સરકારો જબરો નિર્ણય! હવે મંદિરમાં જઇ તમે ભગવાન સામે આવું કંઇ નહીં કરી શકો…માત્ર…

એવું કહીએ તો ખોટું ના પડે કે કોરોના આવ્યો પછીથી આપણા બધા તહેવારોની પથારી ફરી ગઈ છે. કારણ કે આખી રીતભાત જ બદલાઈ ગઈ છે અને કોરોના મહામારીને પગલે રોજબરોજના જીવનની ઘણી બાબતોમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. જેમ કે લગ્નની મોજ પણ હવે પેહલા જેવી નથી રહી. સામાજિક સાથે સાથે ધાર્મિક સ્થળો અને બાબતોમાં પણ ઘણા ફેરફાર થયા છે. તેમાં મંદિરોમાં થતા દેવદર્શનનો પણ સમાવેશ થાય છે. હવે ફરી એક નવો નિર્યણ કર્યો છે. આ પેહલા ભગવાનના દર્શને જતા શ્રદ્ધાળુઓ અચૂક સાષ્ટાંગ દંડવત કરતા હતા પણ હવે એ ટેવ ભૂલવી પડશે. કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે હાલમાં એક એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે. જેના પાલનના ભાગરૂપ હવે સાષ્ટાંગ દંડવત કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે

image source

હવે પછીના નિયમ વિશે વિગતે જો વાત કરવામાં આવે તો ભક્તોને માત્ર બન્ને હાથ જોડીને ઈશ્વરને પ્રણામ કરવાના રહશે. મંદિરના સંચાલકોના જણાવ્યા પ્રમાણે મંદિરની અંદર પ્રસાદ લઈ જવાની પણ મનાઈ છે. જો કે વાત એવી છે કે માતાજીના પ્રસિદ્ધ ધામ અંબાજીમાં પણ આ જ પ્રકારના નિયમોનું પાલન થાય છે. મંદિરના પ્રવકત્તા આશિષ રાવલે આ પ્રકારે વાત કરી હતી અહીં પણ સરકારી ગાઇડલાઇન્સ મુજબ સાષ્ટાંગ દંડવતની બિલકુલ મનાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ થાય છે તથા માસ્ક વિના કોઈ પણ દર્શનાર્થીને અંદર આવવા દેવામાં જ નથી આવતા.

image source

તો આ સાથે જ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કેટલાક મંદિરોમાં ચોક્કસ સંખ્યામાં જ ભક્તોને પ્રવેશ આપવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. જો વાત કરીએ લૉકડાઉન પછીની તો ગત જૂનમાં રાજ્યના મંદિરો ખોલવામાં આવ્યા હતા. પ્રસિદ્ધ સોમનાથ મંદિરના મેનેજર વિજયસિંહ ચાવડાએ આ વાત વિશે જણાવ્યું હતું કે સરકારની ગાઇડલાઇન અનુસાર સાષ્ટાંગ દંડવતની મંજૂરી અપાતી નથી. તથા દર્શનાર્થીઓને ક્યાંય સ્પર્શ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

image source

મહામારીને પગલે ભક્તોને બિનજરૂરી સ્પર્શ નહીં કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આરતી દરમિયાન પણ ભક્તોનો પ્રવેશ રોકવામાં આવે છે જેથી સંક્રમણ ફેલાય નહીં. યજ્ઞ દરમિયાન ત્રણથી વધારે લોકોને હાજર રહેવા દેવાતા નથી. ત્યારે હવે મોટા મોટા મંદિરોમાં બધે જ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.

image source

જમીન પર સુઈ જઈને ભગવાન સમક્ષ માથુ ટેકવે છે. તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવામાં આવે છે. એક સરળ આસન છે જેમાં શરીરનો દરેક ભાગ જમીન સાથે સ્પર્શ કરે છે. ઘણા લોકોને આ આસન આઉટડેટેડ લાગી શકે છે. પરંતુ આ આસન આ વાતનું પ્રતિક છે વ્યક્તિ પોતાનો અહંકાર છોડી ચૂક્યો છે. આ આસન દ્વારા તમે ઈશ્વરને જણાવો છો કે તમે તેને મદદ માટે બોલાવી રહ્યા છો. આ આસન તમને ઈશ્વરના શરણમાં લઈ જાય છે. આ પ્રકારનું આસન સામાન્ય રીતે પુરુષો દ્વારા જ કરવામાં આવતું હોવાનું કેહવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ