વર્ષો પહેલાની ધર્મેન્દ્રની આ પોલ ખુલી છેક આજે, જેમાં ત્રણ સોન્ગમાં કર્યુ છે કંઇક એવું કે..જોઇ લો પુરાવા તરીકે તસવીરો

ત્રણ ફિલ્મો, ત્રણ ગીતો, ત્રણ અભિનેત્રીઓ, પરંતુ એક અભિનેતા અને સૌથી મોટી વાત એ છે કે એક્ટરની ત્રણેય ફિલ્મોમાં એક જ શર્ટ. અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર વિશે. ધર્મેન્દ્ર પોતાના સમયમાં શ્રેષ્ઠ અભિનેતામાના એક હતા. એક્શન હીરો બનતા પહેલા તે રોમેન્ટિક ફિલ્મોના રાજા રહ્યા છે.

ગીતોમાં પણ એવી સામાન્ય વાત હતી

image source

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડીને ભલે સૌથી વધુ પસંદ કરવામાં આવી હોય, પરંતુ અભિનેતા આશા પારેખ, શર્મિલા ટાગોર, રાખી સાથે ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. આ ત્રણેય અભિનેત્રીઓ સાથે ધર્મેન્દ્રનું કામ લોકોને ઘણુ પસંદ તો આવ્યું પરંતુ સાથે સાથે આ બધા સાથે કરવામાં આવેલા ગીતોમાં પણ એવી સામાન્ય વાત હતી, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ત્રણેય ગીતોમાં એક જ શર્ટ પહેર્યો હતો

image source

વાસ્તવમાં ધર્મેન્દ્રની ફિલ્મો- જીવન મૃત્યૂં, આયા સાવન ઝૂમ કે અને મેરે હમદમ મેરે દોસ્તના ગીતો પર ધ્યાન આપવામાં આવે તો તેમણે સાથિયા નહિ જાના કે જી ના લગે, ચલો સજના જહાં તક ઘટા ચલે અને ઝિલમીલ સીતારો કા આંગન હોગા ગીતોમાં એક જ શર્ટ પહેર્યો છે.

આ ગીતમાં પીળા કલરની શર્ટ પહેરોલો

image source

ધર્મેન્દ્ર આશા પારેખ સાથે સાથિયા નહી જાના કે જી ના લગે ગીતમાં પીળા કલરની શર્ટ પહેરોલો જોવા મળે છે, જેમા યેલો અને બ્રાઉન સ્ટ્રિપ્સ છે. આજ શર્ટને ધર્મેન્દ્રએ શર્મીલા સાથે સંગ ચલો સના જહાં તક ઘટા ચલે ગીત અને રાખી સાથે ઝીલમીલ સીતારો કા આંગન હોગા ગીતમાં પણ રહેર્યો હતો. કહેવુ પડશે કે તેમા તે ઘણા હેન્ડસમ લાગી રહ્યા હતા.

1960 માં આવી હતી ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ

image source

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી કરી હતી. ડિરેક્ટર અર્જુન હિંગોરાનીની આ ફિલ્મ 1960 માં આવી હતી. આ પછી તેઓ બોયફ્રેન્ડ નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા. 1960 થી 1967 સુધી, તે ઘણી રોમેન્ટિક ભૂમિકાઓમાં જોવા મળ્યા અને તેમની એક્ટિંગને લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવી. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે. 1997માં તેમને હિન્દી સિનેમામાં પ્રદાન બદલ લાઈઇ ટાઈમ એચિવમેન્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

100થી વધુ હિટ ફિલ્મો આપનારા બોલિવૂડના એકમાત્ર સુપરસ્ટાર છે ધર્મેન્દ્ર

image source

ધર્મેન્દ્રએ અત્યાર સુધીમાં એવી 100થી વધારે ફિલ્મો આપી છે જે બોક્સ ઓફિસ પર મબલખ કમાણી કરાવી આપનારી પુરવાર થઈ હતી. તેમાંથી 60 ફિલ્મો તો જ્યુબિલી હિટ્સ હતી. આજે કોઈની એકાદ ફિલ્મો હિટ થઈ જાય તો તે આસામાનમાં પહોંચી જાય છે. ધર્મેન્દ્રના સંતાનો પણ સુપર સ્ટાર બન્યા હતા. તેમણે પ્રકાશ કૌર સાથે 1954માં લગ્ન કર્યા હતા અને તેમના પુત્રો છે સની દેઓલ અને બોબી દેઓલ. ત્યાર બાદ 1980માં તેમણે હેમામાલિની સાથે લગ્ન કર્યા હતા જેની બે દિકરીઓ છે ઇશા દેઓલ અને આહના દેઓલ. આ તમામ સંતાનો પરિણિત છે અને તેમના ઘરે પણ બાળકો છે. આમ ઘર્મેન્દ્રનો પરિવાર ખૂબ જ બહોળો છે.

ઘર્મેન્દ્રની ફિલ્મો સમગ્ર ભારતમાં કામયાબ રહેતી

image source

ધર્મેન્દ્રનો પણ એક સમય હતો જ્યારે તેમની ફિલ્મોમાંથી નિર્માતા, નિર્દેશક, વિતરક, સિનેમાહોલના માલિકોથી લઈને સાઇકલ સ્ટેન્ડ અને કેન્ટીનવાળા પણ કમાતા હતા. એ સમયે ઘણી ફિલ્મો પંજાબમાં સારી કમાણી કરતી તો બંગાળમાં પીટાઈ જતી હતી પરંતુ ઘર્મેન્દ્રની ફિલ્મો સમગ્ર ભારતમાં કામયાબ રહેતી હતી. ક્યારેક તો તેમની નવી ફિલ્મોની સાથે પુરાણી ફિલ્મો પણ ફરીથી રિલીઝ થતી અને કમાણી કરાવી આપતી હતી.ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને 2000ની સાલ સુધી તો તેમની ફિલ્મો નિયમિત રીતે આવતી હતી. હાલમાં જે સની દેઓલ સાથે તેઓ સનીના પુત્રને લઈને અપને-2ની ઘોષણા કરી ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ