈન કર્યું છે. તે પોતાનાથી બનતી નાની મોટી પહેલ આ રીતે કરતી રહે છે. હાલ તે પોતાના ટેટૂ દ્વારા મેસેજ આપવાની અનોખી સ્ટાઈલથી ચર્ચાનો વિષય બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong