OMG! કોરોના વાયરસથી આટલા જ દિવસમાં થઇ જાય છે માણસનુ મોત..

કોરોના વાયરસથી પહેલી મોતનો બનાવ

ચીન માંથી નીકળેલ નોવેલ કોરોના વાયરસએ હવે ભારત દેશમાં પણ પોતાના પગ પસારી દીધા છે. ભારતના કર્ણાટક રાજ્યના કુલબર્ગી વિસ્તારમાં એક ૭૬ વર્ષીય વ્યક્તિના મોતનું કારણ કોરોના વાયરસ છે. આ ભારતમાં કોરોના વાયરસના કારણે મોત થવાનો આ બનાવ છે. કોરોના વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે આ વાયરસ મનુષ્ય માંથી પ્રાણીઓમાં અને પ્રાણીઓ માંથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસ હવા અને અન્ય સરફેસથી પણ ફેલાઈને લોકો સુધી પહોચી રહ્યો છે અને લોકો તેના શિકાર બની રહ્યા છે.

image source

કોરોના વાયરસના લીધે લોકો જાહેર જગ્યાઓ પર અડતા પહેલા ઘણીવાર વિચાર કરવો પડે છે કારણ કે ગયા અઠવાડિયે જર્નલ ઓફ હોસ્પિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક રીપોર્ટમાં આ બાબતે જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસ કેવા વાતાવરણમાં કેવી વસ્તુઓ પર કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. જેની સચોટ માહિતી જર્નલ ઓફ હોસ્પીટલના આ રીપોર્ટમાં આપવામાં આવી છે.

image source

હોસ્પિટલ ઓફ જર્નલની મેગેઝીનના અહેવાલ મુજબ કઈ વસ્તુની સપાટી પર કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે તે જગ્યા અને વસ્તુના તાપમાન પર આધાર રાખે છે. તો હવે જાણીશું કે કોઈ જગ્યાનું તાપમાન ૨૦ ડીગ્રી સેલ્શીયશ હોય છે તો કોરોના વાયરસ અલગ અલગ સપાટી પર કેટલા સમય સુધી જીવિત રહી શકે છે.

image source

સ્ટીલની સપાટી પર નોવેલ કોરોના વાયરસ સતત બે દિવસ સુધી જીવિત રહી શકે છે. બસ કે મેટ્રોમાં પેસેન્જર્સના સપોર્ટ માટે સ્ટીલના થાંભલા બનાવામાં આવે છે. વર્તમાન સમયમાં આવી જગ્યાઓ તેમજ વસ્તુઓ કોરોના વાયરસથી ઇન્ફેકટેડ હોવાની શક્યતા ખુબ જ વધી જાય છે. આથી જાહેર સ્થળો પર આવેલ આવી કોઇપણ વસ્તુઓને ના અડવાની સલાહ આપવામાં આવેલ છે.

image source

કાચ અથવા લાકડાની સપાટી પર કોરોના વાયરસ ચાર દિવસ સુધી સક્રિય રહે છે. એટલા માટે જો આપ કોઈ કાચ કે લાકડાની કોઈ વસ્તુ કોરોના વાયરસથી ઈનફેક્ટેડ હોય તો આપ તે વસ્તુના સંપર્કમાં ચાર દિવસ પછી આવશો તો પણ આપને કોરોના વાયરસનું ઇન્ફેકશન થઈ શકે છે.

image source

મજબુત પ્લાસ્ટિક અને માટીના વાસણોની સપાટી પર કોરોના વાયરસ ૫ દિવસ સુધી જીવિત રહી શકે છે. સાર્સ વાયરસ જેણે વર્ષ ૨૦૦૨માં હાહાકાર મચાવ્યો હતો તેના પરિવારનો સભ્ય છે આ કોરોના વાયરસ જે એલ્યુમિનિયમ ધાતુ પર ૨ થી ૮ કલાક સુધી જ સક્રિય રહી શકે છે. જયારે રબર અને રબરથી બનેલ કોઇપણ વસ્તુ પર કોરોના વાયરસ ઓછામાં ઓછા ૮ કલાક સુધી સક્રિય રહે છે.

image source

એક રીપોર્ટ મુજબ કોરોના વાયરસનો શિકાર બનેલ વ્યક્તિનું મોત ૩૭ દિવસ દરમિયાન થઈ જાય છે. આ કોરોના વાયરસની શરુઆતમાં તાવની અસર શરીરમાં જોવા મળે છે, ત્યાર પછી ગળામાં સોજો આવવાની શરુઆત થાય છે. ત્યાર પછી કોરોના વાયરસ ખુબ ઝડપથી વધીને મનુષ્યના ફેફસા પર અસર કરવાનું શરુ દે છે. ઉપરાંત ફેફસાને જલ્દી જ ખરાબ કરવા લાગે છે જેથી વ્યક્તિ પોતાની મૃત્યુ તરફ ખુબ ઝડપથી ધકેલાઈ જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી પીડિત વ્યક્તિને ઓછામાં ઓછા બે અઠવાડિયા એટલે કે ૧૪ દિવસ સુધી આઇસોલેશનમાં રાખવા ફરજીયાત બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ