જોઇ શકો તો જ જોજો કોરોના વાયરસગ્રસ્ત દર્દીના ફેફસાની 3D ઈમેજનો આ વિડીયો

કોરોના વાઇરસની 3D ફોટો

ચીનમાં ઉત્પન્ન થયેલ નોવેલ કોરોના વાઇરસએ દુનિયાભરમાં ૧૧૦થી પણ વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં નોવેલ કોરોના વાઇરસના કારણે ૫ હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે. ઉપરાંત નોવેલ કોરોના વાઇરસના કારણે દુનિયાનું અર્થતંત્ર પણ પડી ભાગ્યુ છે.

image source

આવા સમયે ભારત જેવો ૧૨૫ કરોડ કરતા પણ વધારે વસ્તી ધરાવતો દેશ પણ નોવેલ કોરોના વાઇરસના લીધે દુનિયાથી અલગ થઈ ગયો છે. જે ગતિથી નોવેલ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે જેને લઈને આખી દુનિયાના નિષ્ણાતોમાં ખુબ ચિંતાતુર છે.

image source

ઉપરાંત હજી સુધી નોવેલ કોરોના વાઇરસની કોઈ ચોક્કસ દવા કે રસી કે પછી કોઈ વૈક્સીન પણ અત્યાર સુધીમાં શોધી શકાઈ નથી. તેમજ કોરોના વાઇરસ મનુષ્યમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે પણ એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે.

કોરના વાઇરસ મનુષ્ય શરીરમાં કેવીરીતે ફેલાઈ રહ્યો છે તે જાણવા માટે તેમજ આ વાઇરસ શરીરને કેવીરીતે પ્રભાવિત કરે છે આ બાબતે વધારે જાણવા માટે વૈશ્વિક સ્તરે તપાસ કરવા માટે નોવેલ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલ એક હજાર જેટલા દર્દીઓના ફેફસાની સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું અને તે લોકોના પોસ્ટમોર્ટમ દ્વારા દર્દીઓના ફેફસાની સ્થિતિની ૩D ઈમેજ બનાવવામાં આવી છે.

image source

આ ફોટો રેડીયોલોજીકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (RSNA) તરફથી પ્રસ્તુત કરવામાં આવેલ છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલ દર્દીઓના ફેફસાનું સીટી સ્કેન અને એક્સ રેમાં આ વાત સામે આવી છે કે કોરોના વાઇરસથી પીડાઈ રહેલ વ્યક્તિના ફેફસામાં ચીકણા અને ઘાટા મ્યુક્સથી ભરાઈ જાય છે.

જેના કારણે કોરોના વાઇરસથી ગ્રસિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શ્વાસ રૂંધાવા લાગે છે. ઉપરાંત ફેફસામાં ચીકણા ઘાટું મ્યુક્સ ભરાઈ જવાના કારણે હવા લેવાની જગ્યા રહેતી નથી.

image source

COVID-19થી ગ્રસિત વ્યક્તિઓના સીટી સ્કેન રીપોર્ટમાં તેઓના ફેફસામાં સફેદ ધબ્બાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જેને રેડીયોલોજીસ્ટની ભાષામાં ગ્રાઉન્ડ-ગ્લાસ ઓપેસીટી કહે છે. કેમ કે તે સીટી સ્કેનરમાં બારીના કાચ પર લાગેલ ડાઘ જેવું પ્રતીત થાય છે.

ફેફસામાં આવા ધબ્બા નિમોનિયાથી પીડાઈ રહેલ વ્યક્તિના ફેફસામાં જોવા મળે છે પણ કોરોના વાઇરસના કેસમાં આ ડાઘ ખુબ જ ઘટ્ટ જોવા મળે છે ઉપરાંત ફેફસામાં હવાને બદલે કઈક અન્ય વસ્તુ જ દેખાઈ રહી હોય છે.

image source

RSNA દ્વારા આ ૩D ઈમેજ બનાવી દીધા પછી ડોકટરો એક્સ રે અને સીટી સ્કેન દ્વારા ઝડપથી કોરોના વાઇરસના દર્દીઓની ઓળખ કરી શકશે અને જે વ્યક્તિઓમાં ગંભીર ઇન્ફેકશન જોવા મળશે તેઓને તરત જ આઇસોલેટ કરવામાં આવશે. ચીનના વુહાન શહેર માંથી ફેલાયેલ આ કોરોના વાઇરસ(COVID-19)એ અત્યાર સુધીમાં દુનિયાના ૧૧૦ કરતા વધાર દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી ગ્રસિત લોકોની મૃત્યુ આંક ૪૬૦૪ થઈ ગયો છે. જયારે ૧.૨૬ લાખથી પણ વધારે વ્યક્તિઓને નોવેલ કોરોના વાઇરસનું ઇન્ફેકશનથી પીડાઈ રહ્યા છે.

image source

આગળ નોંધાયેલ સાર્સ વાઇરસના લક્ષણ પણ સરખા જ છે.:

વર્ષ ૨૦૦૨માં સમગ્ર વિશ્વમાં ફેલાયેલ આવા જ એક ઇન્ફેકશન સાર્સમાં પણ કોરોના વાઇરસની જેમ એક્સ રે અને સીટી સ્કેન કરાતા તેના રીપોર્ટમાં આવા જ લક્ષણો સામે આવ્યા હતા. સાર્સ રોગમાં પણ ફેફસાની અંદર સફેદ અને ઘાટા ડાઘ જોવા મળ્યા હતા એટલા માટે સાર્સના ઇન્ફેકશનમાં પણ સફેદ અન ઘટ્ટ ધબ્બાઓ જોવા મળ્યું હતા.

image source

ઉપરાંત જ્યાં ફેફસામાં હવા હોવી જોઈતી હતી તેના બદલે ફેફસામાં પણ કફના બનેલ સફેદ મોટા અને ઘાટા ધબ્બા જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ