વાહ ભાઈ વાહ, કોરોનાની ગાઈડલાઈનનું પુરુ ધ્યાન રાખીને અમદાવાદમાં યોજાયા સમૂહલગ્ન, વરવધૂ હરખાઈ ગયાં, તમે પણ આ રીતે કરી શકો છો લગ્ન

હાલમાં દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાએ માઝા મુકી દીધી છે અને માતેલા સાંઢની જેમ કેસો વધી રહ્યા છે,. દરરોજ 1500 લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને હજુ પણ કેસ વધવાનો સિલસિલો યથાવત છે. ત્યારે દિનપ્રતિદિન વધતા કોરોના કેસ સામે સરકાર પણ નવા નવા પગલાં ભરી રહી છે અને કોરોનાને ડામવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે આવા નીતિ નિયમમાં લોકો લગ્ન યોજવામાં કે કેમ તે એ દુવિધામાં મુકાઈ ગયા છે. તો વળી કેટલાક લોકોએ તો 2021 સુધી લગ્ન પોસ્ટપોન્ડ કર્યા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આ અનોખા લગ્ન વિશે વાત કરીએ તો આ સમૂહલગ્નનું આયોજન બે દિવસમાં યોજ્યું છે. જેમાં કોરોનાની ગાઈડલાઈન ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું છે. ત્યારે દસ્તાન ફાર્મમાં એક સાથે 13 જોડકા એક સાથે લગ્ન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 13 જોડકાના લગ્ન પૂર્ણ થાય એટલે આખા સ્થળને સેનિટાઈઝ કરીને બીજા લગ્ન જોડાય તેવી ગોઠવણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દાસ્તાન ફાર્મમાં યોજયેલા સમૂહલગ્નમાં તમામ સમુદાયના 51 જોડકા જોડ્યા હતા. તેમજ આ સમુહલગ્નમા આયોજકો દ્વારા પ્રત્યેક જોડાકા દીઠ અલગ ભોજન વ્યવસ્થા. અલગ અલગ લગ્ન મંડળ. વરવધુના આગમન સમયે વર પક્ષના 25 લોકો અને કન્યા પક્ષના 25 લોકો એમ 50 લોકો સાથેની અલગ અલગ લગ્ન મદળમાં અલગ અલગ વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી.

આ સાથે જ કઈ રીતે કેવી વ્યવસ્થા હતી એના વિશે જો વાત કરીએ તો આયોજકો દ્વારા લગ્ન પહેલા સ્વયંસેવકો, રસોઈયા સહિતના સમુહલગ્નની કામગીરીમાં જોડાયેલા 70 જેટલા લોકોનું કોવિડ ટેસ્ટ કરાવીને નેગેટિવ આવેલા લોકોને કામગીરી રાખ્યા પણ અનોખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમજ સમુહલગ્નમાં આવતા લોકોનું પ્રથમ રજિસ્ટેશન કરવાનું. ત્યારબાદ ટેપરેચર ચેકિંગ, માસ્ક અને સેનિટાઈઝેન બાદ સગાવાલા કે વરવધુને મંડપમાં પ્રવેશવાની અનોખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસમાં યોજાયેલા લગ્નને પાર્ટી પ્લોટમાં પાર્કિગ, લગ્ન મંડપમાં પ્રવેશવાની સ્થળોએ ભીડ ન થયા તેમજ અલગ અલગ સમયે કન્યા વિદાયની વ્યવસ્થાનું પણ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌથી મોટી વાત તો એ છે કે આ સમગ્ર આયોજન જોઈને પરણેલા વરવધુ પણ કહેવા લાગ્યા કે સાચે જ કોવિડમાં થયેલા સમૂહ લગ્ન ઘરે યોજાયેલા લગ્નને પણ ટક્કર મારે તેવા અને યાદગાર બની ગયા છે. આટલું ધ્યાન ઘરે યોજયેલા લગ્નમાં ન રાખી શકાય તેવી વયવસ્થા સમુહલગ્નમાં યોજાઈ છે. જો કે બે દિવસના સવારે 9થી 1 વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી એક તેર તેર યુગલોએ કોવિડની ગાઈડલાઈન સાથે કુલ 51 યુગલોએ પ્રભુતામાં પગલાં ભર્યા. 51 યુગલોમાં પ્રભુતામાં પગલાં ભરતા 30 યુગલો એવા હતા કે જેમણે નાનપણમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવીને અન્ય પરિવારજનો સાથે ઉછરેલા યુગલો પણ પ્રભુતામાં પગલાં ભર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1455પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,18,788એ પહોંચી છે.

જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4081એ પહોંચ્યો છે. જ્યારે 1485 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 91.42 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ