જીવલેણ કોરોના વાયરસના ભયથી ચીનની થઇ ગઇ કંઇક આવી હાલત, જોઇ લો તસવીરોમાં તમે પણ

જીવલેણ કોરોના વાયરસના ભયથી આખાએ ચીનનો બદલાઈ ગયો ચિતાર – જુઓ તસ્વીરો

image source

કોરોના વાયરસનું એપિસેન્ટર ગણાતા ચીનમાં છેલ્લા બે મહિનાથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સમગ્ર વિશ્વમાં એક લાખ કરતાં પણ વધારે લોકો COVID 19 ગ્રસ્ત થયા છે અને 3300 કરતાં પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 85 દેશોમાં આ વાયરસના કેસીસ જોવા મળ્યા છે.

ચીનના પ્રશાસન દ્વારા રોગચાળ વધારે ફેલાય નહીં તે માટે આખીને આખી કોલોનીઓને સીલ કરી દેવામાં આવી છે. અને એક કુટુંબના માત્ર એક જ સભ્યને અઠવાડિયામાં માત્ર બે વાર જ જીવનજરૂરિયાતનો સામાન લેવા દેવા માટે બહાર નીકળવા દેવામાં આવે છે. ત્યાં ધંધારોજગાર પર જવાની તો વાત જ નથી આવતી.

image source

આ દરમિયાન મેક્સર ટેક્નોલોજી દ્વારા સેટેલાઈટથી કેટલીક તસ્વીરો લેવામાં આવી છે. જેને જોઈને તમે અંદાજો લગાવી શકશો કે કોરોના વાયરસ ફેલાવા બાદ ચીનના વિવિધ ભાગોમાં કેટલી હદ સુધી પરિવર્તન આવ્યું છે. તો ચાલો જોઈએ આ તસ્વીરો.

પરિસ્થિતિઓમાં આવેલા ફેરફાર વચ્ચે સરખામણી કરવા માટે અહીં કેટલીક 2017ના એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી તસ્વીરો પણ સામેલ કરવામાં આવી છે. આ સેટેલાઇટ તસ્વીર કોરોના વાયરસના એપિસેન્ટર ગણાતા વુહાન શહેરની છે જે 2017માં લેવામાં આવી હતી. આ તસ્વીરમાં તમે એક તળાવને જોઈ શકો છો અને સાથે સાથે તમે એક હરિયાળો વિસ્તાર પણ જોઈ શકો છો.

image source

હવે આ બીજી તસ્વીરમાં જુઓ તે જ હરિયાળો વિસ્તાર નેસ્તનાબુદ થઈ ગયો છે. આ તસ્વીર આ જ વર્ષના ફેબ્રુઆરીમાં લેવામાં આવી છે. આ તસ્વીરમાં જે વાદળી શેડ દેખાઈ રહ્યા છે તે વિસ્તાર 366,00 સ્ક્વેર ફુટનો છે. જે એક હુઓશેન્શાન હોસ્પિટલનો છે જેને માત્ર 10 જ દિવસની અંદર ઉભી કરી દેવામાં આવી હતી.

આ તસ્વીર પણ વુહાન શહેરની જ છે. આ તસ્વીર 2019ના ઓગસ્ટ મહિનામાં લેવામાં આવી હતી. અહીં તમે જોઈ શકો છો કે આ જગ્યા બિલકુલ ખાલી છે.

image source

પણ હવે તમે આ જ જગ્યાની આ તસ્વીર જુઓ. આ તે જ જગ્યાની તસ્વીર છે અને અહીં પણ રાતોરાત એક વિશાળ 1500 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે.

આ ફોટો વુહાન શહેરના એક ટોલ પ્લાઝાનો છે. 2017ના ઓક્ટોબરમાં આ ફોટો લેવામાં આવ્યો હતો અને અહીં ઉભેલી સેંકડો ગાડીઓને તમે જોઈ શકો છો. એક જાણકારી પ્રમાણે વુહાનની કુલ વસ્તિ 11 મિલિયન એટલે કે એક કરોડ 10 લાખ લોકોની છે.

image source

હવે આ તસ્વીર તે જ ટોલ પ્લાઝાની છે, જે આ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જ લેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે સેંકડો ગાડીઓ તો શું માણસો પણ અહીં દેખાતા નથી. આખાએ શહેરમાં જાણે કર્ફ્યુ લાગી ગયો હોય તેવો માહૌલ છે. કોરોના વાયરસને કારણે વુહાનના લાખો લોકોએ બીજા શહેરમાં દોટ મૂકી છે.

image source

આ તસ્વિર ચીનના સૌથી મોટા શહેર બિજિંગની છે અને વિશ્વનું આ સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર છે. અહીં જે તસ્વીર દર્શાવવામાં આવી છે તે 2019ના ફેબ્રુઆરીની છે. તસ્વીરમાં તમે અહીં ઢગલા બંધ લોકોને જોઈ શકો છો. જે કાળી કાળી કીડી જેવી વસ્તુઓ દેખાય છે તે માણસોની જ છે.

આ બીજી તસ્વીર તે જ જગ્યાની છે જે ગત ફેબ્રુઆરી મહિનામાં જ લેવામાં આવી છે. તેમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ સાવજ ખાલી છે અને માણસો તો ગણતરીના જ જોવા મળે છે.

image source

આ તસ્વિર આ જ વર્ષની પ્રથમ ફેબ્રુઆરીના રોજલેવામાં આવી છે જે ટોક્યોના ડીઝની લેન્ડની છે. ડીઝની લેન્ડમાં તમે મુલાકાતીઓને સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

આ બીજી તસ્વીર 1 માર્ચની છે, અને તેજ જગ્યાની છે. કોરોના વાયરસના ફેલાવાથી 28 ફેબ્રુઆરીના રોજ ડિઝનીલેન્ડને બંધ કરી દેવામાં આવ્યું હતું. અને બસ ત્યારથી અહીં એક માણસ પણ ફરકતું જોવામાં નથી આવ્યું.

image source

આ સ્થિતિ માત્ર ચીનની જ નથી પણ ઇટાલીમાં પણ કોરોના વાયરસના કેસીસ દીવસેને દીવસે વધવા લાગ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને ઇટાલીના પ્રશાસને પણ તકેદારી માટે કેટલાક પગલાં લીધા છે. ઇટાલીની ફેશન નગરી મિલાનમાં અત્યાર સુધીમાં 3000 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે જેમાંથી 107 લોકોના મૃત્યુ થઈ ગયા છે. અહીં દર્શાવેલી તસ્વીર આ વર્ષના જાન્યુઆરીમાં લેવામાં આવી હતી.

image source

જીવલેણ કોરોના વાયરસથી ઇટાલીના લોકો ભયભીત થઈ ગયા છે અને પોતાની જાતને ઇન્ફેક્શનથી બચાવવા માટે ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. આ તસ્વીર આ જ મહિનામાં લેવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો કે ગણતરીના લોકો જ રસ્તાઓ પર જોઈ શકાય છે.

કોરોના વાયરસ હવે એક આંતરરાષ્ટ્રિય ત્રાસદી બની ગઈ છે અને તેના કારણે એવિએશન બિઝનેસને સૌથી વધારે અસર થઈ છે. ચીનના વુહાનના એરપોર્ટની આ તસ્વીર છે આ એરપોર્ટ પર તાળા મારી દેવામાં આવ્યા છે. અહીં જે તસ્વીર છે તે ગત વર્ષના ઓક્ટોબરની છે.

image source

જ્યારે આ બીજી તસ્વીરે વુહાન એરપોર્ટની તાજેતરની છે. અહીં તમે જોઈ શકો છો કે એક પણ પ્લેન નથી જોઈ શકાતું. આ વૈશ્વિક રોગચાળાના કારણે એરલાઇન્સ સેક્ટરને લગભગ 113 બિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

ચીન, ઇટાલી બાદ ઇરાનની હાલત પણ ભયાવહ છે. આ તસ્વીર ફાતિમા મ્યુઝિયમની છે જેને 2019ના સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવી હતી. અહીં તમે માણસોના ટોળાઓને સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

image source

હવે આ બીજી તસ્વીરમાં જુઓ. તમારા માટે માણસો શોધવા મુશ્કેલ થઈ જશે.

image source

આ દરમિયાન ચીનમાં પોલ્યુશનના લેવલની તપાસ પણ કરવામાં આવી હતી જેમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ચીનમાં રહેતાં સ્થાનિક લોકો તેમજ ટુરિસ્ટ દ્વારા પણ સોશિયલ મિડિયા પર કેટલીકે વડિયો શેર કરવામાં આવી છે જેમાં તેઓ સુમસામ રસ્તાઓ બતાવતા જોઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ