ગુજરાત બહાર આવતીકાલે જવાનું ટાળજો, નહિં મળે ઓટો અને ટેક્સી, જાણી લો કાલે શું રહેશે બંધ

કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોના આંદોલનનો આજે 12 મો દિવસ છે. છેલ્લા બાર દિવસમાં ખેડૂત આંદોલન દેશભરમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયું છે અને આ આંદોલન હવે દિલ્હીની સરહદથી આગળ વધ્યું છે અને ભારત બંધ સુધી પહોંચ્યું છે. આવતી કાલે એટલે કે 8 ડિસેમ્બરે શાંતિપૂર્ણ પ્રદર્શન સાથે ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ એલાનને રાજકીય પક્ષો સહિત અલગ અલગ સંગઠન પણ સમર્થન આપી રહ્યા છે.

image source

દેશમાં પંજાબ અને હરિયાણાની મંડીઓ, પેટ્રોલ-ડીઝલ એસોસિએશન અને દિલ્હી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સિવાય બેંગલુરુમાં ખેડૂતોના સમર્થનમાં અનિશ્ચિત મુદત સુધી હડતાલ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

image source

આંદોલનના પ્રથમ દિવસથી જ ખેડૂત સંગઠનો તેમની માંગણીઓને લઈને ખૂબ જ સ્પષ્ટ છે કે જ્યાં સુધી કૃષિ કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, પછી ભલે તે લડાઈ લાંબી ચાલે. ખેડૂત સંગઠનો ફરિયાદ કરી રહ્યા છે કે સરકાર તેમને સાંભળવા તૈયાર નથી. તેવામાં હવે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. તેની અસર ટ્રાંસપોર્ટ સેવા પર પણ જોવા મળશે.

image source

ખેડૂતોના સમર્થનમાં જાહેર થયેલા બંધમાં ઓટો રિક્ષા અને ટેક્સી યુનિયનો પણ જોડાવાના છે. જેના કારણે આવતી કાલે લોકોને પરીવહન સેવાને લઈને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

image source

ભારત બંધના આ એલાનમાં એક માત્ર આરએસએસ સંઘ આ જોડાશે નહીં. આ સિવાય કોંગ્રેસ, બસપા, સપા, ડીએમકે, ડાબેરીઓ , એનસીપી, ટીએમસી, આપ વગેરેએ આંદોલનને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત શિવસેના, જેએમએમ, ટીઆરએસ અને આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ અનેક ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. પરંતુ આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે તેનાથી અંતર જાળવ્યું છે. ભારતીય કિસાન સંઘે કહ્યું છે કે જ્યારે બંને પક્ષો વચ્ચે 9 ડિસેમ્બરના રોજ ફરીથી વાતચીત થવાની છે તો પછી તેના એક દિવસ અગાઉ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન યોગ્ય નથી.

image source

આ સાથે જ આંદોલનમાં એવોર્ડ વાપસી પણ જોરશોરથી ચાલી રહી છે. હવે આ આંદોલનને લઈને ઓલમ્પિક મેડલ વિજેતા અને હરિયાણાના બોક્સર વિજેન્દ્ર સિંહે સરકારને ચેતવણી આપી છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી મુજબ સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચે તો તે રાજીવ ગાંધી ખેલરત્ન અવોર્ડ પાછો આપી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ