કોરોના થાય તો ભુલથી પણ અમદાવાદની આ હોસ્પિટલમાં ના જતાં, પૈસા પાડે છે ડોક્ટરો

એક માહિતી અનુસાર અમદાવાદની સીમ્સ હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવારમાં કૌભાંડ આચરવા મુદ્દે મ્યુનિસિપાલિટીએ હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારી છે. દિવ્યભાસ્કરે જણાવ્યા અનુસાર આ સાથે જ જે વધારે રકમ હોસ્પિટલે દર્દીઓ પાસેથી લીધી છે તેની રિકવરી પણ કાઢી છે. ઘટનાની વિગત એવી છે કે મ્યુનિસિપલ ક્વોટામાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓની સારવાર માટે સીમ્સ હોસ્પિટલે છેલ્લા 3 મહિનાના બીલ મ્યુનિસિપલમાં મૂક્યા હતા. આ સમયે મ્યુનિસિપાલીટીના ધ્યાનમાં આ વાત આવી છે, જેના કારણે અનેક ગેરરીતિ પકડાતાં મ્યુનિ.એ હોસ્પિટલને શો-કોઝ નોટિસ આપી વધુ વસૂલેલી રકમની રિકવરી કાઢી છે.

image source

દિવ્ય ભાસ્કર દ્વારા મળતી માહિતિ અનુસાર સિમ્સ હોસ્પિટલે કોરોનાના દર્દીઓને જરૂર વગર દર્દીઓને હોમ આઈસોલેશનની સુવિધા આપવાના બદલે એચડીયુ અથવા આઈસીયુ કે વેન્ટિલેટર વોર્ડમાં દાખલ કરી દીધા હતા. દર્દીની તબિયત સુધર્યા પછી પણ આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ ન કરાયા અને સાથે તેમને આઈસીયુમાં એડમિટ રાખીને તેમની પાસેથી લાખો રૂપિયાની રકમ વસૂલી હતી. જે કૌભાંડ હવે બહાર આવ્યું છે અને હોબાળો મચી રહ્યો છે.

image soucre

કોરોનાની મહામારીને પગલે મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરી 50 ટકા બેડ અનામત રાખ્યા હતા. આ બેડ પર સારવાર લેનારા તમામ દર્દીનો ખર્ચ મ્યુનિસિપાલિટી ભોગવે છે. એ પછી હોસ્પિટલ તેના બિલ રજૂ કરતી હોય છે. હાલમાં જ સિમ્સ હોસ્પિટલે પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગની ઓફિસને મોકલેલા બિલ મ્યુનિસિપાલિટીની કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસરોએ ચેક કર્યા તો તેમાં આ તમામ બિલમાં જાણવા મળ્યું કે નક્કી કરાયેલી ગાઈડલાઈન્સ કરતાં વધુ નાણાં મૂક્યા હોવાનું જણાયું હતું.

image source

આ સાથે જ હોસ્પિટલે જે બિલ રજૂ કર્યા હતા તેમાં બિલમાં મહત્ત્વની માહિતી સાથે ડોક્ટરની રોજની ક્લિનિકલ નોટ્સ પણ મૂકવામાં આવી નથી. શો-કોઝ રૂપે આપવામાં આવેલી આ નોટિસમાં હોસ્પિટલને કહેવાયું છે કે, હોસ્પિટલે મ્યુનિસિપાલિટીને જાણ કર્યા વિના વધુ નાણાં લેવાનો પ્રયાસ કર્યો છે. જો હોસ્પિટલ સત્તાવાળા 7 દિવસમાં આ અંગેનો ખુલાસો નહીં કરે તો કાયદેસર કાર્યવાહી કરાશે. આ પહેલાં પણ આ હોસ્પિટલ પર અનેક વખત ગેરરીતિના કેસ થયા છે અને કોરોના દર્દીઓ પાસે વધારે રૂપિયા લેવા બદલ હોસ્પિટલને પહેલાં પણ 5 લાખ રૂપિયાનો દંડ કરાઈ ચૂક્યો છે.

આ પ્રકારના કેસ આવ્યા સામે

લક્ષણ ન હોવા છતાં 5 દિવસને બદલે દર્દીને 12 દિવસ સુધી રાખ્યા વેન્ટિલેટર પર

હોસ્પિટલની ગેરરીતીમાં જાણવા મળ્યું છે કે દર્દીને રોગના કોઈ લક્ષણ ન હોય તો પણ સિમ્સ હોસ્પિટલ દર્દીને 3થી માંડી 5 દિવસ સુધી એચડીયુ, આઈસીયુ કે વેન્ટિલેટર પર રાખતી હતી. જે દર્દીની તબિયતમાં સુધારો થઈ ગયો હોય અને તેમને માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખી બે દિવસમાં આઈસોલેશન વોર્ડમાં શીફ્ટ કરી રજા આપવાની હતી. પરંતુ હોસ્પિટલે વધુ પૈસા મળે તે માટે આ દર્દીઓને એચડીયુ, આઈસીયુ કે વેન્ટિલેટર ધરાવતા વોર્ડમાં જ રાખ્યા હતા. એક- બે કેસ નહીં પણ ટોટલ 12 કેસમાં હોસ્પિટલની આવી બેદરકારીના કારણે તેને નોટિસ ફટકારવામાં આવી છે.

દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ ન કર્યા

image source

અન્ય હોસ્પિટલમાંથી કેસ આવ્યા બાદ પણ દર્દીઓની તબિયતમાં સુધારો થયા બાદ તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા. આવા 3 કેસને લઈને પણ હોબાળો મચી રહ્યો છે.

સ્ટાફની સારવારનું ખોટું બિલ મૂક્યું

સિમ્સ હોસ્પિટલે કોરોનાના દર્દીઓની સારવારના જે બિલ મ્યુનિસિપાલિટીમાં જમા કર્યા છે તેમાં ગાઈડલાઈન્સનું પણ પાલન કરાયું નથી, ગાઈડલાઈન્સ મુજબ કોવિડ વોર્ડમાં દર્દીની સારવાર વખતે સીધા સંપર્કમાં આવતા ડોક્ટર, નર્સ, એટેન્ડન્ટને સામેલ કરવાના હોય છે. પરંતુ હોસ્પિટલે કોવિડ સિવાયના વોર્ડમાં કામ કરતાં અન્ય સ્ટાફને પણ મ્યુનિ. ક્વોટામાં દાખલ કર્યો હતો. એટલું જ નહીં આજે ખોટા બિલ મૂકાય હતા તેમા સ્ટાફના બિલમાં સંખ્યાબંધ સભ્યોનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ, આઈકાર્ડ કે બિલિંગની તારીખ પણ સામેલ ન હતી. જેના કારણે પણ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને હોસ્પિટલ ચર્ચામાં આવી છે.

4 દર્દીઓને તો જરૂર વિના જ ICUમાં રાખ્યા

image source

સિમ્સ હોસ્પિટલે 4 દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવાને બદલે એચડીયુ, આઈસીયુ કે વેન્ટિલેટર વોર્ડમાં દાખલ કર્યા હતા. ટ્રીટમેન્ટ સમયે દર્દીઓની હાલતમાં સુધારો આવી ગયો હોવા છતાં પણ વધારે રૂપિયા એઠવાના ચક્કરમાં તેમને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા ન હતા અને હોસ્પિટલે મોટી રકમનું બિલ થમાવી દીધું હતું. આ પછી આ દર્દીઓના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો.

હિપેરિનનો પણ વધુ ચાર્જ વસૂલ્યો

image source

કોરોનાના કેટલાક દર્દીઓ જે તપાસ માટે આવ્યા હતા અને તેમનામાં કોઈ લક્ષણો ન હોવા છતાં પણ સિમ્સ હોસ્પિટલે તેમને પણ 10 દિવસ સુધી એડમિટ કરી રાખ્યા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ગેરરીતિનું આ કૌભાંડ સામે આવ્યું હતું અને સાથે જ હોસ્પિટલની બેદરકારીના કારણે તેનું નામ પણ ડૂબી રહ્યું છે. આ સિવાય હોસ્પિટલે દર્દીઓને હિપેરિન ઈન્જેક્શનના પૈસા પણ એસઓપી પ્રમાણે ગણ્યા નથી. એટલું જ નહી વધારે રૂપિયા લેવાના ચક્કરમાં હોસ્પિટલે બેડ ચાર્જમાં સામેલ એન્ટિબાયોટિક દવાનો ચાર્જ પણ અલગથી વસૂલ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ