લીલવા કચોરી – લીલવાના માવામાં આ એક સિક્રેટ સામગ્રી ઉમેરી દો બનશે એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ.

શિયાળો એટલે લીલા શાકભાજીની સીઝન આપણે જેટલા લીલા શાકભાજી ની વાનગી કરીએ તેટલી ઓછી પડે તો આજે આપણે લીલવાની કચોરી બનાવીશું. તો ચાલો જોઈએ તેની સામગ્રી. જો તમે હજી પણ અમારી યુટ્યુબ ચેનલ ફોલો નથી કરી તો અત્યારે જ અહીંયા ક્લિક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જલારામ ફૂડ હબને.

સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ જુઓ)

  • તુવેરના દાણા
  • મેંદો
  • ઘી
  • તેલ
  • વલીયારી
  • જીરું
  • હિંગ
  • આદુ મરચાં ની પેસ્ટ
  • હળદર
  • કોપરાનું છીણ
  • તલ
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • ખાંડ
  • લીંબુનો રસ
  • કાજુ

રીત-

1- સૌથી પહેલા આપણે 500 ગ્રામ તુવેર લીધી હતી તો તેને ફોલી ને તેના દાણા તૈયાર કરી લીધા છે.

2- સૌથી પહેલા આપણે દોઢ સો ગ્રામ મેંદો લઈશું. અને તેમાં બે ચમચી મોવણ માટે ઘી લઈશું. હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખી શું. લોટ બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહી તેઓ બાંધી લઈશું.હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈશું.અને લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે આપણે તેને ઢાંકીને રહેવા દઈશું.

3- હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. સૌથી પહેલા તુવેરના દાણા લઈ એક મિક્સર જારમાં લઈ લઈશું. અને તેને પીસી લઈશું. હવે એક કઢાઈમાં 2 થી 3 ચમચી તેલ લઈશું. હવે તેમાં જીરુ એડ કરીશું.હવે એક નાની ચમચી વલીયારી ઉમેરીશું. હવે તેમાં થોડી હિંગ નાખીશું.

4-હવે આપણે તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખી શું. હવે તેમાં એક ચમચી ચણાનોલોટ નાખીશું. તેલમાં ઉમેરી તેને બરાબર શેકી લઈશું. ચણાનો લોટ નાખવાથી કચોરી ના ગળા સરસ બનશે.

5-હવે આપણે એક નાની ચમચી હળદર નાખી શું. બધુ બરાબર સંતળાય જાય એટલે આપણે તુવેરના દાણા પીસેલા નાખીશું. હવે તને મિક્સ કરતા કરતા તેને બરાબર હલાવી લઈશું. હવે આપણે દાણાના ભાગનું ટેસ્ટ મુજબ મીઠું નાખી શું.

6-હવે એક મોટી ચમચી તલ નાખીશું. કચોરીમાં તલ, વલીયારી આ બધું નાખવાથી ટેસ્ટ ખુબ સરસ આવે છે. હવે એક મોટી ચમચી કોપરાનું છીણ નાખીશું. હવે આ સ્ટેજ પર તમે સૂકું લાલ મરચું નાખી શકો છો. અહીંયા આપણે તીખા જ મરચા લીધા હતા એટલે લાલ મરચું પાવડર નાખવાની જરૂર નથી.

7-હવે તેમાં 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખી શું. એક અડધી ચમચી ગરમ મસાલો નાખી શું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે એક ચમચી ખાંડ નાખવાની છે. અને એક ચમચી લીંબુનો રસ નાખી શું. અને એક ચમચી કાજુ નાખીશું.

8-હવે આપણે લીલા ધાણા ઉમેરીશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડું ઠંડુ થવા દઈશું. પછી આપણે તેના બોલ્સ બનાવીને કચોરી બનાવી લઈશું. જે સાઇઝ જોઈએ તે સાઈઝના બોલ બનાવી લઈશું.

9-હવે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. હવે તેને થોડો મસડી લઈશું. હવે તેમાંથી નાના ગુલ્લા બનાવી લઈશું. એક ગુલ્લુ લઈ વણી લઈશું. કચોરી વણવામાં કોઈ તેલ કે લોટ નો ઉપયોગ કરવાનો નથી.

10- હવે નાની પૂરી ટાઇપ વણી ને હાથ માં લઇ લેવાની અને સ્ટફિંગ નો એક બોલ લઈ લઈશું.તેમાં વચ્ચે મૂકી દેવાનું અને ચપટી વાર્તા હોય તેવી રીતે વારી લેવાની. અને કચોરી એકદમ ફિટ બંધ કરી દેવાની. ખૂલે નહીં તેવી રીતે ફીટ કરી લેવાની. આ જ રીતે આપણે બધી કચોરી ભરી લઈશું.

11-આપણે કચોરી બનાવવાના છે તે એક નવી રીતથી તેને તળવાના નથી પણ અપ્પમ પેન માં પણ જોઈશું અને તળીને પણ જોઇશું. અપ્પમ પેન માં આપણે તેલ લગાવી લઈશું. તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું.

12- હવે પેન ગરમ થઈ ગયું છે તો તેમાં કચોરી મૂકી દઈશું. હવે કચોરી ઉપર પણ તેલ લગાવી દઈશું.જેથી આપણી કચોરી ક્રિસ્પી બનશે. થોડી થોડી વારે પલટાવતા કરતા રહીશુ.હવે એક મિનિટ માટે ઢાંકી દઈશું.

13- આપણી કચોરી તળિયા વગર પણ એકદમ ક્રિસ્પી બની છે. તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી તળી લઈશું. હવે કચોરી તેલમાં મુકીશું. અને તેને તળી લઈશું. કચોરીને થોડી થોડી વારે પલટાવતાં રહીશું.

14-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કચોરી તૈયાર થઇ ગઈ છે. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.