Xiaomi એ લોન્ચ કર્યો વિશ્વનું સૌથી ઝડપી પ્રોસેસર ધરાવતો Mi 11, જાણો કિંમત અને અન્ય ફીચર્સ વિષે

શાઓમીએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi Mi 11 સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. Mi 11 વિશ્વનો પ્રથમ એવો સ્માર્ટફોન છે જેમાં કોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું હોય. નોંધનીય છે કે સ્નેપડ્રેગન આ સ્મહે વિશ્વનું સૌથી ફાસ્ટ મોબાઈલ પ્રોસેસર છે. Xiaomi Mi 11 માં શાઓમીની સૌથી મોટી એડવાન્સ્ડ ડિસ્પ્લે છે. Mi 11 ની ડિસ્પ્લેને E4 લાઈટ ઈમિટિંગ મટીરીયલથી બનાવવામાં આવી છે. ફોનના કિનારાઓ કવર્ડ છે અને ડિસ્પ્લેનું રીઝૉલ્યુશન 2K છે.

Xiaomi Mi 11 ની કિંમત

image source

Xiaomi Mi 11 ની કિંમત 3999 ચીની યુઆન છે એટલે કે લગભગ 45000 ભારતીય રૂપિયા. આ કિંમતમાં 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ પણ મળશે. જયારે 8 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 4299 ચીની યુઆન એટલે કે 48300 રૂપિયા છે. આ ફોનના ટોપ એન્ડ વેરિએન્ટમાં 12 જીબી અને 256 જીબી સ્ટોરેજ સાથેની કિંમત 4699 ચીની યુઆન એટલે કે 52800 રૂપિયા છે. ફોન સાથે બોક્સમાં ચાર્જર નહિ મળે.

Xiaomi Mi 11 ની સ્પેસિફિકેશન

image source

ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ 10 આધારિત MIUI 12.5 છે. ફોનમા 6.81 ઇંચની 2k wqhd ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1440×3200 પિક્સલ છે. ડિસ્પ્લેની ક્વોલિટી એમોલેડ છે જેની બ્રાઇટનેસ 1500 નીટસ છે. ડિસ્પ્લે સાથ પંચહોલ છે અને તેની રિફ્રેશ રેટ 120 Hz છે. ડિસ્પ્લે સાથે HDR10 + અને મોશન એસ્ટિમેશન, મોશન કોમ્પેનશેશનનો સપોર્ટ પણ છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલો ગ્લાસ Victus સપોર્ટ છે. એ સિવાય ફોનમાં 12 જીબી સુધી રેમ, 256 જીબી સુધી સ્ટોરેજ અને કોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Xiaomi Mi 11 નો કેમેરો

image source

કેમેરાની વાત કરીએ તો Mi 11 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં મેન લન્સ 108 મેગાપિક્સેલનો છે અને તેની પિક્સલ સાઈઝ 1.6 માઇક્રોન અને એપર્ચર f/1.88 છે. તેની સાથે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પણ છે. દાવા મુજબ મેન લેન્સ આઈફોન 12 ના કેમેરા કરતા 3.7 ગણો મોટો છે. કેમેરા સાથે યુઝર્સ તેમાં 8K વિડીયો રેકોર્ડ પણ કરી શકે છે. બીજો લેન્સ 13 મેગાપિક્સેલનો છે જે એક વાઈડ એંગલ લેન્સ છે. ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ છે. ફોનમાં 20 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો છે.

Xiaomi Mi 11 ની બેટરી

image source

Xiaomi એ પોતાના આ ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi – Fi 6E, બ્લુટુથ v5.2, GPS/A-GPS, NFC, ઇન્ફ્રારેડ અને યુએસબી ટાઈપ સી પોર્ટ અપાયો છે. હોનમાં Harman Kardon ઓડિયો સ્ટેરીયો સ્પીકર પણ છે. એ સિવાય તેમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફોનમાં 4600 mAh ની બેટરી છે જે Mi TurboCharge 55W વાયર ચાર્જિંગમાં અમે 50W વાયરલેસ ચાર્જિંગમાં સ્પૉર્ટેબલ છે. તેમાં 10W નો વાયરલેસ રિવર્સ ચાર્જિંગ પોઇન્ટ પણ છે. ફોનનું વજન 194 ગ્રામનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ