કોરોના મહામારી સામે લડવા એક બાદ એક ઉદ્યોગપતિએ કર્યુ જોરદાર દાન, ખરેખર આંકડા જાણવા છે

અંબાણીથી માંડીને પેપ્સીકો સુધી કઈ કંપનીએ કોરોના વાયરસ સામેની લડતમાં આપ્યો કેટલો ફાળો – જાણો અને એક ઉમદા નાગરીક તરીકેના તેમના પ્રયાસોને બિરદાવો

ભારતની કોર્પોરેટ કંપનીઓએ કોરોના સામેની લડતમાં પુષ્કળ દાન કર્યું છે. તે પછી ટાટા હોય અંબાણી હોય કે અન્ય નાની કંપનીઓ હોય . આ મુશ્કેલ ઘડીમાં નાનો બિઝનેસ મેન હોય કે મોટો બિઝનેસમેન હોય બધા જ પોતાની શક્તિ પ્રમાણે આ મહામારી સામે લડવા માટે વિવિધ રીતે મદદ કરી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે કોણે કોણે કેટલું દાન કર્યું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (મુકેશ અંબાણી)

image source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયાનું દાન કર્ુયં છે તો મહારાષ્ટ્ર પી.એમ તેમજ ગુજરાત પી.મ ફંડમાં પણ 5-5 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ ઉપરાંત મુકેશ અંબાણીની આગેવાની હેઠળ RIL એ કોરોના વાયરસના દર્દીઓ માટે મુંબઈ ખાતેની સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડનું એક કેન્દ્ર પણ સ્થાપ્યું છે. તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન વિવિધ એનજીઓ સાથે મળીને જરૂરિયાતમંદોને મફત ભોજન પણ પુરુ પાડી રહ્યું છે.

વિપ્રો ગૃપ ( અઝીમ પ્રેમજી)

image source

વિપ્રો ગૃપ અને અઝીમ પ્રેમજી ફાઉ્ડેશને મળીને 1125 કરોડનું દાન કર્યું છે. જેનો ઉપયોગ તબિબિ ક્ષેત્રે તેમજ રોગચાળા સામે લડી રહેલા ફ્રન્ટલાઇન પર સેવાઓ આપતા સ્ટાફ માટે કરવામાં આવશે. આ 1125 કરોડ રૂપિયાની મદદમાં 100 કરોડ વિપ્રો દ્વારા, 25 કરોડ વિપ્રો એન્ટરપ્રાઇઝ દ્વારા અને 1000 કરોડ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવ્યા છે.

ટાટા સન્સ એન્ડ ટ્રસ્ટ (રતન ટાટા)

image source

ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે ભેગા મળીને દેશને 1500 કરોડ રૂપિયાની મદદ કરી છે. 500 કરોડ રૂપિયા જે ટાટા ટ્રસ્ટ દ્વારા ફાળવવામાં આવ્યા છે તેનોે ઉપયોગ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ, રેસ્પીરેટરી સીસ્ટમ્સ, ટેસ્ટીંગ કીટ્સ તેમજ ટ્રીટમેન્ટ ફેસેલિટિઝના સેટપ માટે વાપરવામાં આવશે અને સાથે સાથે તેઓ હેલ્થ વર્કર્સને પણ ટ્રેઇન કરશે. આ ઉપરાંત બાકીના રૂપિયામાંથી તેઓ વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરી રહ્યા છે અને તેનું ઉત્પાદન પણ કરશે.

L & T કંપની

image source

આ ઉપરાંત લાર્સન એન્ડ ટર્બો કંપનીએ પણ 650 કરોડ રૂપિયા કોરોના વાયરસની લડત માટે અલગથી ફાળવ્યા છે. આ ઉપરાંત L&T એ પી.એમ કેર્સ ફંડ 150 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તેમજ પોતાની કંપની સાથે જોડાયેલા તેમના 160,000 કોન્ટ્રાક્ટ વર્કર્સ માટે દર મહિનાના 500 કરોડ ફાળવ્યા છે જેમાંથી તેઓ તેમને વગર કામે પગાર પણ ચૂકવશે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પણ પુરી કરશે.

મહિન્દ્રા ગૃપ ( આનંદ મહિન્દ્રા)

image source

આનંદ મહિન્દ્રાએ પોતાની 100 ટકા સેલરીનું દાન કર્યું છે. અને આવનારા મહિનાઓમાં પણ તેમાં ઉમેરો કરતા જશે તેવું વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે મહિન્દરા કંપનીની રીઝોર્ટ્સને પણ જરૂર પડ્યે હોસ્પિટલમાં ફેરવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત તેઓ કોરોના વાયરસના દર્દીઓ માટે વેન્ટીલેટર્સના ઉત્પાનનું પણ આયોજન કરી રહ્યા છે.

પેટીએમ ( વિજય શેખર શર્મા)

image source

પેટીએમ કંપનીના વિજય શેખર શર્માએ પીએમ કેર્સ ફંડમાં રૂપિયા 500 કરોડનું દાન કર્યું છે. જે પણ એક મોટો આંકડો છે.

હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડ

image source

તેમણે 100 કરોડની મદદ કરવાનું લક્ષ રાખ્યું છે. આ કંપની 2 કરોડ લાઇફબોય સાબુનું જરૂરિયાત મંદોમાં મફત વિતરણ આવનારા મહિનાઓમાં કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કંપની ટેસ્ટીંગ સેન્ટર્સ તેમજ હોસ્પિટલની હેલ્થ કેર ફેસિલિટીઝને સુસજ્જ બનાવવા 10 કરોડ રૂપિયાનું દાન કરવા જઈ રહી છે.

જાહેર કંપનીઓએ પણ આપ્યું છે નોંધનીય દાન

image source

મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમે 1092.29 કરોડનું દાન આપ્યું છે.કોલ ઇન્ડિયાએ 220 કરોડ કોરોના વાયરસ માટે ફાળવ્યા છે. તો આઈટીસી કંપનીએ 150નું દાન કર્યું છે, જેનો ઉપયોગ તેઓ નબળા વર્ગના લોકો તેમજ ગ્રામીણ સ્વાસ્થ્યસેવાઓ માટે કરવાના છે. આ ઉપરાંત HDFC ગૃપે પણ પીએમ કેર્સ ફંડમાં 150 કરોડનું દાન કર્યું છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી વિમા કંપની LIC એ પણ પીએમ કેર ફંડમાં 105 કરોડનું દાન આપ્યું છે.

image source

આ ઉપરાંત JSW ગૃપ, બજાજ ગૃપ, ઇનફોસીસ, ફોનપે, ટોરેન્ટ ગૃપ, હીરો સાઇકલ અદાણી ફાઉ્ડેશન તેમજ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એવી ટીકટોકે જેવી કંપનીઓએ 100-100 કરોડ રૂપિયાનું દાન પીએમ કેર્સ ફંડમાં કર્યું છે. આ ઉપરાંત ટીકટોકે 400,000 મેડિકલ પ્રોટેક્ટિવ સૂટ પણ આપ્યા છે અને 200,000 માસ્ક્સ ડોક્ટર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફને દાન કર્યા છે.

image source

આ ઉપરાંત દેશની સૌથી મોટી બેંક એવી SBIના કર્મચારીઓએ પોતાના બે દિવસના પગાર એટલે કે કૂલ 100 કરોડ રૂપિયાનું દાન કર્યું છે તો SBI એ પોતાના વાર્ષિક નફાના 0.25 ટકા દાન આપવાનું વચન આપ્યું છે. તો કોટક મહિન્દ્રા બેંક ના ઉદય કોટકે પણ પીએમ કેર્સ ફંડમાં 50 કરોડનું દાન કર્યું છે તો મહારાષ્ટ્ર સીએમ ફંડમાં 10 કરોડનું પણ દાન આપ્યું છે આ ઉપરાંત BCCI એ 51 કરોડનો ફાળો આપ્યો છે.

image source

SAIL કંપનીએ પણ 30 કરોડનો ફાળો આપ્યો છે જ્યારે IFFCO, NCL India, જીંદાલ સ્ટીલ એન્ડ પાવર, ટીવીએસ ગૃપે પણ 25-25 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત મોતીલાલ ઓસ્વાલ કંપનીએ 5 કરોડ તો પેન બનાવતી સેલો કંપનીએ 3.5 કરોડનું દાન કર્યું છે. અને DCB કંપનીએ 1 કરોડનો ફાળો આપ્યો છે.

વેદાંતા કંપનીએ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો ઓપ્પો મોબાઈલ્સે પણ પીએમ કેર્સ ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તો વળી હ્યુન્ડાઇ કંપનીએ સાઉથ કોરિયાથી 25000 ડાગ્નોસ્ટીક્સ કીટ ઓર્ડર કરી છે. જ્યારે મારુતી સુઝુકી વેન્ટીલેટર્સનું ઉત્પાદન કરી રહી છે. તેમનું દર મહિને 10,000 વેન્ટીલેટર્સનું ઉત્પાદન કરવાનું આયોજન છે આ ઉપરાંત 20 લાખ માસ્કનું પણ દાન કરવામાં આવ્યું છે.

image source

આ ઉપરાંત સન ફાર્મા દ્વારા 25 લાખ રૂપિયાની દવાઓ તેમજ હેન્ડ સેનીટાઇઝરનું દાન આપવામાં આવશે. તો વળી પાર્લે પ્રોડક્ટ્સ પણ પાર્લે જીના 3 કરોડ પેકેટ જરૂરિયાત મંદોમાં વહેંચી રહી છે.

બોલીવૂડ દ્વારા કરવામાં આપવામાં આવેલું યોગદાન

ટી-સીરીઝ કંપનીએ રૂપિયા 12 કરોડનું દાન આપ્યું છે જેમાંથી 11 કરોડ પીએમ કેર્સ ફંડમાં અને બાકીના એક કરોડ મહારાષ્ટ્ર સી.એમ ફંડમાં આપ્યા છે.

image source

અક્ષય કુમારે તો 25 કરોડ રૂપિયા પીએમ રાહત ફંડમાં આપ્યા જ છે તે બધા જાણે છે. શાહરુખ ખાને પણ મહારાષ્ટ્ર તેમજ પશ્ચિમ બંગાળ સરકારને પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટની 50,000 કીટ ફાળવી છે. આ ઉપરાંત શાહરુખ ખાનના મીર ફાઉન્ડેશને અર્થ ફાઉ્ડેશન સાથે મળીને 55,00 કુટુંબોને ભોજન પુરુ પાડ્યું છે તેમજ જરૂરિયાત મંદ ઘરો તેમજ હોસ્પિટલોને ભોજન પુરુ પાડવા માટે એક મોટા રસોડાનું પણ સેટઅપ કર્યું છે. આ ઉપરાંત 3 લાખ મીલ કીટ પણ 10,000 લોકો માટે ફાળવી છે જે ઓછામાં ઓછી 30 દિવસ સુધી ચાલી શકે છે. આ ઉપરાંત મીર ફાઉન્ડેશન દ્વારા 2500 જરૂરિયાત મંદ મજૂરી કામ કરતા લોકો માટે જીવનજરૂરિયાત વસ્તુઓ પણ પુરી પાડી છે તેમજ શાહરુખે પોતાની કંપની રેડ ચીલીનું ઓફિસનું બિલ્ડિંગ પણ જરૂર પડ્યે હોસ્પિટલમાં કન્વર્ટ કરવાની તૈયારી બતાવી છે.

image source

શાહરુખ અક્ષય ઉપરાંત, વરુણ ધવન, દીપીકા-રણવીર, અનુષ્કા-વિરાટ, કાર્તિક આર્યાન વિગેરે બોલીવૂડ સ્ટાર્સે પણ પીએમ કેર્સ ફંડમાં દાન આપ્યું છે તો વળી ભારતીય ક્રીકેટ ટીમના ખેલાડીઓએ પણ દાન કર્યું છે. જો કે કોઈએ પોતાના દાનની કીંમત જાહેર કરી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ