કોરોના કાળમાં મારૂતિ સુઝુકી પોતાના ગ્રાહકો માટે લાવી બમ્પર ઓફર, જલદી કરો, રહી જશો તો બહુ થશે પસ્તાવો

કોરોના મહામારીના કારણે કારના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો બીજી તરફ કાર નિર્માતા કંપની ગ્રાહકોને અવનવી ઓફર્સ આપી રહી છે. જેમાં મારૂતિ સુઝુકી પણ સામેલ છે. વર્ષોથી ભારતના બજારમાં મારૂતિ સુઝુકીની કારનો દબદબો રહ્યો છે. કારમાં ફરવા ઈચ્છતા લોકોએ માટે ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની શાનદાર ઓફર લઈને આવી છે.

image source

આ કંપની 8 લાખ રૂપિયાની કાર માત્ર 390 રૂપિયાના સરળ હપ્તે ગ્રાહકોને આપી રહી છે. Maruti Suzuki ઇન્ડિયાએ તેની અર્ટિગા કાર કે જેની કિંમત 8 લાખ રૂપિયાની આસપાસ છે. સાત સીટર આ કારને હવે માત્ર 390 રૂપિયાના દરરોજના હપ્તે ખરીદી શકો છો. હાલ આ ઓફર્સની શરૂઆત રાજધાની દિલ્હીમાં કરવામાં આવી છે.

માસિક ઇએમઆઇ 11,721 રૂપિયા

image source

તો બીજી તરફ આ કારની કિંમતની વાત કરીએ તો Maruti Suzuki Ertiga LXIની શરૂઆતી કિંમત 7.59 લાખ રૂપિયા છે. જો તમે એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો તો સાત વર્ષ માટે તમને માસિક ઇએમઆઇ 11,721 રૂપિયા હશે. દરરોજના હિસાબથી ગણતરી કરવામાં આવે તો 390 રૂપિયા થશે. જો કે, ઇએમઆઇ તો તમારે મહિનાના આધારે જ ચૂકવવાના રહેશે. 1.4 લીટર પેટ્રોલ એન્જિન કારમાં 92 એચપી પાવર છે, જ્યારે 1.3 લીટર ડિઝલ એન્જિન કારમાં 90 એચપી પાવર છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવે છે. પેટ્રોલ એન્જિનમાં 4 સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સનો પણ ઓપ્શન છે.

દેશના 60 શહેરોમાં શરૂ કરવાની છે યોજના

image source

જો આ કારના ફિચર્સ વીશે વાત કરીએ તો નવી મારૂતિ અર્ટિગાના Z+ વેરિએન્ટમાં Maruti ના સ્માર્ટપ્લે ઇન્ફોટેનમોન્ટ સિસ્ટમ છે. જે એન્ડ્રોયડ ઓટો, એપલ કારપ્લે અને નેવિગેશન સપોર્ટની સાથે આવે છે. કારમાં કેમેરાની સાથે રિયર પાર્કિંગ સેન્સર, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, 15 ઇંચના એલોય વ્હીલ અને હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ આપવામાં આવી છે. જેનાથી લાંબી મુસાફરીમાં ડ્રાઇવરને આરામ મળે છે.

Maruti Suzuki સબ્સક્રાઇબ સર્વિસ શરૂ કરી

image soucre

સેફ્ટીના હિસાબથી કારમાં ડ્યુઅલ એરબેગ અને એબીએલ તમામ વેરિએન્ટમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. કાર કંપનીએ તેના ગ્રાહકો માટે Maruti Suzuki સબ્સક્રાઇબ સર્વિસ શરૂ કરી છે.

image source

દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzuki ઇન્ડિયાએ તેના વાહન સબ્સ્ક્રિપ્શન કાર્યક્રમ મારૂતિ સુઝુકી સબ્સ્ક્રાઇબનો વિસ્તાર ચાર અન્ય શહેરોમાં કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ દિલ્હી બાદ મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં કરવામાં આવી રહ્યો છે. કંપનીની યોજના આગામી ત્રણ વર્ષમાં આ યોજના દેશના 60 શહેરોમાં શરૂ કરવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ