રસી લેતી વખતે અંકિતા લોખંડેએ કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા, વિડીયો જોઇને તમે પણ કહેશો સાવ આવું તો નાનું છોકરું પણ ના કરે

દેશ આજકાલ કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેરની ઝપેટમાં છે. દેશના દરેક ખુણેથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. કોરોના સામે રક્ષણ માટે રસી જ એકમાત્ર વિકલ્પ છે. 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી, ઘણી હસ્તીઓએ પણ રસી લેવાનું શરૂ કર્યું છે. હવે આ સૂચિમાં ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડેનું નામ પણ શામેલ થઈ ગયું છે. તાજેતરમાં અંકિતા લોખંડેએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

અંકિતા લોખંડે કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવા પહોંચી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અંકિતા લોખંડે ઇન્જેક્શન લેતી વખતે ટેન્શનમાં જોઈ શકાય છે. ઇંજેક્શન લેતી વખતે અભિનેત્રી ડરેલી જોવા મળી રહી છે અને વારંવાર ભગવાનનુ નામ બોલાતી જોવા મળી. જેના પર યુઝર્સ હવે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યૂઝર્સને રસી લેતી વખથે અંકિતા લોખંડેનો ડર સમજમાં ન આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતાનો વીડિયો જોયા પછી ઘણા વપરાશકર્તાઓએ ટિપ્પણી કરી છે કે તે એક નાટકબાજ છે અને નોટંકી કરી રહી છે. કોમેન્ટ કરતી વખતે ઘણાએ કહ્યું કે અભિનેત્રી અહીં પણ એક્ટિંગ કરી રહી છે. વીડિયો શેર કરતી વખતે અંકિતા લોખંડેએ તેના ચાહકોને અપીલ કરી છે કે આ રસી લગાવવામાં આવે. તેણે કેપ્શનમાં લખ્યું છે – મેં મારી લઈ લીધી, તમે પણ જલ્દીથી તમારી રસી લઈ લો.

વીડિયોમાં અંકિતા બ્લુ જીન્સ અને પ્રિન્ટેડ ટોપમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે કોરોનાથી બચવા માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પણ પહેર્યા છે. અંકિતાના આ વીડિયો પર ટિપ્પણી કરતાં તેની મિત્ર અને ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ ઘમા સ્માઈલી ઈમોજી શેર કર્યા. તે જ સમયે, શિવમ મહાદેવે લખ્યું- ‘હાહાહા. તમે પણ ફાઇનલી રસી લગાવી લીધી. એક વપરાશકર્તાએ ટિપ્પણીમાં લખ્યું – ‘આ લોકો કેટલું નાટક કરે છે. તે જ સમયે, એક અન્યએ લખ્યું – અહી લોકોને મળી નથી રહી અને તમને નાટક સુજે છે.

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા સોશિયલ મીડિયા દ્વારા પોતાની પર્સનલ લાઇફ અપડેટ્સને ચાહકો સાથે શેર કરતી રહે છે. કેટલાક દિવસો પહેલા, પ્રીતિ ઝિન્ટા આઈપીએલ રમી રહેલી તેમની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હચી. પરંતુ કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને આઈપીએલ ટૂર્નામેન્ટ રદ કરવી પડી હતી. પ્રીતિ ઝિન્ટા પણ આ વાયરસ વિશે ઘણી સભાન છે. હવે આ વાયરસથી પોતાને બચાવવા માટે અભિનેત્રીએ કોરોના રસીનો બીજો ડોઝ પણ લીધો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે.

પ્રીતિ ઝિન્ટાએ ટ્વિટર પર તેની બે તસવીરો શેર કરી છે, જેમાં તે કોવિડ 19 ની બીજી ડોઝ મેળવતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ તસવીરો સાથેની કેપ્શનમાં લખ્યું છે – આજે મે કોરોના રસીનો બીજો ડોઝ પણ લગાવી લીધો અને હવે હુ વેક્સિનેચેડ થઈ ગઈ છુ. હું દરેકને કોરોના રસીનો બીજો ડોઝ લેવાની વિનંતી કરું છું જેથી દરેક સુરક્ષિત રહે.#Getvaccinated #Staysafe” પ્રીતિ ઝિંટાએ રસી લીધા પછી તેના ચાહકોને મોટિવેટ કર્યા. જણાવી દઈએ કે, કોરોના રસી 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે હવે ફરજિયાત થઈ ગઈ છે, જેથી કોરોના વાયરસનો પ્રકોપ ટાળી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!