ફ્કત બે વર્ષમાં જ લગ્ન-લિવ-ઇન રિલેશનશિપ અને છુટાછેડા, નુસરત નિખિલનું લગ્ન જીવન થઈ ગયું વેર-વિખેર

એક્ટરોની પર્સનલ લાઇફને લઈને ઘણી વખત એવા સમાચાર સામે અવતા હોય છે જેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. હાલમાં એક બંગાળી અભિનેત્રીની પર્સનલ લાઇફ વિશે પણ એક ચોકાવનાર સમાચાર આવ્યા છે. નુસરત જહાં એ એક બંગાળી અભિનેત્રી છે અને સાથે સાથે TMC સાંસદ પણ છે. નુસરત જહાં હાલ પોતાની પર્સનલ લાઈફને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ નુસરત અને તેના પતિ નિખિલ જૈન વચ્ચે થોડા સમયથી અનબન ચાલી રહી હતી જે હવે સામે આવી છે. બંને પતિ-પત્ની છેલ્લા છ મહિનાથી અલગ પણ રહી રહ્યા હતા.

આ વચ્ચે એ સ્થિતિ એવી બની હતી કે નુસરતે ડિસેમ્બરમાં નિખિલનું ઘર પણ છોડી દીધું હતું અને હવે તે તેનાં માતા-પિતા સાથે બાલીગંજ સ્થિત પોતાના ઘરમાં રહે છે. જો કે જ્યારથી નુસરત અને નિખિલના લગ્ન થયા ત્યારથી જ કઈક અને કઈક વિવાદ સામે આવતા રહ્યા છે. આ બન્ને વિશે વાત કરવામા આવે તો 19 જૂન, 2019ના રોજ નુસરત-નિખિલ એક થયા ત્યારથી જ તેઓ લોકોના નિશાના પર છે. કટ્ટરપંથીઓએ તેમના લગ્નને ક્યારેય માન્યતા આપી જ નથી. જ્યારે નુસરત સંસદમાં શપથ સમયે સાડી, મંગલસૂત્ર અને માથામાં સેથાની સાથે જોવા મળી હતી ત્યારે અનેક લોકોએ તેની ટીકા કરી હતી, જેનો જવાબ પણ નુસરતે આપ્યો હતો.

image source

આ પછી નુસરત વિરુદ્ધ કટ્ટરપંથીઓએ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હાલ સવાલ એ છે કે આ બે વર્ષમાં જ એવું તો શું થયું કે મેડ ફોર ઈચ અધર્સ જેના માટે લોકો કહેતા હતા તેઓએ આજે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. નુસરત જહાં વિશે વિગતે વાત કરવામા આવે તો તે પશ્ચિમ બંગાળના બશીરહાટથી TMCની સાંસદ છે. નુસરતની ગણતરી સૌથી સુંદર યંગ પોલિટિશિયનમાં હાલ થઈ રહી છે. આ સાથે નુસરત ફિલ્મોમાં પણ ઘણું કામ કરી રહી છે. તેનુ બંગાળી સિનેમા જગતમાં મોટું નામ છે.

મળતી માહિતી મુજબ નુસરતે 2011માં ફિલ્મ શોત્રુથી ડેબ્યુ કર્યું હતું. નુસરત ફિટનેસ ફ્રિક પણ છે. મોડલ કમ બંગાળી અભિનેત્રી નુસરત જહાં સાંસદ બની તે પહેલાં જ તે એક સ્ટાર અને લાઈમલાઈટમાં રહેવા માટે ફેમસ છે. આ સિવાય નુસરતે 2010માં મિસ કોલકાતા ફેર-વન બ્યુટી કોન્ટેસ્ટ પણ જિત્યો હતો અને પછી પોતાનું મોડલિંગ કરિયર શરુ કર્યું હતૂ. તે એક જ વર્ષમાં નુસરતને એડ, સિરિયલ અને ફિલ્મમાં પણ કામ મળવા લાગ્યું હતું.

આ પછી 2018માં તેની મુલાકાત નિખિલ જૈન સાથે થઈ હતી. જો કે આ અગાઉ નુસરતનું નામ અનેક સાથે લેવાઇ રહ્યુ હતું જેમાં જમશેદપુરના બિઝનેસમેન વિક્ટર ઘોષ અને કાદિર ખાનનું નામ પણ સામેલ છે. નુસરત જહાં ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે તેણે રાજકારણમાં એન્ટ્રી લીધી. આ પછી તેને ચૂંટણીમાં જીત પણ મેળવી હતી અને ત્યારબાદ તેણે પોતાના બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કરી લિધા હતા. પરંતુ હવે નુસરત અને તેના કો-સ્ટાર તેમજ ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથેના અફેરનું હોવાની વાત સામે આવી છે.

વાત કરવામા આવે નુસરત અને બિઝનેસમેન નિખિલ જૈન અંગે તો તે બન્ને 2018માં રિલેશનશિપમાં હતાં. નિખિલ અને નુસરતની મુલાકાત 2018માં જ દુર્ગાપૂજા દરમિયાન થઈ હતી જે પછી તેઓ એકબીજાની વધારે નજીક આવી ગયા હતા અને બંનેએ 1 વર્ષની અંદર જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 19 જૂન 2019નાં રોજ બન્નેએ લગ્ન કરી લીધા અને હવે 2 વર્ષ બાદ અલગ પણ થઈ રહ્યા છે. જાણવા મળ્યુ છે કે છેલ્લા ઘણા સમયથી નુસરત જહાં યશ દાસગુપ્તા એકબીજાની નજીક હતા. નુસરત અને યશ ફિલ્મ ‘SOS કોલકાતા’ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરતાં થઈ ગયા હોવાની ચર્ચા છે.

આ વચ્ચે એ પણ વાત સામે આવી છે કે તે છ માસથી પ્રેગ્નેન્ટ છે. આ દરમિયાન નુસરત અને યશ રાજસ્થાન ટ્રિપ પર વેકેશન મનાવવા પણ ગયાં હોવાનુ સામે આવ્યુ છે. આ વાતને કારણે જ કહેવાઇ રહ્યુ છે કે બંને વચ્ચે મિત્રતાથી વધુ ગાઢ સંબંધો છે. આ વાતને વેગ આપતા એક બાંગ્લાદેશી લેખિકા કે જેને જ નુસરત પ્રેગ્નેન્ટ છે તેવી પોસ્ટ કરી હતી, તે તસ્લીમા નસરીન ફેસબુક પર વધુ એક પોસ્ટ કરી છે. તસ્લીમાએ તેમા લખ્યું છે કે નુસરતના સમાચાર ઘણાં જ જોવા મળી રહ્યાં છે તે ગર્ભવતી છે. તેના પતિ નિખિલને આ અંગે કંઈ જ ખ્યાલ નથી. બંને છ મહિનાથી અલગ રહે છે. પરંતુ અભિનેત્રી નુસરતને યશ નામના અભિનેતા સાથે પ્રેમ છે.

તેણે આ વિશે આગળ લખ્યુ છે કે બાળકનો પિતા લોકો તેને જ માની રહ્યાં છે, નિખિલને નહીં. આ જ સ્થિતિ રહી તો શું નિખિલ અને નુસરતના તલાક થાય તે સારી વાત નથી? ચામાચીડિયાની જેમ કોઈ પણ અસ્થિર સંબંધને લટકાડવાનો કોઈ જ અર્થ નથી. ત્યારે પતિ સાથે ન બનતું હોય તો છૂટાછેડા લેવું જ સારું છે. આ વાત બાદ હવે નુસરત વિશે અલગ અલગ વાતો થઈ રહી છે. ત્યારબાદ નુસરતે પોતે સામે આવીને આ બાબતે ખુલાસો કર્યો છે. નુસરત જહાંએ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણા આરોપ લગાવ્યા છે.

image source

નુસરતે કહ્યું છે કે તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે અને આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં માન્ય નથી. નુસરતે તેના નિવેદનમાં લખ્યું હતું કે જે વ્યક્તિ પોતાને પૈસાદાર ગણાવી રહી છે કે વ્યક્તિએ મારો ઉપયોગ કર્યો છે. તેણે ઘણી વખત મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. અમે છૂટા પડ્યા પછી પણ તેણે મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. મેં ઉચ્ચ બેન્કિંગ ઓથોરિટીને આ વિશે જાણ કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં આ વિશે એક પોલીસ ફરિયાદ પણ કરવાની છું. તેણે બહુ ફોર્સ કર્યો, તેથી મેં મારા અને મારા પરિવારની બેન્ક ડિટેલ્સ તેને આપી દીધી હતી.

વધારે આરોપો લગાવતા તેણે કહ્યુ કે મારી કમાણીની ઘણી સંપત્તિ પણ તેણે મારી પાસેથી લઈ લીધી છે. ઘણી મહેનત પછી મેં મારી એક અલગ ઓળખ બનાવી છે, તેથી મારી ઓળખના આધાર પર મારી સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિને મારા હિસ્સાની લાઈમલાઈટ અથવા ટાઈટલ અથવા ફોલોઅર્સ શેર કરવાનો અધિકાર નથી આપતી.

આગળ નુસરત કહે છે કે તે મારી જાણ બહાર મારાં જુદાં-જુદાં બેન્ક અકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડતો રહ્યો છે અને એનો દુરુપયોગ કરતો હતો. મારે આ વિશે ઘણી વખત બેન્ક સાથે ઝઘડો પણ થયો છે અને જરૂર પડશે તો હું આ વિશે પુરાવા પણ રજૂ કરીશ. નુસરતે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે મારાં કપડાં, બેગ્સ અને ઘણી એસેસરીઝ હજી પણ નિખિલ પાસે છે. મને જણાવતાં ઘણું દુઃખ થાય છે કે મારા પિયરમાથી મળેલા દાગીના જે મારાં માતા-પિતા, મિત્રો અને સંબંધીઓએ આપ્યા હતા તે પણ તેની પાસે છે. હવે આ વાત ખુબ વેગ પકડી રહી છે જેથી ચર્ચાઓ છે કે ટૂંક સમયમાં જ તે બન્ને છુટાછેડા લઈ લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong