ઉત્તરાયણને ગણતરીના 2 દિવસ બાકી છે ત્યારે ઠંડીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. આ સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઠંડી અને પવનની ગતિ કેવી રહેશે. આ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. તો તેના અનુસાર જાણો શું રહેશે ઠંડીની સ્થિતિ અને પવનની ગતિ. આ આગાહી તમને પતંગી ખરીદીમાં પણ મદદ કરી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તો ઉત્તરાયણ વખતે પવન કેવો રહેશે તેને લઈને પણ હવામાન વિભાગના ડેપ્યુ. ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કેટલીક ખાસ માહિતી આપી છે જે તમને મદદ કરી શકે છે.

હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, અપરએર સરક્યુલેશનને કારણે તાપમાન વધ્યું હતું. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું પરિણામે તાપમાનનો પારો ઉંચો થયો હતો. ભેજનું પ્રમાણ વધતા જ ઠંડી ઓછી થઈ હતી. શક્ય છે કે આ પારો ઉત્તરાયણના દિવસે થોડો ઘટે. આ સાથે તે સમયે પવનની ગતિ પણ ધીમી રહેશે. સામાન્ય ગતિમાં તમે આ વર્ષે પતંગની મજા માણી શકશો.

હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ઉત્તરાયણના પર્વને લઈને રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી કરી છે. આ સમયે તેઓએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ફરીથી એકવખત ઠંડીનું જોર વધશે. આ સાથે જ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. નલિયામાં તાપમાનનો ઘટી શકે છે અને આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની પણ સંભાવના છે. દરિયાઈ વિસ્તારો કરતા ઉત્તરી વિસ્તારોમાં ઠાર પડવાની સંભાવના છે.
ઉત્તરાયણને લઈને હવામાન વિભાગે કહી છે આ વાત

હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ઉત્તરાયણને લઈને આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તરાયણ સમયે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. ઉત્તરાયણ વખતે પવન જોરથી નહીં ફુંકાય પણ ઠંડીનું પ્રમાણ રહેશે.નાગરિકો સામાન્ય પવનમાં ઉત્તરાયણની મજા માણી શકશે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તમે ખરીદી કરશો તો તમારી ઉત્તરાયણ સુધરી જશે અને તમે પણ સાવચેતી સાથે ઉત્તરાયણની મજા માણી શકશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,