આ બાળકીનો ફોટો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, ધ્યાનથી જોજો પગ, હકીકત જાણીને તમને પણ નહિં આવે વિશ્વાસ

સોશ્યલ મીડિયામાં અનેક એવી ઘટનાઓ હોય છે અને અનેક એવા ખાસ ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થતા હોય છે જેને જોઈને તમને નવાઈ લાગે તે હકીકત છે. જેમકે કોઈ ઠીંગણા વ્યક્તિના લાંબા વ્યક્તિ સાથે લગ્ન હોય કે પછી કોઈ હેન્ડકેપ વ્યક્તિના વાયરલ વીડિયો હોય જેનાથી તમને નવાઈ લાગે કે આ લોકો આટલી સહજતાથી કઈ રીતે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. તેમની સિમ્પલ અને મસ્ત લાઈફ જોઈને તમે વિચારમાં પડી જાઓ અને આશ્ચર્ય અનુભવો તે શક્ય છે. આ સિવાય તમે કેટલાક ઈલ્યૂઝન્સ પણ સોશ્યલ મીડિયા પર માણ્યા હશે. જેનાથી તમે એન્ટરટેઈન થઈ જાઓ છો.

image source

સોશ્યલ મીડિયામાં હાલમાં આવો જ એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને માટે આ ફોટો એક ઈલ્યુઝન એટલે કે ભ્રમ બની રહ્યો છે. આ ફોટોએ સોશ્યલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચવાનું શરૂ કર્યું છે. ખૂબ જ વાયરલ થયેલો આ ફોટો એક બાળકીનો છે. જે સોશ્યલ મીડિયા પર ઝડપથઈ વાયરલ થઈ રહી છે.

image source

તમે ફોટોમાં જુઓ છો તેમ આ બાળકી જમીન પર ઊભી છે. યુઝર્સને આ ફોટો એટલા માટે અલગ અને વિચિત્ર લાગી રહી છે કેમકે તેમાં દેખાતી બાળકીના પગ ફોટામાં અલગ જ દેખાઈ રહ્યા છે. પહેલી નજરમાં તેના પગ જોતાં તમને લાગશે કે આ બાળકીના બંને પગ પાતળા અને જાડા છે. જો કે આ એક ફક્ત ઓપ્ટિકલ ઈલ્યુઝન માનવામાં આવી રહ્યું છે.

આવું એટલા માટે લાગી રહ્યું છે કે યુવતીએ પોતાના હાથમાં પોપર્કોનનું પેકેટ પકડ્યું છે. પોપર્કોનના એક ટ્રાન્સપરન્ટ પેકેટના કારણે આવું જોવા મળી રહ્યું છે. પોપર્કોનનો કલર બેકગ્રાઉન્ડના કલરની સાથે મિક્સ થઈ રહ્યો છે અને આ કારણ છે કે બાળકીના પગ સામાન્યથી વધારે લાંબા અને પાતળા જોવા મળી રહ્યા છે. યુઝર્સને માટે આ ફોટો ઈલ્યુઝનના કારણે વાયરલ થઈ રહ્યો છે અને સાથે ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે.

ફોટો વાયરલ થયો ત્યારે એક યૂઝરે લખ્યું કે મને પહેલાં ખૂબ ખરાબ લાગ્યું પણ બાદમાં તે જોર જોરથી હસવા લાગી. તો અન્ય એક યૂઝરે લખ્યું કે મને લાગી રહ્યું હતું કે આ બાળકી કેટલી પાતળી છે અને તેના બૂટ્સ પગથી બહાર આવી રહ્યા છે. જો કે 2 મિનિટના સમય બાદ મને આ ફોટોનું રહસ્ય સમજાઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ