એલર્ટઃ જો તમે આ જગ્યાએ ઝડપથી ચાલશો તો ફટાક કરતા આવી જશો કોરોનાની ઝપેટમાં, જાણો અને ચેતો

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે ત્યારે દેશ અને દુનિયામાં વેક્સીન આવવાની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થવા આવી છે. અમેરિકામાં તો સ્થાનિકોને વેક્સીન મૂકાઈ પણ ચૂકી છે. આ સમયે ભારતમાં પણ ગણતરીના દિવસોમાં વેક્સીનેશન શરૂ થવાની આશા છે અને પહેલાં કોને અને કેવી રીતે વેક્સીન મૂકાશે તેની એસઓપી તૈયાર થતાં સર્વે પણ શરૂ કરી દેવાયો છે.

image source

કોરોના સંક્રમણને આખી દુનિયાને સંકટમાં રાખ્યું છે ત્યારે આ સમયે સંક્રમણના પ્રસારને લઈને એક અધ્યયન કરાયું છે જેનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવાયું છે કે સાંકડી જગ્યાઓ પર એકમેકની પાછળ ઝડપથી ચાલવાથી કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે. જ્યારે સંક્રમિત વ્યક્તિ આ સ્થાને ચાલે છે અને તેની પાછળ અન્ય વ્યક્તિ આવે છે ત્યારે સંક્રમિતના શ્વાસના કણોથી અન્ય વ્યક્તિને કોરોનાનો ખતરો વધે છે.

image ource

ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ નામના એક રિસર્ચમાં કમ્પ્યુટર સિમુલેશનના પરિણામ આવ્યા છે તેમાં કહેવાયું છે કે કોઈ સ્થાનિકનો આકાર કઈ રીતે હવામાં રહેલા સંક્રમણને ફેલાવવામાં મદદ કરી શકે છે. આ પહેલાના સંશોધનમાં બારી, કાચ અને વાતાનુકુલિત એટલે કે એસીથી પણ હવાના કણોનું અધ્યયન કરાયું હતું. પણ બેઈજિંગની ચીની એકાદમીના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે તેમના દ્વારા કરાયેલા સિમુલેશનમાં મોટી અને ખુલ્લી જગ્યાઓ પર શોધ કરાઈ છે.

image source

આ રિસર્ટમાં જાણવા મળ્યું છે કે જો સાંકડી જગ્યાઓમાં ચાલી રહેલો કોઈ વ્યક્તિ ખાંસી ખાય છે તો તેના શ્વાસથી નીકળેલા કણો તેની પાછળ ચાલી રહેવા વ્યક્તિની રેખાઓ બનાવે છે જેમ પાણીમાં હોડી ચાલે અને વમળો બને છે તેમ. મોઢામાંથી નીકળતા શ્વાસના કણો પણ હવામાં વાદળની જેમ સ્વરૂપ બનાવે છે અને વ્યક્તિના શરીરથી દૂર થઈને અન્ય વ્યક્તિને અસર કરે છે. જેના કારણે કોરોના સંક્રમણનો ખતરો વધે છે.

image source

આ કારણે જ કોરોનાના ખાસ નિયમો માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગને મહત્વ આપવામાં આવે છે. જો તમે માસ્ક પહેરો છો તો અન્ય વ્યક્તિના કોઈ લક્ષણો ઝડપથી તમને અસર કરી શકતા નથી. આ સિવાય 2 ગજનું અંતર રાખવાથી પણ તેના કણો ઝડપથી તમારા સુધી પહોંચી શકતા નથી. આ 2 નિયમોનું ખાસ પાલન કરવાથી કોરોના સંક્રમિત થવાથી ઝડપથી બચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ