કોરોના વિસ્ફોટ: આ 3 શહેરોમાં પણ કર્ફ્યુની વિચારણા, જો તમે પણ ક્યાંક બહારગામ હોવ તો વાંચી લો પહેલા ‘આ’, નહિં તો…

દિવાળીમાં જે છૂટછાટ હતી તેનો લાભ લેવામાં લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમને ભુલી બેઠા હતા તેનું પરીણામ હવે ભોગવવું પડશે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત બાદ હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ અગમચેતીના ભાગરુપે સ્થાનિક તંત્ર કર્ફ્યુની વિચારણા કરી રહ્યું છે.

image source

અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યુની વાત સામે આવ્યા બાદ ચર્ચાઓ શરુ થઈ હતી કે રાજ્યમાં ફરીથી લોકડાઉન થશે પરંતુ આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવી દીધું હતું કે કોરોનાના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ-રવિના દિવસોમાં વીક એન્ડનો કર્ફ્યુંનો નિર્ણય લેવાયો છે. પરંતુ રાજ્યમાં લોકડાઉનની કોઈ જ વાત નથી.

image source

આ સાથે જ રાજ્યના મુખ્ય શહેરો જેવા કે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ નિયત સમય માટે કર્ફ્યુ લાદવાની વિચારણા કરવામાં આવી રહી છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં સ્થાનિક વહિવટી તંત્રની રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચાના અંતે શું નિર્ણય લેવામાં આવે છે તેની જાહેરાત આજે સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. રાજકોટના જિલ્લા કલેક્ટર અને અન્ય શહેરોના મહાપાલિકાના કમિશ્નરે પણ આ અંગે નિવેદન આપ્યું હતું. જો કે તેમનું એમ પણ કહેવું છે કે હાલ આ શહેરોમાં સ્થિતિ બેકાબૂ નથી તેથી લોકોએ ગભરાવું નહીં પરંતુ આ સમયમાં સાવચેત વધુ જરૂરી છે.

બીજી તરફ અંબાજી મંદિરે દર્શને પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને પહોંચી વળવા છેલ્લા બે ત્રણ દિવસમાં રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે.

image source

તેમણે પ્રજાને અનુરોધ કરતા જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ગાઇડલાઇનનું પાલન કરીએ. લોકોને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવા મુખ્યમંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

image source

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખી તારીખ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ શરૂ કરવાના હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ હમણાં કોઈ શાળા કોલેજ શરુ કરાશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ